એપ્સટિન કાંડમાં મોટી કાર્યવાહી: સેન્ડરિંગહામ એસ્ટેટ પર પોલીસનો દરોડો, પ્રિન્સ એન્ડ્રુની ધરપકડ

By
Dharmishtha R. Nayaka
Dharmishtha R. Nayaka is a skilled and passionate Gujarati language content writer at Satya Day News. With a strong grasp of local culture, social dynamics, and...
3 Min Read

બ્રિટિશ રાજવી પરિવારમાં ભૂકંપ: કિંગ ચાર્લ્સના ભાઈ પ્રિન્સ એન્ડ્રુની ધરપકડ, એપસ્ટીન કેસમાં થઈ મોટી કાર્યવાહી

જેફ્રી એપસ્ટીન સેક્સ સ્કેન્ડલ મામલે અત્યાર સુધીની સૌથી મોટી અને ચોંકાવનારી કાર્યવાહી સામે આવી છે. બ્રિટનના રાજા કિંગ ચાર્લ્સના નાના ભાઈ અને ભૂતપૂર્વ પ્રિન્સ એન્ડ્રુ માઉન્ટબેટનની સ્પેશિયલ પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. બીબીસીના અહેવાલ મુજબ, ગુરુવારે સવારે પૂર્વ ઇંગ્લેન્ડના સેન્ડ્રિંઘમ એસ્ટેટ સ્થિત વુડ ફાર્મ પરથી તેમની અટકાયત કરવામાં આવી હતી. ખાસ વાત એ છે કે જે દિવસે તેમની ધરપકડ થઈ, તે જ દિવસે તેમનો 66મો જન્મદિવસ પણ હતો.

કેમ થઈ ધરપકડ? જાણો ગંભીર આરોપો

પ્રિન્સ એન્ડ્રુ પર આરોપ છે કે તેમણે કુખ્યાત સેક્સ ગુનેગાર જેફ્રી એપસ્ટીનને બ્રિટિશ સરકારના અત્યંત ગુપ્ત અને સંવેદનશીલ દસ્તાવેજો પૂરા પાડ્યા હતા. પોલીસ અત્યારે એ તપાસી રહી છે કે કયા પ્રકારના દસ્તાવેજો એપસ્ટીન સુધી પહોંચાડવામાં આવ્યા હતા અને તેની પાછળનો હેતુ શું હતો. જોકે, એન્ડ્રુ આ તમામ આરોપોને નકારતા આવ્યા છે. આ વિવાદોને કારણે જ તેમણે ઓક્ટોબર 2025માં પોતાની પ્રતિષ્ઠિત ‘ડ્યુક ઓફ યોર્ક’ની પદવી છોડવાની જાહેરાત કરી હતી.

- Advertisement -

prince aedu.jpg

પોલીસનું સત્તાવાર નિવેદન અને તપાસની વિગતો

થેમ્સ વેલી પોલીસે સત્તાવાર રીતે જણાવ્યું છે કે તપાસના ભાગરૂપે નોરફોક વિસ્તારમાંથી 66 વર્ષીય વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે. તેમના પર જાહેર પદનો દુરુપયોગ (Misuse of public office) કરવાનો શંકાસ્પદ આરોપ છે. પોલીસ અત્યારે બર્કશાયર અને નોરફોક સહિત અનેક સ્થળોએ દરોડા પાડી રહી છે. કાયદાકીય મર્યાદાઓને કારણે પોલીસે સીધું નામ જાહેર કર્યું નથી, પરંતુ સંજોગો પ્રિન્સ એન્ડ્રુ તરફ સ્પષ્ટ ઈશારો કરે છે. આ કેસ અત્યારે કોર્ટમાં હોવાથી મીડિયાને પણ સાવચેતીપૂર્વક અહેવાલ આપવા અપીલ કરાઈ છે.

- Advertisement -

કોણ છે પ્રિન્સ એન્ડ્રુ? તેમનો ઈતિહાસ

પ્રિન્સ એન્ડ્રુ સ્વર્ગસ્થ ક્વીન એલિઝાબેથ-II અને પ્રિન્સ ફિલિપનું ત્રીજું સંતાન છે અને બ્રિટિશ સિંહાસનના વારસદારોમાં આઠમું સ્થાન ધરાવે છે. તેમણે બ્રિટિશ રોયલ નેવીમાં 22 વર્ષ સુધી સેવા આપી છે અને 1982ના ફોકલેન્ડ યુદ્ધમાં હેલિકોપ્ટર પાયલોટ તરીકે પણ મહત્વની ભૂમિકા ભજવી હતી. તેઓ કિંગ ચાર્લ્સના નાના ભાઈ છે અને તેમની પૂર્વ પત્ની સારા ફર્ગ્યુસન સાથે તેમને બે પુત્રીઓ, પ્રિન્સિસ બીટ્રિસ અને પ્રિન્સિસ યુજિની છે.

prince aedu2.jpg

એપસ્ટીન સ્કેન્ડલ અને એન્ડ્રુ પરના જૂના આરોપો

પ્રિન્સ એન્ડ્રુ પરનો વિવાદ ત્યારે વકર્યો જ્યારે વર્જિનિયા ગીફ્રે નામની મહિલાએ દાવો કર્યો કે જ્યારે તે સગીર હતી ત્યારે જેફ્રી એપસ્ટીને તેનું શોષણ કર્યું હતું અને તેને પ્રિન્સ એન્ડ્રુ પાસે મોકલી હતી. વર્જિનિયાએ આરોપ લગાવ્યો હતો કે પ્રિન્સે ત્રણવાર તેનું શારીરિક શોષણ કર્યું હતું. જોકે, પ્રિન્સે હંમેશા આ વાતનો ઈન્કાર કર્યો હતો, પરંતુ ફેબ્રુઆરી 2022માં તેમણે આ મહિલા સાથે કોર્ટની બહાર અંદાજે 12 મિલિયન પાઉન્ડ આપીને સમાધાન કરી લીધું હતું. હવે સરકારી દસ્તાવેજો લીક થવાના નવા આરોપે તેમની મુશ્કેલીઓ અનેકગણી વધારી દીધી છે.

- Advertisement -
Share This Article
Dharmishtha R. Nayaka is a skilled and passionate Gujarati language content writer at Satya Day News. With a strong grasp of local culture, social dynamics, and current affairs, she delivers news and stories that are both informative and relatable for the Gujarati-speaking audience. Dharmishtha is committed to factual reporting, clear storytelling, and making important news accessible in the mother tongue. Her work reflects a deep sense of responsibility and connection with the readers. Stay connected with Dharmishtha for trusted and timely updates — in Gujarati, for Gujarat.