વધેલી ઈડલીનો બનાવો આવો સ્વાદિષ્ટ નાસ્તો, હોટલ જેવી ક્રિસ્પી મસાલા ઈડલી ફ્રાય ઘરે બનાવો

3 Min Read

મિનિટોમાં બનાવો ચટપટી ઈડલી ફ્રાય, બાળકોથી લઈને મોટા દરેક હોંશે-હોંશે ખાશે; નોંધી લો આ આસાન રેસીપી

શું તમે ક્યારેય ઘરે ઈડલી ફ્રાય બનાવી છે? જો નહીં, તો તમારે તમારા પરિવાર અને ખાસ કરીને બાળકો માટે આ ચટપટી વાનગી એકવાર જરૂર ટ્રાય કરવી જોઈએ. ઘણીવાર ઘરે ઈડલી બનાવતી વખતે થોડી ઈડલી વધી જતી હોય છે, ત્યારે આ વધેલી ઈડલીનો ઉપયોગ કરીને તમે એક શાનદાર નાસ્તો તૈયાર કરી શકો છો.

એકવાર ઈડલી ફ્રાયનો સ્વાદ ચાખ્યા પછી, તમે જ્યારે પણ ઈડલી બનાવશો ત્યારે જાણીજોઈને થોડી વધારે જ બનાવશો. જો તમને ચટપટું ખાવાનો શોખ હોય, તો આ રેસીપી તમારી ફેવરિટ લિસ્ટમાં સામેલ થઈ જશે. ચાલો જાણીએ આ મજેદાર ઈડલી ફ્રાય બનાવવા માટે કઈ-કઈ સામગ્રીની જરૂર પડશે.

- Advertisement -

idli1.jpg

જરૂરી સામગ્રી

ઈડલી ફ્રાય બનાવવા માટે તમારે નીચે મુજબની વસ્તુઓની જરૂર પડશે:

- Advertisement -
  • 8-12 ઈડલી
  • 1 નંગ ટામેટું (ઝીણું સમારેલું)
  • 1 નંગ ડુંગળી (ઝીણી સમારેલી)
  • 1 નંગ લીલું મરચું
  • 1 મોટી ચમચી લીલા ધાણા
  • અડધી ચમચી રાઈ
  • 1 ચમચી સાંભાર મસાલો
  • પા ચમચી લાલ મરચું પાવડર
  • સ્વાદ મુજબ મીઠું
  • 1 મોટી ચમચી તેલ

ઈડલી ફ્રાય બનાવવાની રીત

સ્ટેપ 1: સૌથી પહેલા ઈડલીને મધ્યમ કદના ચોરસ ટુકડામાં કાપી લો. ત્યારબાદ ડુંગળી અને ટામેટાને પણ ઝીણા સમારી લો.

સ્ટેપ 2: લીલા મરચા અને ધાણાને પણ ઝીણા સમારીને તૈયાર રાખો. હવે ગેસ પર એક કડાઈ ગરમ કરવા મૂકો અને તેમાં તેલ નાખો.

સ્ટેપ 3: તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ ઉમેરો. જ્યારે રાઈ તતડવા લાગે, ત્યારે તેમાં ઝીણી સમારેલી ડુંગળી ઉમેરીને 3 થી 5 મિનિટ સુધી સાંતળો.

- Advertisement -

સ્ટેપ 4: ડુંગળી સંતળાઈ જાય એટલે તેમાં ટામેટા, લીલા મરચા, મીઠું અને બાકીના બધા મસાલા (સાંભાર મસાલો, લાલ મરચું) ઉમેરીને 2 મિનિટ સુધી બરાબર મિક્સ કરો.

idli.jpg

સ્ટેપ 5: હવે આ મસાલામાં કાપેલી ઈડલીના ટુકડા ઉમેરો અને હળવા હાથે બધી વસ્તુઓને મિક્સ કરી લો જેથી મસાલો ઈડલી પર બરાબર લાગી જાય.

સ્ટેપ 6: ઈડલીને 1-2 મિનિટ સુધી મસાલા સાથે ચઢવા દો અને ત્યારબાદ ગેસ બંધ કરી દો.

ખાસ ટિપ

ઈડલી ફ્રાય તૈયાર થઈ જાય એટલે તેના પર ઝીણા સમારેલા લીલા ધાણા ભભરાવવાનું ભૂલશો નહીં. ધાણા ઉમેરવાથી આ વાનગીનો સ્વાદ અને સુગંધ બંને વધી જાય છે. માત્ર 10 મિનિટમાં ગરમાગરમ ઈડલી ફ્રાય પીરસવા માટે તૈયાર છે. આ નાસ્તો તમે સવારના સમયે અથવા સાંજે ચા સાથે સર્વ કરી શકો છો.

TAGGED:
Share This Article