એક મહિના સુધી રોજ ૧ કીવી ખાવાના ચમત્કારિક ફાયદા

By
Satya Day
Satya Day is a dedicated contributor at Satya Day News, delivering timely, factual, and insightful news updates across various categories including politics, current affairs, social issues,...
4 Min Read

હૃદયના દર્દીઓથી લઈને ડાયાબિટીસના દર્દીઓ માટે વરદાન: કીવી ખાવાથી પ્લેટલેટ્સ અને બ્લડ પ્રેશર થશે કંટ્રોલ

બદલાતી જીવનશૈલી અને ખોટા ખાનપાનના કારણે આજના સમયમાં લોકો નાની ઉંમરે જ અનેક રોગોનો ભોગ બની રહ્યા છે. આવા સમયે જો આહારમાં થોડો સકારાત્મક ફેરફાર કરવામાં આવે, તો મોંઘી દવાઓ અને હોસ્પિટલના ચક્કરમાંથી બચી શકાય છે. સ્વાસ્થ્ય નિષ્ણાતો અને ડાયેટિશિયન્સના મતે, પ્રકૃતિએ આપણને કીવી (Kiwi) ના રૂપમાં એક એવું અદભુત સુપરફ્રૂટ આપ્યું છે, જે પોષક તત્વોનો ભંડાર છે. જો તમે માત્ર એક મહિના સુધી દરરોજ નિયમિતપણે એક કીવીનું સેવન કરવાનું શરૂ કરો, તો તમારા શરીરમાં એટલા શક્તિશાળી અને આશ્ચર્યજનક ફેરફારો થશે કે તમે પોતે પણ ચોંકી જશો.

ભારતીય ચિકિત્સા પદ્ધતિ એટલે કે આયુર્વેદમાં કીવીને એક ‘ઠંડુ ફળ’ માનવામાં આવ્યું છે. આ ફળ માત્ર પાચનક્રિયાને જ મજબૂત નથી કરતું, પરંતુ શરીરની અંદર જઈને લોહીને કુદરતી રીતે શુદ્ધ (બ્લડ પ્યુરિફાયર) કરવાનું કામ પણ કરે છે. તેમાં ભરપૂર માત્રામાં વિટામિન સી અને શક્તિશાળી એન્ટીઑકિસડન્ટો રહેલા છે, જે આપણી રોગપ્રતિકારક શક્તિ (ઈમ્યુનિટી) ને એટલી મજબૂત બનાવે છે કે નાની-મોટી મોસમી બીમારીઓ આપણાથી દુર રહે છે. ખાસ કરીને ઉનાળાની ઋતુમાં અથવા કાળઝાળ ગરમીના દિવસોમાં કીવી ખાવાથી શરીરને અંદરથી અદભુત ઠંડક મળે છે અને ડિહાઇડ્રેશનની સમસ્યા થતી નથી.

- Advertisement -

Kiwi.1.jpg

હૃદયના દર્દીઓ અને બ્લડ પ્રેશર માટે સંજીવની

આજકાલ હાર્ટ એટેક અને હૃદય સંબંધિત રોગોનું પ્રમાણ ખૂબ વધી ગયું છે. કીવી હૃદયના દર્દીઓ માટે એક ઉત્તમ રક્ષક સાબિત થઈ શકે છે. તબીબી સંશોધનો અનુસાર, જો કોઈ વ્યક્તિ સતત એક મહિના સુધી રોજ કીવી ખાય છે, તો તેના શરીરમાં પ્લેટલેટ હાયપરએક્ટિવિટી (Platelet Hyperactivity) નિયંત્રિત થાય છે, જેનાથી નસોમાં લોહીના ગઠ્ઠા જામવાનું જોખમ ઘટી જાય છે. આ ઉપરાંત, તે પ્લાઝ્મા લિપિડ્સ અને બ્લડ પ્રેશર (બીપી) ને એકદમ કંટ્રોલમાં રાખે છે. જોકે, ડોક્ટરો એવું પણ સૂચવે છે કે જેમને પહેલાથી જ હૃદયની કોઈ ગંભીર બીમારી છે, તેમણે પોતાની નિયમિત દવાઓ ચાલુ રાખવાની સાથે ડોક્ટરની સલાહ લઈને જ કીવીને પોતાના ડાયટમાં સામેલ કરવું જોઈએ.

- Advertisement -

વજન સંતુલિત રાખવા અને ડાયાબિટીસમાં રામબાણ

આજના સમયમાં મોટોપો એટલે કે વજન વધવું એ અડધાથી વધુ રોગોનું મૂળ છે. જો તમે જીમમાં ગયા વગર કે કડક ડાયટિંગ કર્યા વગર વજન નિયંત્રિત રાખવા માંગતા હોવ, તો કીવી શ્રેષ્ઠ ઓપ્શન છે. કીવીમાં કેલરીનું પ્રમાણ ખૂબ જ ઓછું હોય છે, જ્યારે તેની સામે ડાયેટરી ફાઇબર પુષ્કળ પ્રમાણમાં જોવા મળે છે. ફાઇબર વધુ હોવાના કારણે તેને ખાધા પછી લાંબા સમય સુધી ભૂખ લાગતી નથી અને પેટ ભરેલું રહે છે, જે અલ્ટીમેટલી વજન વધવાનું જોખમ સાવ ઘટાડી દે છે.

આ સિવાય, કીવી ફળ ટાઇપ-૨ ડાયાબિટીસ (Type 2 Diabetes) ના દર્દીઓ માટે અથવા જે લોકો બોર્ડરલાઈન પર છે અને જેમનામાં ડાયાબિટીસ થવાનું જોખમ વધારે છે, તેમના માટે અમૃત સમાન છે. તેનો ગ્લાયસેમિક ઈન્ડેક્સ ઓછો હોવાથી તે શરીરમાં બ્લડ શુગર લેવલને અચાનક વધવા દેતું નથી અને સ્વાદુપિંડ (પેનક્રિયાસ) ને સ્વસ્થ રાખે છે.

kiwi 1.jpg

- Advertisement -

આંખોની રોશની વધારશે કીવીનો જાદુ

મોબાઈલ અને લેપટોપના અતિશય વપરાશના કારણે આજકાલ નાની ઉંમરે જ આંખો નબળી પડી જવી સામાન્ય વાત છે. કીવીમાં ‘લ્યુટીન’ (Lutein) અને ‘ઝેક્સાન્થિન’ (Zeaxanthin) નામના અત્યંત દુર્લભ અને શક્તિશાળી એન્ટીઑકિસડન્ટો કુદરતી રીતે મળી આવે છે. આ બંને તત્વો આપણી આંખોના રેટિનાને સુરક્ષિત રાખે છે અને ઉંમર વધવાની સાથે આંખોની રોશની ઓછી થવાની સમસ્યા (મેક્યુલર ડિજનરેશન) ને અટકાવે છે. દરરોજ માત્ર એક કીવી ખાવાથી આંખો લાંબા સમય સુધી સ્વસ્થ, તેજસ્વી અને તંદુરસ્ત રહે છે. ટૂંકમાં કહીએ તો, આ નાનકડા દેખાતા ફળમાં આખા શરીરને નીરોગી રાખવાની અદભુત તાકાત છુપાયેલી છે.

Share This Article
Satya Day is a dedicated contributor at Satya Day News, delivering timely, factual, and insightful news updates across various categories including politics, current affairs, social issues, and regional developments. With a passion for truth and responsible journalism, Satya Day ensures that every story reflects accuracy, neutrality, and public relevance. Stay connected with Satya Day for news that matters.