યુવા સંમેલનને ગુજરાતનાં જાણીતા વક્તા – મોટીવેટર શ્રી સંજયભાઈ રાવલ, પ્રયોશા પ્રતિષ્ઠાન ડાંગના પ્રાણેતા પી. પી. સ્વામી, અને વલસાડ જિલ્લા શિક્ષણાધિકારી ડો રાજશ્રીબેન ટંડેલ વિદ્યાર્થીઓને સંબોધન કરી પ્રેરણા પુરી પાડશે.
વિવેકાનંદ ઉત્સવના ઉપક્રમે શ્રી રામકૃષ્ણ વિવેકાનંદ સેવા સમિતિ ટ્રસ્ટ ધરમપુર દ્વારા આગામી તારીખ 12 જાન્યુઆરી સોમવારે વિશ્વાચાર્ય સ્વામી વિવેકાનંદજીની 164મી જન્મજયંતીની (રાષ્ટ્રીય યુવાદિન) ઉજવણી નિમિત્તે સવારે 8.00 કલાકે યુવા રેલી અને બાદ એસ. એમ. એસ. એમ. હાઈસ્કૂલ ખાતે યુવા સંમેલનનું આયોજન હાથ ધરાયુ છે જેમાં ધરમપુર નગરના અને તાલુકાની વિવિધ શાળા અને મહાશાળાના 2500 થી 3000 વિદ્યાર્થીમિત્રો ભાગ લેશે
સવારે 8.00 કલાકે સ્વામી વિવેકાનંદ સ્મારક સમડીચોક સ્થિત વિવેકાનંદજીની પ્રતિમા ખાતે નગરજનો અને શાળા પરિવાર દ્વારા પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવેશે બાદ આયોજિત યુવા રેલીમાં વિદ્યાર્થીઓ અને શાળાના શિક્ષકો જોડાશે, યુવારેલી નગરના સમડીચોક થઈ પ્રભુ ફળીયા, મોટાબજાર, ટાવર, ગાંધીબાગ, દશોન્દી ફળીયા, ડોક્ટર હેડગેવાર ચોક, ગાર્ડન રોડ, થઇ એસ.એમ.એસ.એમ હાઈસ્કૂલ ખાતે સંપન્ન થશે.
જ્યાં 9.30 કલાકે આયોજિત યુવા સંમેલનમાં ઉપસ્થિત વિદ્યાર્થીઓને યુવા ગુજરાતનાં જાણીતા વક્તા – મોટીવેટર શ્રી સંજયભાઈ રાવલ, પ્રયોશા પ્રતિષ્ઠાન ડાંગના પ્રાણેતા પી. પી. સ્વામી, અને વલસાડ જિલ્લા શિક્ષણાધિકારી ડો રાજશ્રીબેન ટંડેલ વિદ્યાર્થીઓને સંબોધન કરી પ્રેરણા પુરી પાડશે. યુવા વિધાર્થીઓના તમામ પ્રશ્નો માટે વિશેષ પ્રશ્નોતરી કાર્યક્રમ પણ યોજાશે, યુવા રેલી અને યુવા સંમેલનની સફળતા અર્થે તડામાર તૈયારીઓ ચાલી રહી છે
ધરમપુરમાં પહેલીવાર સંજયભાઈ રાવલ
ગુજરાતના જાણીતા મોટીવેશનલ સ્પીકર છે, જે પોતાની સરળ, અસરકારક અને લાગણીસભર ગુજરાતી ભાષામાં યુવાનો, વિદ્યાર્થીઓ અને ઉદ્યમીઓને જીવનમાં આગળ વધવા પ્રેરણા આપે છે આત્મવિશ્વાસ, સકારાત્મક વિચારધારા, સ્વઅનુશાસન અને સફળતા જેવા વિષયો પર ભાર મૂકે છે. પોતાના પ્રવચનોમાં તેઓ સ્વામી વિવેકાનંદજીના જીવન, વિચારો અને ઉપદેશોનો ઉલ્લેખ કરીને યુવાનોને “ઉઠો, જાગો અને લક્ષ્ય પ્રાપ્ત થાય ત્યાં સુધી મંડ્યા રહો” જેવા સંદેશો આપે છે તથા રાષ્ટ્રનિર્માણ, આત્મબળ અને ચરિત્ર ઘડતર માટે વિવેકાનંદજીના વિચારોને આજના જીવન સાથે જોડીને પ્રેરણાદાયક રીતે સંજયભાઈ રાવલ વિવેકાનંદજી વિશે વાતો કરશે
