તેલના વધતા ભાવ વચ્ચે માઠા સમાચાર: બહેરીનની સૌથી મોટી ‘બેપકો’ ઓઈલ રિફાઈનરી પર ભયાનક હુમલો

By
Dharmishtha R. Nayaka
Dharmishtha R. Nayaka is a skilled and passionate Gujarati language content writer at Satya Day News. With a strong grasp of local culture, social dynamics, and...
2 Min Read

વૈશ્વિક તેલ બજારમાં વધુ એક આંચકો: બહેરીનની સૌથી મોટી રિફાઇનરી BAPCO પર ભીષણ હુમલો

ઈરાન અને અમેરિકા વચ્ચે ચાલી રહેલા યુદ્ધને કારણે એક તરફ ક્રૂડ ઓઈલની કિંમતો આસમાને પહોંચી રહી છે, ત્યારે બીજી તરફ બહેરીનની સૌથી મોટી અને એકમાત્ર તેલ રિફાઇનરી બાપ્કો (BAPCO) પર હુમલો થતા દુનિયાભરમાં તેલનું સંકટ ઘેરું બન્યું છે. આ હુમલાને કારણે રિફાઇનરીમાં ભીષણ આગ લાગી છે અને આકાશમાં કાળા ધુમાડાના ગોટેગોટા જોવા મળી રહ્યા છે, જેના કારણે સત્તાવાળાઓએ ‘ઇમરજન્સી’ જાહેર કરી છે.

કેમ મહત્વની છે આ રિફાઇનરી?

બહેરીનની આ રિફાઇનરી લગભગ 90 વર્ષ જૂની છે અને તે દેશની અર્થવ્યવસ્થાની કરોડરજ્જુ સમાન છે. તેની વિશેષતાઓ નીચે મુજબ છે:

- Advertisement -

ક્ષમતા: આ રિફાઇનરી દરરોજ 4 લાખ બેરલ તેલ પ્રોસેસ કરવાની ક્ષમતા ધરાવે છે.

oil2.jpg

- Advertisement -

પ્રાદેશિક હબ: અહીં માત્ર બહેરીનનું જ નહીં, પરંતુ સાઉદી અરેબિયા, કુવૈત અને UAE જેવા પડોશી દેશોનું તેલ પણ રિફાઇનિંગ માટે આવે છે.

અમેરિકાનું જોડાણ: બહેરીન આરબ દેશોમાં અમેરિકાનું મુખ્ય સહયોગી માનવામાં આવે છે, તેથી આ હુમલા પાછળ ઈરાનનો હાથ હોવાની આશંકા સેવાઈ રહી છે.

તેલના ભાવ 200 સુધી પહોંચવાનું જોખમ

હાલમાં આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલની કિંમત પ્રતિ બેરલ 110 ડોલર સુધી પહોંચી ગઈ છે. ઈરાને ચેતવણી આપી છે કે જો સંઘર્ષ ચાલુ રહેશે તો આ ભાવ 200 ડોલરને વટાવી શકે છે. જો બાપ્કો જેવી મહત્વની રિફાઇનરી લાંબા સમય સુધી બંધ રહેશે, તો સપ્લાય ચેઈન ખોરવાઈ જશે અને તેલની કિંમતોમાં અણધારી વૃદ્ધિ જોવા મળી શકે છે.

- Advertisement -

જી-7 દેશોની ઈમરજન્સી બેઠક

તેલના વધતા ભાવને નિયંત્રિત કરવા માટે આજે સોમવારે (9 માર્ચ) જી-7 દેશોના વિદેશ મંત્રીઓ એક તાકીદની બેઠક યોજવા જઈ રહ્યા છે. આ બેઠકમાં એ વાત પર ચર્ચા કરવામાં આવશે કે કેવી રીતે પોતાના સુરક્ષિત તેલ ભંડાર (Strategic Reserves) માંથી તેલ બહાર પાડીને બજારને સ્થિર કરી શકાય.

oil.jpg

ઉલ્લેખનીય છે કે 27 ફેબ્રુઆરીએ યુરેનિયમ સંવર્ધનના મુદ્દે અમેરિકાએ ઈરાન પર હુમલો કર્યો હતો, ત્યારથી આ આખું ક્ષેત્ર યુદ્ધની આગમાં લપેટાયેલું છે. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પણ સ્પષ્ટ કર્યું છે કે ઈરાનમાં સત્તા પરિવર્તન પછી જ સ્થિતિ કાબૂમાં આવી શકે છે.

Share This Article
Dharmishtha R. Nayaka is a skilled and passionate Gujarati language content writer at Satya Day News. With a strong grasp of local culture, social dynamics, and current affairs, she delivers news and stories that are both informative and relatable for the Gujarati-speaking audience. Dharmishtha is committed to factual reporting, clear storytelling, and making important news accessible in the mother tongue. Her work reflects a deep sense of responsibility and connection with the readers. Stay connected with Dharmishtha for trusted and timely updates — in Gujarati, for Gujarat.