ઉમરગામમાં આંતરરાષ્ટ્રીય કક્ષાની સુવિધાઓ ધરાવતું સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ નિર્માણ
ગુજરાત સરકારના રમતગમત,યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ હસ્તકના સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત, ગાંધીનગર દ્વારા વલસાડ જિલ્લામાં ખેલાડીઓ રમતગમત ક્ષ્રેત્રે રાષ્ટ્રીય તેમજ આંતરરાષ્ટ્રીયકક્ષાએ રમતોમાં ઉત્કૃષ્ટ દેખાવ કરી શકે તેવા આશયથી ઉમરગામ તાલુકામાં કલગામ ખાતે તાલુકાકક્ષાનું સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ રૂ.૫૬૮.૨૨ લાખ (૫.૬૮ કરોડ)ના ખર્ચે તૈયાર કરવામાં આવ્યું છે. આ સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ કુલ ૫૨૨૭૦.૦૦ ચો.મી. એરિયામાં બનેલું છે. જેમાં ઈન્ડોર રમત માટે આધુનિક મલ્ટીપર્પઝ હોલ, ટેબલ ટેનિસ,જુડો, કુસ્તી, ટેકવાન્ડો, બેડમિન્ટન,૧૦ મીટર શુટિંગ રેંજ, જીમ વગેરેની સુવિધાઓનો સમાવેશ થાય છે.
તેવી જ રીતે આઉટડોરમાં ૨૦૦ મીટર એથ્લેટીકસ ટ્રેક, ખો-ખો કોર્ટ, વોલીબોલ મેદાન, શુટિંગ રેન્જ, બોલ મેદાન તેમજ કબડ્ડી મેદાન જેવા રમતના મેદાનોની સુવિધાઓનો સમાવેશ થાય છે.
ઉપરાંત જિલ્લાકક્ષાનું સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ પણ ટૂંક સમયમાં વલસાડ તાલુકાના નવેરા ગામ ખાતે ખુલ્લું મુકવામાં આવશે.
