અમદાવાદના ચાંદખેડામાં સ્મશાન નજીક તળાવમાંથી યુવકનો મૃતદેહ મળ્યો, વિકૃત હાલતમાં લાશ મળી

0
58

અમદાવાદ શહેરમાં વધી રહેલા ગુનાખોરી વચ્ચે વધુ એક યુવકનો મૃતદેહ મળી આવ્યો છે. ચાંદખેડા વિસ્તારમાંથી યુવકની લાશ મળી આવતા ચકચાર મચી ગઈ છે. તળાવમાં યુવકનો મૃતદેહ હોવાની માહિતી મળતા જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. બનાવ બાદ પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

તળાવમાંથી યુવકની લાશ મળી
ચાંદખેડા વિસ્તારમાંથી અજાણ્યા યુવકની લાશ મળી આવી હતી. ચાંદખેડા સ્મશાન નજીકના તળાવમાંથી યુવકનો મૃતદેહ મળી આવ્યો છે. બનાવની જાણ થતા પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી હતી. તળાવમાં પડી જવાથી યુવકનું મોત થયું કે તેની હત્યા કરવામાં આવી? પોલીસ આ મામલે તપાસ કરી રહી છે પોલીસે યુવકના મૃતદેહને પીએમ માટે મોકલી અલગ-અલગ દિશામાં તપાસ હાથ ધરી છે. તેમજ ચાંદખેડા પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધ્યો હતો.

વિકૃત હાલતમાં લાશ મળી
ઉલ્લેખનીય છે કે ગઈકાલે વાસણા બેરેજ પાસે ઝાડીમાંથી યુવકનો મૃતદેહ અત્યંત વિકૃત હાલતમાં મળી આવ્યો હતો. યુવકનું મોત કુદરતી કારણોસર થયું છે કે કેમ તે પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ જ ખબર પડશે. જે રીતે યુવકનો મૃતદેહ ઝાડીઓમાંથી મળ્યો હતો તે જોતા તેની હત્યા કરવામાં આવી હોય તેવું લાગી રહ્યું હતું. પોલીસે યુવકની હત્યાનો ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી.