Private Tuition by Teachers: શિક્ષકો હવે ખાનગી ટ્યુશન આપશે તો થશે કડક કાર્યવાહી

Arati Parmar
2 Min Read

Private Tuition by Teachers: ખાનગી ટ્યુશન ચલાવતા શિક્ષકો સામે DEOની તાત્કાલિક કાર્યવાહી

Private Tuition by Teachers: અમદાવાદ શહેર અને આસપાસના વિસ્તારોમાં સરકારી તથા ગ્રાન્ટેડ અને નોન-ગ્રાન્ટેડ શાળાઓના કેટલાક શિક્ષકો દ્વારા ખાનગી ટ્યુશન ક્લાસ ચલાવવાના મામલે હવે શિક્ષણ વિભાગ સખ્ત બન્યું છે. અમદાવાદ ગ્રામ્ય જિલ્લાના શિક્ષણ અધિકારી (DEO)ને મળેલી લેખિત ફરિયાદને પગલે ત્વરિત તપાસ શરૂ કરવામાં આવી હતી, જેના આધારે કુલ 11 શિક્ષકોને સ્કૂલે ઘરભેગા કર્યા છે.

વિદ્યાર્થીઓ પર દબાણ કરીને ટ્યુશનમાં ફરજિયાત ભરતીની ફરિયાદ

DEO કચેરીને મળેલી ફરિયાદ અનુસાર કેટલાક શિક્ષકો તેમના શાળાના વિદ્યાર્થીઓને જ દબાણ કરીને પોતાને ચાલતી ખાનગી ટ્યુશન ક્લાસમાં દાખલ થવા મજબૂર કરતા હતા. શિક્ષણ વિભાગે આ મામલે ગંભીરતા દાખવી તપાસ માટે અલગ-અલગ ટીમો બનાવી, જે સ્કૂલોમાં આવી પ્રવૃત્તિ ચાલી રહી હતી ત્યાં સીધી જ તપાસ હાથ ધરવામાં આવી.

Private Tuition by Teachers

આ શાળાના શિક્ષકો સામે પગલાં લેવાયા

તપાસમાં જણાયેલા શિક્ષકો નીચેની શાળાઓમાં કાર્યરત હતા:

એસ.એસ. ડિવાઇન સ્કૂલ

અંબિકા સ્કૂલ

તિરુપતિ સ્કૂલ

સ્વામિનારાયણ સ્કૂલ

સુપર ઇંગ્લિશ સ્કૂલ

કે. આર. રાવલ સ્કૂલ

શાળાના સંચાલકોએ DEOની સૂચના મુજબ આ તમામ 11 શિક્ષકોને તાત્કાલિક અસરથી દૂર કર્યા છે.

Private Tuition by Teachers

DEO કૃપા જહાનું નિવેદન: “હવે વધુ શિક્ષકો સામે પણ થઈ શકે છે કાર્યવાહી

જિલ્લા શિક્ષણ અધિકારી કૃપા જહાએ જણાવ્યું કે, “શિક્ષકોના નામ સાથે મળેલી ફરિયાદોને ગંભીરતાપૂર્વક લઈ જરૂરી તપાસ હાથ ધરવામાં આવી હતી. સ્કૂલ સંચાલકોએ પોતે જ શિક્ષકોને કામગીરીમાંથી દૂર કર્યા છે. આવનારા દિવસોમાં પણ આવી ચકાસણી અને કાર્યવાહી ચાલુ રહેશે.”

શિક્ષણ વ્યવસ્થાની શુદ્ધતામાં સરકાર સચેત

આ સમગ્ર ઘટના શિક્ષણ વ્યવસ્થા અને વિદ્યાર્થીઓના હિત માટે લેવાયેલું મહત્વપૂર્ણ પગલું છે. હવે શાળાના પેરામિટરમાં રહીને શિક્ષકોએ માત્ર શૈક્ષણિક ફરજ બજાવવી જરૂરી બની છે. જો કોઈ શિક્ષક નિયમોના વિરુદ્ધ જઈ ખાનગી ટ્યુશન આપતા હોય, તો તેમના માટે આવી કડક કાર્યવાહી હજુ પણ થઈ શકે છે.

Share This Article