નવી કાર ખરીદો છો? ડીલરના ભરોસે વીમો લીધો તો હજારો રૂપિયાનું નુકસાન નક્કી છે!

By
Halima Shaikh
Halima Shaikh is a talented Gujarati content writer at Satya Day News, known for her clear and compelling storytelling in the Gujarati language. She covers a...
4 Min Read

શોરૂમવાળો વીમામાં ચૂનો ચોપડે છે! કાર લેતા પહેલા જાણી લો આ મોટું સત્ય! 

નવી કાર ખરીદવી એ દરેક વ્યક્તિ માટે એક મોટો અને યાદગાર ક્ષણ હોય છે, પરંતુ તેની સાથે જ તેને સુરક્ષિત રાખવી પણ એટલી જ જરૂરી છે. કાર વીમો માત્ર કાયદાકીય જરૂરિયાત જ નથી, પરંતુ તે કારના અકસ્માત, નુકસાન કે ચોરી જેવા અનિચ્છનીય બનાવ વખતે આર્થિક સુરક્ષા પૂરી પાડે છે. સામાન્ય રીતે કાર ખરીદતી વખતે શોરૂમ કે ડીલર દ્વારા જ વીમો લેવાનો આગ્રહ રાખવામાં આવે છે. પરંતુ સવાલ એ થાય છે કે શું ડીલર દ્વારા આપવામાં આવતો વીમો ખરેખર દાવા (ક્લેમ) વખતે વધુ સરળ અને સારો સાબિત થાય છે? ચાલો જાણીએ કે કાર વીમાના નિષ્ણાતો આ બાબતે શું માર્ગદર્શન આપે છે.

car insurance.4.jpg

- Advertisement -

૧. શું ડીલર દ્વારા આપેલો વીમો ક્લેમ વખતે ખરેખર વધુ અનુકૂળ હોય છે?

ડીલર્સ દ્વારા આપવામાં આવતી સગવડો વાસ્તવિક હોય છે, પરંતુ ઘણીવાર તેને વધારી-ચડાવીને રજૂ કરવામાં આવે છે. ડીલર વીમાનો મુખ્ય ફાયદો એ છે કે જ્યારે તમારી કાર રિપેરિંગ માટે જાય છે, ત્યારે પેપરવર્ક સંબંધિત મદદ સરળતાથી મળી જાય છે. પરંતુ કેશલેસ (રોકડ વગરના) રિપેરિંગનો આધાર એ વાત પર રહેલો છે કે વર્કશોપ વીમા કંપનીના નેટવર્કમાં સામેલ છે કે નહીં, તે વાત પર નહીં કે તમે વીમો ક્યાંથી ખરીદ્યો છે.

આજે મોટાભાગની અગ્રણી વીમા કંપનીઓના અધિકૃત ડીલર વર્કશોપ સાથે ટાઇ-અપ્સ હોય છે. તેથી, જો કોઈ ગ્રાહક સીધો પોતાની રીતે વીમો ખરીદે તો પણ તેને સમાન ડીલરશીપ પર કેશલેસ રિપેરિંગની સુવિધા મળી શકે છે. સર્વે, મંજૂરી અને સેલમેન્ટ સહિતની ક્લેમ પ્રક્રિયા કોઈપણ માધ્યમથી સરખી જ રહે છે. તેથી મોટાભાગના કિસ્સાઓમાં ગ્રાહકો પોતાના પસંદગીની વીમા કંપની પાસેથી ઓછા પ્રીમિયમમાં પણ ઉત્તમ ક્લેમ અનુભવ મેળવી શકે છે. વીમો ખરીદતા પહેલા ફક્ત એ ચકાસી લો કે તમારું મનપસંદ વર્કશોપ કંપનીની કેશલેસ યાદીમાં છે કે નહીં.

- Advertisement -

૨. ડીલર અને સ્વતંત્ર વીમા વચ્ચે શું સરખામણી કરવી જોઈએ?

ઘણા ખરીદદારો માત્ર અંતિમ પ્રીમિયમ (કિંમત) ની જ સરખામણી કરે છે અને ત્યાં જ ભૂલ કરી બેસે છે. વીમો લેતી વખતે સૌથી પહેલી બાબત જે ચકાસવી જોઈએ તે છે ‘ઇન્સ્યોર્ડ ડિક્લેર્ડ વેલ્યુ’ (IDV). સસ્તું પ્રીમિયમ આપતી પોલિસીમાં ઘણીવાર IDV ઓછી રાખવામાં આવે છે, જે સીધી રીતે કાર ચોરાઈ જવા પર કે કુલ નુકસાન વખતે મળતી રકમને ઘટાડી દે છે. નવી કાર માટે IDV હંમેશાં એક્સ-શોરૂમ કિંમતની આસપાસ હોવી જોઈએ.

ત્રીજા પક્ષ (થર્ડ પાર્ટી)નું પ્રીમિયમ સરકારે નક્કી કરેલું હોય છે, તેથી અસલી તફાવત ઓન-ડેમેજ પ્રીમિયમ, મળતા ડિસ્કાઉન્ટ અને એડ-ઓન્સમાં હોય છે. ડીલર્સ સામાન્ય રીતે મર્યાદિત વીમા કંપનીઓ સાથે કામ કરતા હોય છે, જેના કારણે ગ્રાહકો ખુલ્લા બજારમાં ઉપલબ્ધ સસ્તા કે સારા વિકલ્પો ચૂકી જાય છે. નિષ્ણાતો હંમેશાં સલાહ આપે છે કે ડીલર પાસેથી વિગતવાર (આઈટમવાઈઝ) ક્વોટ મંગાવો અને તેની બજારના અન્ય બે-ત્રણ વિકલ્પો સાથે સરખામણી કરો.

૩. કયા એડ-ઓન્સ ખરેખર ઉપયોગી છે અને કઈ ભૂલો ટાળવી જોઈએ?

નવી કાર માટે ‘ઝીરો ડેપ્રેસિએશન’ (Zero Depreciation) સૌથી મૂલ્યવાન એડ-ઓન છે. તેના વગર પ્લાસ્ટિક, રબર અને ફાઇબર જેવા ભાગોના રિપેરિંગ ખર્ચમાંથી મોટો કાપ મૂકવામાં આવે છે. પાણી ભરાવાની સમસ્યાવાળા શહેરોમાં ‘એન્જિન પ્રોટેક્શન’ ખૂબ જ જરૂરી છે, કારણ કે સામાન્ય પોલિસી પાણી ભરાવાથી થતા એન્જિનના નુકસાનને આવરી લેતી નથી. આ ઉપરાંત, કારની ચોરી કે સંપૂર્ણ નુકસાનના કિસ્સામાં ઓન-રોડ પ્રાઇઝ અને IDV વચ્ચેના તફાવતને પૂરવા માટે ‘રિટર્ન ટુ ઇન્વોઇસ’ પણ ધ્યાનમાં રાખી શકાય.

- Advertisement -

insurance 135.jpg

ટાળવાની સામાન્ય ભૂલો:

  • કોઈપણ સરખામણી વગર ડીલરની બંડલ પોલિસી સ્વીકારી લેવી.

  • પ્રીમિયમ ઘટાડવા માટે IDV જાણી જોઈને ઓછી રાખવી.

  • કારમાં લગાડેલી વધારાની એસેસરીઝ કે સીએનજી કિટની માહિતી ન આપવી.

  • નોમિની, હાઇપોથિકેશન (લોક વાળી વિગત) કે ચેસિસ નંબરમાં ભૂલો કરવી.

સમયનું પણ ખૂબ મહત્વ છે. કારની ડિલિવરીના દિવસે દોડધામ કરવા કરતાં વાહનની વિગતો હાથમાં આવતા જ વીમાની સરખામણી શરૂ કરી દેવી હિતાવહ છે, કારણ કે કારની ડિલિવરી થાય તે પહેલાં પોલિસી સક્રિય હોવી જરૂરી છે.

Share This Article
Halima Shaikh is a talented Gujarati content writer at Satya Day News, known for her clear and compelling storytelling in the Gujarati language. She covers a wide range of topics including social issues, current events, and community stories with a focus on accuracy and cultural relevance. With a deep connection to Gujarati readers, Halima strives to present news that is informative, trustworthy, and easy to understand. Follow Halima Shaikh on Satya Day News for timely updates and meaningful content — all in your own language.