15 C
Ahmedabad
Sunday, January 23, 2022

યે દોસ્તી: અલ્પેશ ઠાકોર-શંકર ચૌધરીએ હાથ મિલાવ્યા, ઠાકોર-ચૌધરીની મિત્રતા કોને ફળશે, કોને નડશે?

Must read

રાજકારણમાં કોઈ કાયમી મિત્ર નથી અને કોઈ કાયમી શત્રુ નથી. જે કંઈ પણ હોય છે સગવડીયું હોય છે એવી એક પરંપરાગત તથાનુગતિ ચાલી આવેલી છે. વાત કરીએ છીએ ભાજપના બે નેતા એટલે કે શંકર ચૌધરી અને અલ્પેશ ઠાકોરની. શંકર ચૌધરી અને અલ્પેશ ઠાકોર એક તબક્કે સામ-સામે હતા પણ એક જ પાર્ટીમાં આવ્યા બાદ હવે બન્નેએ હાથ મિલાવ્યા છે.

તાજેતરમાં એક કાર્યક્રમ દરમિયાન શંકર ચૌધરીએ અલ્પેશ ઠાકોરની ભરપૂર પ્રશંસા કરી હતી. શંકર ચૌધરી બોલી રહ્યા હતા કે અલ્પેશ ઠાકોરે પાટણ, બનાસકાંઠા, ઉત્તર ગુજરાત હોય કે દક્ષિણ ગુજરાત, એમ દરેક જગ્યાએ નાના-મોટા તમામ લોકોના કામો કર્યા છે. અલ્પેશ ઠાકોરમાં યુવાનોને એકઠાં કરવાન તાકાત છે અને એ દેખાય છે. શંકર ચૌધરી આ બોલી રહ્યા હતા ત્યારે અલ્પેશ ઠાકોર પણ સ્ટેજ પર હાજર રહ્યા હતા.

શંકર ચૌધરી ગુજરાત સરકારમાં મંત્રી બની ચૂક્યા છે. તેઓ વાવ બેઠક પરથી ચૂંટણી જીતી ચૂક્યા છે અને હાર્યા પણ છે. જ્યારે અલ્પેશ ઠાકોરે કોંગ્રેસમાંથી શરુઆત કરી, ધારાસભ્ય બન્યા, કોંગ્રેસને છોડી અને ભાજપમાં જોડાયા, પેટાચૂંટણીમાં હાર્યા, હવે આ બન્ને હારેલા નેતાઓ એક થયા છે. એવું મનાય છે કે ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલાં અલ્પેશ ઠાકોર અને શંકર ચૌધરી પોત-પોતાના સમીકરણોને સાંધા મારી રહ્યા છે.

બનાસકાંઠા અને પાટણ એમ બન્ને જિલ્લામાં ભાજપને ફરી એક વાર વિજયી બનાવવા માટે ચૌધરી અને ઠાકોરની મિત્રતા બંધાણી છે. હાલ પરબત પટેલ બનાસકાંઠામાંથી લોકસભાના સાંસદ બન્યા છે. તે પહેલાં પરબત પટેલ વિધાનસભા લડ્યા અને જીત્યા પણ હતા. શંકર ચૌધરી અને અલ્પેશ ઠાકોરની મિત્રતાએ ભાજપ સહિત રાજકીય પક્ષોમાં ગરમાટો આણી દીધો છે.

Alpesh Thakor-Shankar Chowdhury shak hands

- Advertisement -

More articles

- Advertisement -

Latest article