અમદાવાદ: સત્તાનો દુરુપયોગ અને કરોડોની ‘કટકી’: IAS અધિકારીઓ શંકાના ઘેરામાં

By
Halima Shaikh
Halima Shaikh is a talented Gujarati content writer at Satya Day News, known for her clear and compelling storytelling in the Gujarati language. She covers a...
11 Min Read

ગુજરાતનું જમીન કૌભાંડ: સુરેન્દ્રનગરથી હીરાસર સુધી ભ્રષ્ટાચારનું જાળ

અમદાવાદ: રૂ.1500 કરોડના જમીન સંપાદન કેસ મામલે ‎‎કલેક્ટર ડો.રાજેન્દ્ર કુમાર એમ. પટેલ અને નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરીના ઘરે દરોડા પાડ્યા હતા.

બાદમાં આ કેસનો રેલો ‎‎કલેક્ટરના પીએ રવિરાજસિંહ ઝાલા, હાઈ કોર્ટના એક વકીલ અને ‎‎ક્લાર્ક મયુરસિંહ ગોહિલ સુધી પહોંચ્યો હતો. નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરીની ધરપકડ કરી છે. ઈડીની ટીમ દ્વારા તેને અમદાવાદ ગ્રામ્ય કોર્ટ સ્થિત વિશેષ અદાલતમાં રજૂ કરવામાં આવ્યા છે.

- Advertisement -

મળતી માહિતી મુજબ, ગઈકાલે સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર રાજેન્દ્ર પટેલ અને નાયબ મામલતદા૨ ચંદ્રસિંહ મોરીને ત્યાં વહેલી સવારથી ઈડીના દરોડા પડ્યા હતા.
તપાસ વઢવાણ અને સુરેન્દ્રનગર એમ બે અલગ-અલગ સ્થળોએ ચાલી હતી.

WhatsApp Image 2025 12 29 at 11.41.42 AM.jpeg

- Advertisement -

સતત 14 કલાક સુધી કલેક્ટરના નિવાસ્થાને સર્ચ ઓપરેશન ચાલ્યું હતું.

કલેક્ટરે સત્તા‎‎ સંભાળ્યા બાદ નળ સરોવર, ‎‎ધ્રાંગધ્રાના માલવાણ, લખતરના ‎‎તલસાણા અને પાટડીમાં સોલાર ‎પ્લાન્ટમાં મોટાપાયે થયેલી જમીન સંપાદનનો મુદ્દો‎ ચર્ચામાં આવ્યો છે.
કલેક્ટર જે ફાઇલનો વહિવટ‎ કરવાનો હોય તે ઘરે લઇ જતા હતા.

‎કલેક્ટરના બંગલામાંથી 100 ફાઇલ જપ્ત કરાઇ છે.‎ ઈડીની ટીમે 1500 ‎કરોડના જમીન સંપાદનમાં કટકીમાં કલેક્ટર રાજેન્દ્રકુમાર એમ.પટેલ
કલેક્ટરના નામે અમદાવાદમાં ફ્લેટ અન્ય સ્થળે પાંચ કરોડની જમીન

- Advertisement -

પટેલના મોસાળ‎ વિરમગામના ડુમાણા અને વતન માંડલના ટેન્ટમાં‎ અંદાજે 70થી 75 વીઘા જેટલી જમીન ઓનલાઇન ‎સરકારી એપ્લીકેશનમાં તેમના ‎નામે જોવા મળી હતી.

અમદાવાદમાં ફ્લેટ,‎ અન્ય સ્થળે પાંચ કરોડની જમીન છે.‎‎ ‎વર્ષ 2015ની આઈએએસ બેચમાં પાસ ‎થયેલા ડો.રાજેન્દ્રકુમાર એમ. પટેલે ‎હિંમતનગર, સુરત બાદ ‎ફેબ્રુઆરીમાં સુરેન્દ્રનગર કલેક્ટર ‎પદે આવ્યા હતા.

ચોટીલા

સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલામાં સરકારી જમીનમાં દબાણ અને તેને ભાડે આપી ભરત ખાચરે સરકારી જમીન પર ગેરકાયદેસર રીતે ઠંડાપીણાનું ગોડાઉન હતું. મહિને રૂ. 12,000 વસૂલતો હતો.

મંડળી ગોટાળો

એક મહિના પહેલાં હળવદના કોયબા, સુંદરીભાવાની અને ઘનશ્યામપુરમાં સરકારે સમૂહખેતી માટે આપેલી ત્રણ ગામની રૂ. 30 કરોડની 344 વીઘા જમીન કૌભાંડ. 9 સામે ફરિયાદ, 4ની ધરપકડ કરી. બોગસ કાગળ અને પુરાવા ઉભા કરીને જમીન નામે કરી હતી.

કે રાજેશ

સુરતમાં DDO અને સુરેન્દ્રનગરમાં કલેક્ટર તરીકે ફરજ બજાવી ચૂકેલા IAS કનકપતિ રાજેશ પર જમીન સોદા કૌભાંડમાં ભ્રષ્ટાચાર અને સત્તાના દૂરપયોગનો આરોપ લાગ્યો છે. 2017માં શ્રેષ્ઠ કલેક્ટરનો એવોર્ડ પણ જીતી ચૂક્યા છે.
માર્ચ 2025માં સુરેન્દ્રનગર જિલ્લામાં વીડી જમીન કૌભાંડ 2021 બહાર આવ્યું હતું.
સી.બી.આઈ. અધિકારી

પૂર્વ કલેકટર કે. રાજેશ ના ભ્રષ્ટાચારની ફરિયાદ મથુરભાઈ સાકરીયાએ કરી હતી.
ચોટીલા તાલુકાનાં અનેક વીડી જમીન કૌભાંડમાં એક સમયે રાજ્ય કક્ષાએ ગાજ્યા હતા, કેટલાક કૌભાંડ બોગસ હુકમનાં આધારે કરોડનાં કિંમતની જમીન જમીન માફિયાઓએ મની અને મસલ્સ પાવરના જોરે પડાવી લે છે.

960 વીઘા

બે મહિના પહેલાં સુરેન્દ્રનગરના ચોટીલામાં પાનવામાં 33 સરવે નંબર 960 વિઘા ગૌચર જમીન પચાવવાનો કૌભાંડ – ગ્રામજનોની હાઈકોર્ટ સુધીની લડત કંપનીને આપી દીધી હતી.

344 વીઘા

હળવદના કોયબામાં 344 વીઘા જમીનનું રૂ. 30 કરોડનું જમીન કૌભાંડ

200 એકર

11 વર્ષ પહેલાં વઢવાણ-કોઠારીયા રોડ પર કોઠારીયાની 200 એકરનું જમીન કૌભાંડ થયું. ઝાલાવાડમાં નર્મદા કેનાલના વિશાળ નેટવર્કને લીધે જમીનના ભાવો આસમાને પહોંચ્યા છે. સર્વે નં. 1434 આશરે 170 એકર જમીનનો દસ્તાવેજ થયો હતો.

વઢવાણ

વઢવાણ પાલીકા વિસ્તારમાં 80 ફૂટ રોડ ભક્તિનંદન સર્કલ પાસે સોનાની લગડી સમાન 3 હજાર વાર સરકારી જમીન છે. આ જમીનની બજાર કિંમત કરોડોમાં આંકવામાં આવે છે. જે સરકારી જમીન વઢવાણ પાલીકાએ ખાનગી સંસ્થાને પાણીના ભાવે ફાળવી દીધી હોવાથી. પાલિકાના પૂર્વ પ્રમુખ દ્વારા તેનો વિરોધ કરવામાં આવ્યો છે.
સંઘની સંસ્થાને આપી દેવા માટે ઠરાવ થયા.

ખારી જમીન

સુરેન્દ્રનગરમાં ખારી જમીન વધારે છે.

ગુજરાતમાં ખારી અને ક્ષારગ્રસ્ત 58.41 લાખ હેક્ટર જમીન ક્ષારવાળી થઈ ગઈ છે. જે 2050 સુધીમાં વધીને 90 લાખથી 1.20 કરોડ હેક્ટર થઈ શકે છે. જેમાં ખેતી લાયક જમીન 1.10 કરોડ હેક્ટર છે. જેમાં 14 ટકા જમીન ખારી છે તે 40-42 ટકા જમીન ખારી કે ખારાશ ધરાવતાં પાણી વાળી થઈ શકે છે.

ગુજરાતમાં 13.80 ટકા જમીન ઉજ્જડ અને વેરાન છે. કચ્છ જિલ્લામાં રણના કારણે 36.92 ટકા આવી જમીન છે. નાના રણના કારણે સુરેન્દ્રનગરમાં 89 હજાર હેક્ટર જમીન ઉજ્જડ છે.

GUJARAT .jpg

હીરાસર જમીન કૌભાંડ

રાજકોટનું નવું હવાઈ મથક 35 કિલોમીટર દૂર અમદાવાદ રાષ્ટ્રીય ધોરી માર્ગ પર બનાવવામાં આવ્યું છે. બનાવવા માટે 4 લાખ ચોરસ મીટર જમીન સંપાદન કરાઈ છે. હિરાસર ગામના ગામની 17 સરવે નંબર છે. સુરેન્દ્રનગરના ચોટીલા તાલુકાના ગારીડા અને ડોસલીઘુ ગામોની જમીન છે.

528 હેક્ટર સરકારી જમીન ખાનગી વ્યક્તિને આપીને રૂપાણી રાજમાં 2018માં 5 હજાર કરોડનું જમીન કૌભાંડ કર્યું હોવાના આરોપ હતા.
હીરાસર હવાઈ મથક પાસે ગુજરાતનું સૌથી મોટું જમીન કૌભાંડ થયું છે. ગુજરાતની રૂપાણી સરકારમાં સૌથી મોટું 800 એકર સરકારી જમીન કૌભાંડ બહાર આવ્યું હતું. રૂ.200 કરોડની જમીન માત્ર રૂ.11 કરોડમાં આપી દીધી હતી. આમ બે કૌભાંડ થયું છે. હીરાસર પાસે બીજું એક જમીન કૌભાંડ થયું તેમાં રૂપાણી અને ચંડાળ ચોકડીનું નામ બહાર આવ્યું હતું.

52 દિવસથી ભાગતાં સુરેન્દ્રનગરના તત્કાલીન નિવાસી અધિક કલેક્ટર ચન્દ્રકાન્ત જી. પંડ્યાની ધરપકડ કરી હતી. ચોટીલાના તત્કાલીન નાયબ કલેક્ટર વી. ઝેડ. ચૌહાણ અને ઇન્ચાર્જ મામલતદાર જે. એલ. ઘાડવીને તાત્કાલિક અસરથી ફરજમોકૂફ કર્યા હતા.

ગેરરીતિમાં સંડોવાયેલા આ અધિકારીઓ ચંદ્રકાન્ત પંડયા ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ લી.માં જનરલ મેનેજર તરીકે અને વી. ઝેડ ચૌહાણ પોરબંદરમાં નાયબ જિલ્લા વિકાસ અધિકારી તરીકે ફરજ પર હતા.
પંડ્યાએ તેની પુત્રીઓ અને ધર્મની ભાણીના નામે અમદાવાદ, વડોદરા અને રાજકોટ શહેરમાં 4.30 કરોડની મિલકત વસાવી હતી.
ભ્રષ્ટાચાર થકી મેળવેલા કરોડો રૂપિયામાંથી 70 લાખ રૂપિયા યુકે મોકલાયા હતા.

બામણબોર અને જીવાપર ગામની ફાજલ સરકારી જમીન જે ખેત જમીન ટોચ મર્યાદા એ.એલ.સી.નું ખોટું અર્થઘટન કરીને ખાનગી વ્યક્તિ નામે કરી દીધી હતી. એસીબીમાં ફરિયાદ નોંધાવી હતી. સરકારને રૂ.3.23 કરોડનું નાણાકીય નુકસાન કર્યો હતો. 17 વર્ષ બાદ ફરીથી કેસ ચલાવી સુપ્રીમ કોર્ટના આદેશનું અવમાન કર્યું હતું.

જીવાપર ગામની આ જમીનનો ભાવ રૂ.280 કરોડ હતો. એરપોર્ટ બની જતાં તેનો 10 ગણો ભાવ થઈ ગયો છે.

બામણબોરની જમીન ફાજલ જાહેર કરીને 528 એકર જમીન અંગે વડી અદાલતના આદેશનું ખોટું અર્થઘટન કરીને ત્રણ હુકમ કરી દીધા હતા. ત્યાં નજીકમાં જ રાજકોટનું એરપોર્ટ બનવાનું હતું.

2017માં 528 એકર જમીન ટોચ મર્યાદા ધારા હેઠળ સુપ્રીમ કોર્ટમાંથી રિમાન્ડ થઈને આવ્યા બાદ તત્કાલીન ચોટીલા મામલતદારે આ કેસ ચલાવી જે ચુકાદા આપી 528 એકર જમીન ગીરાસદારને આપી દીધી હતી. જમીન ટોચ મર્યાદા ધારા હેઠળ 54 એકરથી વધું જમીન રાખી શકાતી નથી. તેમ છતાં ખાચર પાસે 528 એકર જમીન કઈ રીતે રહી હશે એ તપાસનો વિષય છે.

ઘુડખર

ઘૂડખર અભયારણ્યની 4.95 લાખ હેક્ટર જમીન છે. 6 થી 7 હજાર અગરીયાઓ 10-10 એકરમાં મીઠું પકવવાની પરવાનગી આપે તો પણ તે કુલ જમીનનો માત્ર 6% હિસ્સો થાય છે.
સોલાર અને પવન ઉર્જા માટે શ્રેષ્ઠ છે.

497 અગરીયાઓના હક્કોને માન્ય રાખ્યા છે. 6 થી 7 હજાર અગરીયાઓ 10-10 એકરમાં મીઠું પકવવાની પરવાનગી આપે તો પણ તે કુલ જમીનનો માત્ર 6% હિસ્સો થાય છે.તેથી 7 હજાર અગરીયાયાઓ બેકાર બની જશે.

રાજ્યના 13 જિલ્લાઓમાં પાંચ ટકા કરતાં પણ ઓછો જંગલ વિસ્તાર છે. સુરેન્દ્રનગરમાં જંગલ વિસ્તાર ઝડપથી ઘટી રહ્યો છે.

મોદી સરકારની જમીનો

  • મોદી વડાપ્રધાન થયા ત્યાર પછી ગુજરાતમાં જમીનની જરૂરિયાત
  • સેઝ, સર, પોર્ટ સિટી, ઉદ્યોગ માટે 3 લાખ હેક્ટર જમીન સંપાદન કરવી પડી છે.
  • 1 લાખ 30 હજાર હેક્ટર જમીન 13 સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રિજિયન – સર માટે
  • 4 લાખ ઉદ્યોગો છે. દર 2 વર્ષે 17થી 20 હજાર નવા ઉદ્યોગો માટે એમઓયુ થાય છે.
  • 60 સ્પેશિયલ ઇકોનોમિક ઝોનમાં 33 હજાર હેક્ટર જમીન ગઈ છે.
  • 2009 સુધીમાં 265 જીઆઇડીસીમાં 33 હજાર હેકટર જમીન ગઈ હતી.
  • 2013થી 50 હજાર હેક્ટર જમીન ઉદ્યોગોમાં ગઈ હોવાની ધારણા છે.
  • 2003થી 2009 સુધીમાં 40 હજાર હેકટર જમીન ઉદ્યોગોમાં ગઈ છે.
  • 2013 સુધીના 5 વર્ષમાં 15 હજાર હેકટર જમીન 373 કંપનીઓને આપવામાં આવી હતી.
  • 2020માં ઉદ્યોગોને 1 લાખ 7 હજાર હેકટર જમીન ફાળવવાનું નક્કી કર્યું હતું.
  • ભરૂચ પાસેનો પીસીપીઆઇઆર 45300 હેકટર.
  • ધોલેરાનું સર 35 હજાર હેકટર.
  • ચાંગોદરમાં 32250 હેકટર

પોર્ટસિટી

  • પોર્ટ સિટી પીપાવાવમાં 15 હજાર હેકટર,
  • હજીરામાં 20 હજાર હેકટર,
  • મુંદ્રામાં 13500 હેકટર
  • નવલખીમાં 17500 હેકટર
  • ગાંધીનગર ગિફ્ટ સિટીમાં 225 હેકટર

16 વર્ષમાં જમીનોના પ્રકારમાં ફેરફાર હેક્ટર

  • પ્રકાર 2006-07 – 2022-23
  • જંગલ 18,33,400 – 20,58,300
  • વેરાન 25,95,000 – 20,77,600
  • બિનખેતી 11,63,200 – 15,19,800
  • પડતર ખેતી 19,75,800 – 17,66,200
  • ગૌચર 8,52,500 – 7,86,800
  • ચાલુ પડતર 6,22,700 – 6,60,900
  • અન્ય પડતર 1,92,000 – 1,83,600
  • ખેતી વાવેતર 97,44,900 – 97,48,500
  • ગુજરાત 1,88,10,200 – 1,88,10,200

મોદીના 16 વર્ષના શાસનમાં જમીનના ઉપયોગમાં ફેરફાર

  • જંગલમાં વધારો 2,24,900 હેક્ટર થયો હોવાનો દાવો કરે છે. જે મોટા ભાગે ચેરના જંગલો હોઈ શકે છે.
  • વેરાન જમીનમાં 5 લાખ હેક્ટરનો ઘટાડો થયો છે, જે ઉદ્યોગોને આપી છે.
  • બિનખેતીની જમીનમાં વધારો 3,56,600 જે ઉદ્યોગોને આપી કાંતો શહેરોને આપી છે.
  • પડતર જમીન 2,09,600 ઓછી થઈ છે. જે ખેતી, ઉદ્યોગ અને ગૌચરમાં આપી છે.
  • ચાલુ પડતર જમીન 38 હજાર હેક્ટર જમીન વધી છે. જે ખારી થઈ હોઈ શકે છે.
  • અન્ય પડતર જમીન 10 હજાર હેક્ટર જમીન ઓછી થઈ તે ઉદ્યોગોને આપી છે.
  • ખેતીની વાવેતર જમીન 4 હજાર હેક્ટર વધી છે તે, પડતર કે વેરાન જમીનમાંથી આપી હોઈ શકે છે.
  • ગૌચરની 65,700 જમીન ઓછી થઈ છે. જે ઉદ્યોગોને આપી અથવા દબાણ છે.
  • બે વર્ષમાં 18 લાખ ચોરસ મીટર ગૌચરની જમીન ઉદ્યોગોને વેચી દેવામાં આવી છે.

માર્ગ અને મકાનો બનાવવા માટે 11 લાખ હેક્ટર જમીન 16 વર્ષમાં જતી રહી હોવાનું જોઈ શકાય છે. કચ્છનું રણ જે રીતે અપાઈ રહ્યું છે તે જોતા 16 લાખ હેક્ટર જમીન ઉદ્યોગ પાસે જતી રહેશે. આમ દર વર્ષે 1 લાખ હેક્ટર (2.48 લાખ એકર) જમીન ઉદ્યોગોમાં જઈ રહી છે. વર્ષે 1 લાખ હેક્ટર જમીન ઉદ્યોગ કે કંપનીઓના ગોળામાં સરકી રહી છે. આમ 1 હજાર ચોરસ કીલોમીટર જમીન ઉદ્યોગપતિઓ પાસે સરકી ગઈ છે.

Share This Article
Halima Shaikh is a talented Gujarati content writer at Satya Day News, known for her clear and compelling storytelling in the Gujarati language. She covers a wide range of topics including social issues, current events, and community stories with a focus on accuracy and cultural relevance. With a deep connection to Gujarati readers, Halima strives to present news that is informative, trustworthy, and easy to understand. Follow Halima Shaikh on Satya Day News for timely updates and meaningful content — all in your own language.