Valsad: જુઓ વલસાડ જર્નાલિસ્ટ ટ્રસ્ટની સંપૂર્ણ ટીમ: ગુલઝારભાઈ ખાન પ્રમુખ જ્યારે રાજેશભાઈ ભાનુશાલી અને મેહુલભાઈ પટેલ બન્યા ઉપપ્રમુખ

By
Satya Day
Satya Day is a dedicated contributor at Satya Day News, delivering timely, factual, and insightful news updates across various categories including politics, current affairs, social issues,...
2 Min Read

Valsad વલસાડ જર્નાલિસ્ટ ચેરીટેબલ ટ્રસ્ટના નવા હોદ્દેદારોની સર્વાનુમતે વરણી: પ્રમુખ તરીકે ગુલઝારભાઈ ખાન અને ઉપપ્રમુખ તરીકે રાજેશભાઈ ભાનુશાલી તથા મેહુલભાઈ પટેલની પસંદગી

Valsad વલસાડ શહેરમાં કાર્યરત પત્રકારોના હિત, સુરક્ષા અને સર્વાંગી કલ્યાણ અર્થે કાર્યરત પ્રમુખ પત્રકાર સંગઠન, જે અગાઉ ‘વલસાડ મીડિયા એસોસિએશન’ તરીકે ઓળખાતું હતું, તેણે સત્તાવાર નોંધણી સાથે એક નવો જ ઈતિહાસ રચ્યો છે. આ સંગઠનની હવે સત્તાવાર રીતે ‘વલસાડ જર્નાલિસ્ટ ચેરીટેબલ ટ્રસ્ટ’ તરીકે નોંધણી સંપન્ન થઈ ગઈ છે.

Valsad Journalist Charitable Trust.jpg

- Advertisement -

ટ્રસ્ટની આ કાનૂની નોંધણી પ્રક્રિયા સફળતાપૂર્વક પૂર્ણ થયા બાદ આજરોજ વલસાડ ખાતે ટ્રસ્ટીઓ અને જિલ્લાના અગ્રણી પત્રકાર મિત્રોની એક અત્યંત મહત્વપૂર્ણ અને ખાસ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં ઉપસ્થિત તમામ સભ્યોની સર્વસંમતિ અને બિનહરીફ રીતે ટ્રસ્ટના સત્તાવાર હોદ્દેદારોની નિમણૂક કરવામાં આવી હતી.

નવી કારોબારી સમિતિના હોદ્દેદારોની વિગતવાર વરણી

Divyesh Pandey.jpg

- Advertisement -

બેઠકમાં સંસ્થાપક ટ્રસ્ટી શ્રી દિવ્યેશભાઈ પાંડે (તંત્રી,વલસાડ ટુડે),

Gulzar Khan.jpg

પ્રમુખ: શ્રી ગુલઝારભાઈ ખાન (ચેરમેન, સત્ય મીડિયા ગ્રૂપ) 

- Advertisement -

Ilyas Malek.jpg

ટ્રસ્ટી શ્રી ઇલ્યાસભાઈ મલેક ‘મામૂ’ (તંત્રી, વિશ્વાસ ટુડે)

ટ્રસ્ટી શ્રી રાજેશભાઈ ભાનુશાલી રાજાભાઈ(ડાયરેક્ટર, TV 13 ન્યુઝ ચેનલ / તંત્રી, વલસાડ ભૂમિ),ટ્રસ્ટી શ્રી મયુરભાઈ જોષી (બ્યુરો ચીફ, મંતવ્ય ન્યૂઝ – વલસાડ જિલ્લો)

Nirav Pitroda.jpg

ટ્રસ્ટ શ્રી નીરવભાઈ પિત્રોડા (તંત્રીશ્રી, વલસાડ લાઈવ) સહિત ઉપસ્થિત અન્ય સભ્યોની ઉપસ્થિતિમાં નીચે મુજબના હોદ્દેદારોની બિનહરીફ વરણી કરવામાં આવી હતી

Rajesh Bhanushali.jpg

ઉપપ્રમુખ: શ્રી રાજેશભાઈ ભાનુશાલી (ડાયરેક્ટર, TV 13 ન્યુઝ / તંત્રી, વલસાડ ભૂમિ)

Mehul patel.jpg

ઉપપ્રમુખ: શ્રી મેહુલભાઈ પટેલ (બ્યુરો ચીફ, દિવ્ય ભાસ્કર – વલસાડ)

Mayur Joshi.jpg

ખજાનચી: શ્રી મયુરભાઈ જોષી (બ્યુરો ચીફ, મંતવ્ય ન્યૂઝ – વલસાડ)

Nilima patel.jpg

મંત્રી: શ્રીમતી નીલિમાબેન પટેલ (તંત્રી, ગોલ્ડન ન્યુઝ)

ronakbhai dang.jpg

મંત્રી: શ્રી રોનકભાઈ ડાંગ (વાપી ટુ તાપી અખબાર)

Tushar Panchal.jpg

સહમંત્રી: શ્રી તુષારભાઈ પંચાલ (તંત્રી, વલસાડ બુલેટિન)

Valsad નવા વરાયેલા હોદ્દેદારોની જાહેરાત થતાં જ ઉપસ્થિત તમામ પત્રકાર મિત્રોએ તાળીઓના ગડગડાટ સાથે નિમણૂકોને હર્ષભેર વધાવી લીધી હતી અને શુભેચ્છાઓ પાઠવી હતી.

આ પ્રસંગે ટ્રસ્ટના ટ્રસ્ટી, ઉપપ્રમુખ અને પ્રવક્તા શ્રી રાજેશભાઈ ભાનુશાલી (રાજાભાઈ) એ જણાવ્યું હતું કે, આ ટ્રસ્ટ માત્ર એક સંગઠન પૂરતું સીમિત ન રહેતાં આગામી દિવસોમાં પત્રકારોના હકો, તેમના પરિવારોની સુરક્ષા અને કલ્યાણકારી યોજનાઓ માટે સક્રિય ભૂમિકા ભજવશે. આ સાથે જ લોકસેવા, સમાજ સેવા અને રચનાત્મક પ્રવૃત્તિઓ થકી સમાજમાં એક સકારાત્મક યોગદાન આપશે તેમજ પત્રકાર એકતાને વધુ સુદ્રઢ બનાવવા સતત કાર્યરત રહેશે

Share This Article
Satya Day is a dedicated contributor at Satya Day News, delivering timely, factual, and insightful news updates across various categories including politics, current affairs, social issues, and regional developments. With a passion for truth and responsible journalism, Satya Day ensures that every story reflects accuracy, neutrality, and public relevance. Stay connected with Satya Day for news that matters.