‘આપ’ રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલજી ત્રણ દિવસ ગુજરાતના પ્રવાસે

0
99

અરવિંદ કેજરીવાલજી આજે સાંજે અમદાવાદ એરપોર્ટ પધારશે: ઈસુદાન ગઢવી

અરવિંદ કેજરીવાલજી 12 સપ્ટેમ્બરે ઓટો ડ્રાઈવરના ટાઉનહોલ કાર્યક્રમમાં ભાગ લેશે: ઈસુદાન ગઢવી

અરવિંદ કેજરીવાલજી 12 સપ્ટેમ્બરે ટ્રેડર્સના ટાઉનહોલ કાર્યક્રમમાં ભાગ લેશે: ઈસુદાન ગઢવી

અરવિંદ કેજરીવાલજી 12 સપ્ટેમ્બરે એડવોકેટના ટાઉનહોલ કાર્યક્રમમાં ભાગ લેશે: ઈસુદાન ગઢવી

‘આપ’ રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલજી 13 સપ્ટેમ્બરે ગુજરાતની જનતા માટે એક મહત્વપૂર્ણ ગેરંટીની ઘોષણા કરશે: ઈસુદાન ગઢવી

અરવિંદ કેજરીવાલજી 13 સપ્ટેમ્બરે સાંજે સફાઈ કર્મચારીઓના ટાઉનહોલ કાર્યક્રમમાં ભાગ લેશે: ઈસુદાન ગઢવી

અમદાવાદ/ગુજરાત

આમ આદમી પાર્ટી નેશનલ જોઈંટ જનરલ સેક્રેટરી ઈસુદાન ગઢવીએ વિડિયોના માધ્યમથી મહત્વપૂર્ણ માહિતી આપતા જણાવ્યું કે, આમ આદમી પાર્ટી ના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના માનનીય મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલજી ત્રણ દિવસ ગુજરાતના પ્રવાસે છે. અરવિંદ કેજરીવાલજી 11 સપ્ટેમ્બરની સાંજે ૭:૦૦ વાગ્યે અમદાવાદ એરપોર્ટ પર આવશે અને રાત્રિ રોકાણ અમદાવાદમાં કરશે.

તેઓ રાત્રે આમ આદમી પાર્ટીના મુખ્ય નેતાઓ અને કાર્યકર્તાઓ સાથે મુલાકાત કરશે.

બીજા દિવસે તારીખ 12 સપ્ટેમ્બર, 2022ના રોજ અરવિંદ કેજરીવાલજી સવારે 10 વાગ્યે અમદાવાદ ખાતે આમ આદમી પાર્ટી દ્વારા યોજાયેલ ઓટો ડ્રાઈવર માટેના ટાઉનહોલ કાર્યક્રમમાં ભાગ લેશે. ત્યારબાદ બપોરે 12 વાગ્યે અમદાવાદ ખાતે ટ્રેડર્સ માટેના ટાઉનહોલ કાર્યક્રમમાં ભાગ લેશે અને સાંજે 4 વાગ્યે અમદાવાદ ખાતે જ એડવોકેટ માટેના ટાઉનહોલ કાર્યક્રમમાં ભાગ લેશે.

અરવિંદ કેજરીવાલજી તારીખ 13 સપ્ટેમ્બર, 2022ના રોજ સવારે નેતાઓ અને કાર્યકરો જોડે ચર્ચા કરશે અને એ જ દરમિયાન નવા જોઈનીંગ પણ કરશે, બપોરે ૧૨ વાગ્યે અમદાવાદ ખાતે ગુજરાતની જનતા માટે એક મહત્વપૂર્ણ ગેરંટીની ઘોષણા કરશે. અને ગેરંટી ઘોષણા બાદ અરવિંદ કેજરીવાલજી સાંજે ૪ વાગ્યે સફાઈ કર્મચારીઓ માટેના ટાઉનહોલ કાર્યક્રમમાં ભાગ લેશે. ટાઉનહોલ કાર્યક્રમના સમાપન બાદ અરવિંદ કેજરીવાલજી સાંજે દિલ્હી જવા રવાના થશે.