ઘણા લોકો ને યુવતીઓ પાસે બોડી મસાજ કરાવી મજા લેવા સ્પા માં પૈસા ખર્ચતા હોય છે પણ હાલ જાહેરનામું હોય અત્યારે આવો મસાજ કરવો ભારે પડી શકે છે આવા સમયે વલસાડ જિલ્લા ના વાપીમાં ચલા સ્થિત શોપર્સ ગેટમાં આવેલ પીસલીલી સ્પા પાર્લરમાં વાપી ટાઉન પોલીસે છાપો મારી સ્પા ખુલ્લું રાખીને જિલ્લા મેજિસ્ટ્રેટના જાહેરનામાનો ભંગ કરનાર પીસલીલી સ્પા પાર્લરના મેનેજર કરણ કુમાર દાસ પીલ્લે રહે. દમણિયા એન્કલેવ, ખારીવાડ દમણ તેમજ સ્પામાં કામ કરતી 19 વર્ષથી 27 વર્ષની 4 યુવતીઓ સામે કાયદેસરની કાર્યવાહી કરતા ફફડાટ ફેલાયો હતો. રેડ દરમ્યાન પોલીસે સ્પામાં હાજર ગ્રાહકો નવસારીનો સુરેશ ગોંડલીયા, સેલવાસનો દેવેન્દ્રસિંગ અને દમણનો અરવિંદકુમાર શર્માની પણ અટક કરી હતી. આ તમામ ઈસમો સામે વિરુદ્ધ ટાઉન પોલીસ દ્વારા જાહેરનામાના ભંગ મામલે ગુનો નોંધાયો હતો
ઉપરાંત અન્ય બનાવ માં દમણ રોડ ઉપર આવેલ ચલા ખાતે ના પંચ રત્ન બિલ્ડિંગમાં ચાલતા રિન્યુ સ્પા એન્ડ ફેમિલી સેલુન સામે પણ મેજી સ્ટ્રેટના જાહેરનામાના ભંગ બદલ કાર્યવાહી કરી હતી. પોલીસે સ્પાના મેનેજર અતિશ બાબુભાઇ પટેલ રહે. પુનમ પાર્ક, ચીકુવાડી – ચલા અને ત્યાં કામ કરતી નેહા ખાન નામની મહિલાની અટકાયત કરી હતી. વાપી ટાઉન ની આ કાર્યવાહી ને લઈ યુવતીઓ પાસે મસાજ કરાવવા આવેલા શીખીનો ની મજા સજા માં ફેરવાઈ ગઈ હતી.
