જુનાગઢના માંગરોળમાં ચાર પગનો આતંક આવ્યો સામે ભારે જહેમત બાદ કરાયો રેસ્કયુ ઓપરેશન

0
66

 

રાજ્યમાં જંગલ વિસ્તારોમાં કેટલીક વખત પ્રાણીઓ ભોજન શોધખોળમાં રહેણાક વિસ્તારમાં આવી પહોંચતા હોય છે ત્યારે જુનાગઢ જિલ્લાના માંગરોળ ઢેલાણા ગામામાં માનવભક્ષી દીપડો ધસી આવ્યો હતો સ્થાનિકો પોતાના ઘરની ઓરડીમાં મોટર ચાલુ કરવા પહોંચ્યો ત્યારે ખૂંખાર દીપડો ખાટલા નીચે જોવા મળ્યો હતો જેને લઇ યુવકનો શ્વાસ પડીકે બાંધ્યું હતુ ત્વરિત યુવકે સમયસૂચકતા ઓરડી બંધ કરી દીધા દીપડો હુમલો કરી શક્યો ન હતો.

ઘટનાની જાણ વનવિભાગની ટીમને કરાતા રેસ્કયૂ ટીમ ગામામાં દોડી આવી હતી ઘટનાને પગલે ગામમાં લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા જેમાં રેસ્કયુ ટીમે પાંજરા મૂકી દીપડાનું ભારે જહેમત બાદ રેસ્કયુ કરવામાં આવ્યુ હતુ ત્યાર બાદ સ્થાનિકોએ રાહતના શ્વાસ લીધા હતા તાજેતરમાં જ પંચમહાલમાં માનવભક્ષી દીપડા એક બાળકીને ફાડી નાંખ્યુ હતું

ગામમાં અવાર-નવાર પ્રાણીઓના શિકાર શોધ દીપડા ચડી આવતા હોય છે અને પશુની સાથો -સાથ માનવીને પણ શિકાર બનાવે છે