ધરમપુરના આંબાતલાટ ખાતે રકતદાન શિબિર યોજાઇ, ૨૧ બોટલ રકત એકત્ર કરાયું

1 Min Read

ધરમપુર તાલુકાના આંબાતલાટ ખાતે પ્રથમવાર વલસાડ રકતદાન કેન્દ્રના સહયોગથી રકતદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.

બાવીસા કુળ પરિવાર, રેમ્બો વોરિયર્સ ગૃપ ધરમપુર, ગ્રામ પંચાયત અને બજરંગ યુવક મંડળ આયોજિત આ રકતદાન શિબિરમાં ૨૧ બોટલ રકત એકત્ર કરવામાં આવ્યું હતું.

રકતદાતાઓને લેપટોપ બેગ અને પાણીની બોટલ અને તુલસીનો છોડ આપીને પ્રોત્સાહિક કરાયા હતા. રકતદાન શિબિરમાં સરપંચ શ્રીમતી નીરૂબેન ચૌધરી, કાર્યપાલક ઇજનેર શ્રી મનિષ પટેલ, હિસાબી અધિકારી શ્રી મનિષ પટેલ, સહાયક માહિતી નિયામક શ્રી ઉમેશ બાવીસા, નવસારી જિલ્લા પંચાયતના સિંચાઈ સમિતિના અધ્યક્ષ શ્રી પરિમલભાઈ પટેલ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.

- Advertisement -

IMG 20260202 WA0004

આ પ્રસંગે રેમ્બો વોરિયર્સ ધરમપુરના શ્રી શંકરભાઇ સહિત તેમની ટીમ, બાવીસા કુળ પરિવારના આગેવાનોએ રકતદાનનું મહત્વ સમજાવી, રકતદાન શા માટે જરૂરી છે તેની સમજ આપી હતી. રકતદાન શિબિર સાથે બાવીસા કુળના આગેવાનોની બેઠક પણ મળી હતી જેમાં લગ્ન પ્રસંગમાં ખર્ચ ઘટાડવા, કુરિવાજો નાબુદ કરવા, સમૃહ લગ્ન, બાળકો માટે શૈક્ષણિક ફંડ ઉભું કરવું જેવી બાબતો અંગે વિસ્તૃત ચર્ચાઓ કરવામાં આવી હતી.

- Advertisement -
Share This Article