વલસાડ: પારડીના ખેડૂતો હવે પ્રાકૃતિક ખેતી તરફ વળશે, નિમખલમાં અપાઈ વિશેષ તાલીમ
વલસાડ જિલ્લા આત્મા પ્રોજેક્ટ દ્વારા પારડી તાલુકાના નિમખલ ગામમાં પ્રાકૃતિક ખેતીની તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તાલીમમાં કૃષિ સખી જશોદાબેન અને કમ્યુનિટી રિસોર્સ પર્સન જશવંતભાઈ દ્વારા પ્રાકૃતિક ખેતી વિશે ખેડૂતોને માહિતી આપવામાં આવી હતી. જેમાં ખાસ કરીને પ્રાકૃતિક ખેતીના પાંચ આયામો વિશે સમજણ આપવામાં આવી હતી. જીવામૃત, ઘનજીવામૃત, બીજામૃત, આચ્છાદાન અને મિશ્ર પાક પદ્ધતિ વિશે ખેડૂતોને સમજણ આપી તેઓના પ્રશ્નોનું નિરાકરણ લાવવામાં આવ્યું હતું. સાથે સાથે જીવામૃત કેવી રીતે બનાવવું તે અંગે ખેડૂતોને પ્રેક્ટીકલ તાલીમ આપી તેનાથી થતા ફાયદા વિશે સમજણ આપવામાં આવી હતી.
