વધેલા ભાત ફેંકશો નહીં! ફક્ત 10 મિનિટમાં બનાવો બજાર જેવા ક્રિસ્પી ઢોસા

3 Min Read

રસોઈની સ્માર્ટ ટિપ્સ: રાતના વધેલા ભાતને ફેંકી દેવાને બદલે બનાવો ક્રિસ્પી ‘રાઈસ ડોસા’, નોંધી લો ઝટપટ તૈયાર થતી રેસીપી

સામાન્ય રીતે દરેક ઘરમાં રાત્રે વધેલા ભાતને લઈને ગૃહિણીઓ મૂંઝવણમાં હોય છે. મોટાભાગના લોકો વાસી ભાત ખાવાનું ટાળતા હોય છે અને અંતે તે કચરાપેટીમાં જાય છે. પરંતુ, શું તમે જાણો છો કે આ વધેલા ભાતમાંથી તમે દક્ષિણ ભારતીય શૈલીના અત્યંત કુરકુરા અને સ્વાદિષ્ટ ડોસા બનાવી શકો છો? જી હા, વધેલા ભાતના ડોસા બનાવવાની રીત માત્ર સરળ જ નથી, પરંતુ તેમાં પરંપરાગત ડોસાની જેમ ખીરું આથવા (Fermentation) માટે કલાકો સુધી રાહ જોવી પડતી નથી. આજે અમે તમને જણાવીશું કે કેવી રીતે મિનિટોમાં તમે ઘરના સભ્યો માટે પૌષ્ટિક નાસ્તો તૈયાર કરી શકો છો.

જરૂરી સામગ્રી (Ingredients)

બજાર જેવા ક્રિસ્પી ડોસા બનાવવા માટે તમારે નીચે મુજબની સાદી સામગ્રીની જરૂર પડશે:

- Advertisement -

dosa.jpg

  • વધેલા ભાત: ૧ કપ
  • સોજી (રવો): અડધો કપ (ડોસાને કુરકુરા બનાવવા માટે)
  • દહીં: પા કપ (ખટાશ અને મુલાયમતા માટે)
  • ચોખાનો લોટ: ૨ મોટી ચમચી
  • મીઠું: સ્વાદ મુજબ
  • પાણી: જરૂરિયાત મુજબ

બનાવવાની રીત 

૧. ખીરું (Batter) તૈયાર કરવું

- Advertisement -

સૌ પ્રથમ એક મિક્સર જાર લો. તેમાં રાતના વધેલા ભાત, સોજી અને દહીં ઉમેરો. તેમાં જરૂર મુજબ થોડું પાણી નાખીને તેને બરાબર ગ્રાઈન્ડ કરી લો. ધ્યાન રાખવું કે આ મિશ્રણ એકદમ સ્મૂધ પેસ્ટ જેવું તૈયાર થવું જોઈએ, તેમાં ભાતના દાણા ન રહેવા જોઈએ.

૨. કન્સીસ્ટન્સી સેટ કરવી

તૈયાર થયેલી પેસ્ટને એક મોટા બાઉલમાં કાઢી લો. હવે તેમાં ચોખાનો લોટ અને સ્વાદ મુજબ મીઠું ઉમેરો. જરૂર જણાય તો થોડું વધુ પાણી ઉમેરીને પરંપરાગત ડોસાના ખીરા જેવી પાતળી કન્સીસ્ટન્સી તૈયાર કરો.

- Advertisement -

૩. રેસ્ટ આપવો

આ ખીરાને ૧૦ થી ૧૫ મિનિટ માટે ઢાંકીને રાખી દો. આ સ્ટેપ ખૂબ મહત્વનું છે, કારણ કે તેમાં રહેલી સોજી પાણી સોષી લેશે અને ફૂલશે, જેનાથી ડોસા તવા પર ચોંટશે નહીં અને સરસ ક્રિસ્પી બનશે.

૪. તવો ગરમ કરવો

ગેસ પર એક નોન-સ્ટિક તવો ગરમ કરવા મૂકો. તવો ગરમ થાય એટલે તેના પર તેલના થોડા ટીપાં નાખીને તેને ગ્રીસ કરી લો. ત્યારબાદ તેના પર પાણીના થોડા છાંટા નાખીને સુતરાઉ કાપડથી લૂછી લો. આનાથી તવાનું તાપમાન સંતુલિત થશે.

dosa1.jpg

૫. ડોસા ફેલાવવા

હવે ગેસની આંચ ધીમી કરો અને એક મોટા ચમચા વડે ખીરું તવાની વચ્ચે નાખો. ચમચાને વચ્ચેથી શરૂ કરીને બહારની તરફ ગોળ-ગોળ ફેરવતા જઈને પાતળો ડોસો ફેલાવો. આસપાસ થોડું તેલ અથવા બટર લગાવો.

૬. શેકવાની રીત

મધ્યમ આંચ પર ડોસાને ત્યાં સુધી શેકવા દો જ્યાં સુધી તેની કિનારીઓ ઉપરની તરફ વળવા ન લાગે અને તેનો રંગ હલકો ગોલ્ડન બ્રાઉન ન થઈ જાય. જ્યારે ડોસો નીચેથી કડક થઈ જાય ત્યારે તેને ફોલ્ડ કરીને ગરમાગરમ ઉતારી લો.

સર્વિંગ સજેશન

આ તૈયાર થયેલા ‘ઈન્સ્ટન્ટ રાઈસ ડોસા’ ને તમે નાળિયેરની ચટણી, સાંભર અથવા લસણની તીખી ચટણી સાથે સર્વ કરી શકો છો. બાળકોના ટિફિન માટે પણ આ એક શ્રેષ્ઠ અને ઝડપી વિકલ્પ છે.

TAGGED:
Share This Article