ભીંડાના ઉત્પાદનમાં ગુજરાત દેશમાં મોખરે, કચ્છ અને સૌરાષ્ટ્રના ખેડૂતોએ કરી કમાલ!

By
Arati Parmar
Arati Parmar is a dedicated content writer at Satya Day News, known for delivering impactful news and stories in the Gujarati language. With a deep understanding...
2 Min Read

૨૦૨૬માં વાઈબ્રન્ટ રિજનલ કોન્ફરન્સ પૂર્વે ખેડૂતોએ સર્જ્યો ઈતિહાસ

પ્રગતિશીલ નીતિઓ અને આધુનિક ખેતી પદ્ધતિઓના કારણે ગુજરાતનું બાગાયત ક્ષેત્ર રાજ્યના કૃષિ વિકાસનું શક્તિશાળી એન્જિન બન્યું છે. ખાસ કરીને ભીંડાના ઉત્પાદનમાં ગુજરાતે સમગ્ર દેશમાં ડંકો વગાડ્યો છે. વર્ષ ૨૦૨૬માં રાજકોટ ખાતે યોજાનારી વાઈબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ (VGRC) પૂર્વે આ સફળતા રાજ્ય માટે ગૌરવની વાત છે.

ભીંડાના વાવેતર અને ઉત્પાદનમાં ગુજરાત દેશમાં નંબર-૧

બાગાયત નિયામકના જણાવ્યા અનુસાર, વર્ષ ૨૦૨૩-૨૪ દરમિયાન ભીંડાના વાવેતર વિસ્તાર અને કુલ ઉત્પાદનમાં ગુજરાત સમગ્ર દેશમાં પ્રથમ સ્થાને રહ્યું છે. રાજ્યમાં અંદાજે ૯૩,૯૫૫ હેક્ટર વિસ્તારમાં ભીંડાનું વાવેતર થયું હતું, જેના પરિણામે ૧૧.૬૮ લાખ ટન ઉત્પાદન નોંધાયું હતું.

આ સિદ્ધિમાં કચ્છ-સૌરાષ્ટ્ર ક્ષેત્રનો ફાળો ખૂબ જ મહત્વનો છે. રાજ્યના કુલ ભીંડાના વાવેતર વિસ્તારનો ૧૫ ટકા અને ઉત્પાદનનો ૧૩ ટકા હિસ્સો આ ક્ષેત્રમાંથી આવે છે. વર્ષ ૨૦૨૪-૨૫ દરમિયાન કચ્છ-સૌરાષ્ટ્રના ૧૨ જિલ્લાઓમાં ૧૪,૦૦૦ હેક્ટર વિસ્તારમાં ૧.૫ લાખ ટન ભીંડાનું ઉત્પાદન થયું છે.

- Advertisement -

Gujarat Lady Finger Production 1.png

શાકભાજી ઉત્પાદનમાં ગુજરાતની હરણફાળ

વર્ષ ૨૦૨૪-૨૫ દરમિયાન ભારતના કુલ શાકભાજી ઉત્પાદનમાં ગુજરાતનો હિસ્સો ૭.૬૬ ટકા રહ્યો છે. તે જ સમયગાળામાં માત્ર કચ્છ-સૌરાષ્ટ્ર ક્ષેત્રે ૨,૩૨,૫૮૪ હેક્ટર વિસ્તારમાં ખેતી કરી ૪૭.૯૧ લાખ મેટ્રિક ટન શાકભાજીનું ઉત્પાદન મેળવ્યું છે. ખેડૂતોની વધતી કાર્યક્ષમતાને કારણે પ્રતિ હેક્ટર ૨૦.૬૦ મેટ્રિક ટન ઉત્પાદકતા હાંસલ થઈ છે.

- Advertisement -

સરકારી યોજનાઓ બની આશીર્વાદરૂપ

ગુજરાત સરકાર બાગાયત વિભાગ દ્વારા NHM (નેશનલ હોર્ટિકલ્ચર મિશન) જેવી અનેક યોજનાઓ અમલમાં મૂકી રહી છે. જેના હેઠળ હાઈટેક બાગાયત, પોલીહાઉસ, પેકહાઉસ અને કોલ્ડ ચેઈન ઈન્ફ્રાસ્ટ્રક્ચર માટે ખેડૂતો અને FPO ને સબસિડી આપવામાં આવે છે. આ પ્રોત્સાહક નીતિઓના કારણે આજે બાગાયતી પાકો ગુજરાતના કુલ કૃષિ વિસ્તારના ૨૦ ટકા ભાગમાં લહેરાઈ રહ્યા છે.

Gujarat Lady Finger Production 2.png

VGRC ૨૦૨૬: વિકાસનું નવું પ્લેટફોર્મ

જાન્યુઆરી-૨૦૨૬ના બીજા સપ્તાહમાં રાજકોટ ખાતે ‘વાઈબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ’નું આયોજન થશે. આ સંમેલન દ્વારા કચ્છ-સૌરાષ્ટ્રની કૃષિ અને બાગાયત ક્ષેત્રની સિદ્ધિઓને વૈશ્વિક સ્તરે રજૂ કરવામાં આવશે. આ પ્લેટફોર્મ દેશ-વિદેશના નિષ્ણાતો અને રોકાણકારોને એકસાથે લાવશે, જે આ ક્ષેત્રના વિકાસ માટે નવા દ્વાર ખોલશે.

- Advertisement -
Share This Article
Arati Parmar is a dedicated content writer at Satya Day News, known for delivering impactful news and stories in the Gujarati language. With a deep understanding of regional culture, social issues, and current events, she brings clarity, authenticity, and relevance to every piece she writes. Arati is committed to presenting factual and reader-friendly news content that resonates with the Gujarati-speaking audience. Follow her for trusted local news, thoughtful insights, and culturally rooted reporting — all in your language.