ધરમપુરના બરૂમાળ ગુરૂધામ આશ્રમ શાળામાં ઝોન કક્ષાનો કિશોરી મેળો યોજાયો

2 Min Read

સ્વસ્થ જીવનશૈલી તેમજ શિક્ષણ દ્વારા જીવનશૈલીની ગુણવત્તા સુધારી શકાય છેઃ જિલ્લા વિકાસ અધિકારીશ્રી અતિરાગ ચપલોત

વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના બરૂમાળ ગુરૂધામ આશ્રમશાળા ખાતે સુરત ઝોનના ઝોન કક્ષાના કિશોરી મેળો જિલ્લા વિકાસ અધિકારીશ્રી અતિરાગ ચપલોતના અધ્યક્ષસ્થાને યોજાયો હતો.

આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારીશ્રી અતિરાગ ચપલોત દ્વારા કિશોરીઓનાં સ્વસ્થ જીવનશૈલી સાથે જીવનમાં શિક્ષણનું મહત્વ તેમજ શિક્ષણ દ્વારા જીવનશૈલીની ગુણવત્તા સુધારી શકાય તે અંગે પ્રેરક ઉદબોધન આપવામાં આવ્યું હતું.

- Advertisement -

IMG 20260205 WA0013

આ મેળામાં કિશોરીઓને જાતિય સ્વચ્છતા, પોષણયુક્ત આહાર, એનીમિયા, કિશોરાવસ્થા દરમિયાન સ્વસ્થ જીવનશૈલી, કિશોરાવસ્થામાં ઉદભવતી સમસ્યા, ૧૮૧ હેલ્પ લાઈન, પોક્સો એક્ટ જેવી માહિતી તજજ્ઞો દ્વારા આપવામાં આવી હતી. આરોગ્ય વિભાગની ટીમ દ્વારા કિશોરીઓની આરોગ્ય તપાસ કરવામાં આવી હતી. ICDS ટીમ દ્વારા THR (ટેક હોમ રાસન) માંથી બનાવેલી વાનગી નિદર્શન કરવામાં આવ્યું હતું.

- Advertisement -

સંપૂર્ણ કાર્યક્રમ પ્રોગ્રામ ઓફિસરશ્રી નિલમબેન પટેલના માર્ગદર્શન હેઠળ કાર્યક્રમનું સંચાલન જિલ્લા પૂર્ણા કન્સલ્ટન્ટ મુમુક્ષાબેન પટેલ અને જિલ્લા પ્રિ-સ્કુલ ઇન્સ્ટ્રકટર રુપાલીબેન પાટીલ દ્વારા કરવામાં આવ્યુ હતું. આ મેળામાં આસિસ્ટન્ટ તાલુકા વિકાસ અધિકારીશ્રી, પ્રોગ્રામ ઓફિસરશ્રી, ICDS, જિલ્લા પંચાયત વલસાડ, બાળ વિકાસ યોજના અધિકારીશ્રી ધરમપુર ૧,૨,૩, મુખ્ય સેવિકા સેજો સિદુમ્બર, ધામણી, વિભાગીય નાયબ નિયામકશ્રી સુરત ઝોનની કચેરીમાંથી ટેકનિકલ કન્સલ્ટન્ટ – સિવિલ, રીજનલ કો- ઓર્ડીનેટર, ડિવિઝનલ કો-ઓર્ડીનેટર, રીઝનલ પૂર્ણા કન્સલ્ટન્ટ, પોલીસ સ્ટેશન બેઇઝ્ડ સપોર્ટ સેન્ટર, વલસાડ, ૧૮૧ મહિલા હેલ્પ લાઈન, વલસાડ, આરોગ્ય શાખામાંથી મેડીકલ ઓફિસરશ્રી હાજર રહ્યા હતા.

Share This Article