આજકાલ સોશ્યલ મીડિયાના રવાડે ચડી ખાસ કરીને યુવતીઓ બરબાદ થવાના કિસ્સા વધી રહયા છે ત્યારે નવસારીમાં આવીજ એક ઘટનામાં જાગૃત નાગરિકોની તકેદારીના પગલે એક યુવતીનું જીવન બરબાદ થતું અટકી ગયું હતું. વિગતો મુજબ નવસારીની એક યુવતી મહારાષ્ટ્રના યુવાન સાથે સોશિયલ મીડિયા થકી પરિચયમાં આવ્યા બાદ યુવકની મીઠી મીઠી વાતોમાં આવી જતા તેને અજાણ્યા યુવક સાથે પ્રેમ થઇ ગયો હતો આ યુવાન બેન્કમાં ઓફિસર હોવાનું જણાવતો હતો અને આઈકાર્ડ યુવતીને મોકલી લગ્નનો પ્રસ્તાવ મોકલતા યુવતીએ પોતાનું જીવન સુધરી જશે તેમ માની આ અંગે પોતાના માતાપિતાને એ અજાણ્યા યુવાન સાથે લગ્ન કરવાની ઈચ્છા વ્યક્ત કરતા તેણીના માતાપિતા પણ રાજી થઈ ગયા હતા.…
કવિ: Halima shaikh
રાજ્યમા ભૂર્ગભ જળસ્તર ઊંચા લાવવાના હેતુથી વરસાદી પાણીના મહત્તમ સંગ્રહ માટેના મહત્વપૂર્ણ અભિયાન ‘સુજલામ સુફલામ જળ અભિયાન’નો મુખ્યમંત્રીના હસ્તે રાજ્યવ્યાપી પ્રારંભ થવા સાથે જ ડાંગ જિલ્લામાં પણ કુકકડનખી ગામે ધારાસભ્ય તેમજ વિધાનસભાના નાયબ દંડક વિજયભાઇ પટેલ દ્વારા ખાપરી નદી ઉપર ચેકડેમ રિપેરીંગ તેમજ તળાવ ઊંડું કરવાના કામ સાથે ‘જળ સંચય અભિયાન-2023’ નો પ્રારંભ થયો છે. ડાંગ જિલ્લામા ચેકડેમ રિપેરીંગ અને ઉંડા કરવાનુ તથા સંગ્રહ તળાવ રિપેરીંગ અને ઉંડા કરવાના કામ મળી કુલ 93 કામો રૂ. 1243.46 લાખના ખર્ચે કરાશે. પાણી પુરવઠા વિભાગ દ્વાર એરવાલ્વ રિપેરીંગ, સંપ, ટાંકાની સફાઇના 3.85 લાખના 27 કામ કરાશે. જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા મનરેગા હેઠળ…
ઉમરગામ અને મહારાષ્ટ્ર બોડર ઉપર આવેલાબોરડી ગામમાં ચીકુ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું છે. વલસાડ જિલ્લામાં થતા ચીકુ અને કેરી સમગ્ર વિશ્વમાં વિખ્યાત છે ત્યારે હાલમાં ચીકુનો પાક ઉતરતા ખાસ ફેસ્ટિવલનું આયોજન થયું છે. ચીકુ કેલ્શિયમ, આયર્ન અને ફોસ્ફરસથી ભરપૂર છે એમાંય વલસાડ જિલ્લા અને મહારાષ્ટ્રના ચીકુ દુનિયાભરમાં જાણીતા છે ત્યારે તેનો સહેલાણીઓને ચીકુનો લાભ મળી રહે તે માટે યોજાયેલા ચીકુ ફેસ્ટિવલમાં મોટી સંખ્યામાં લોકો સંઘપ્રદેશ, ગુજરાત અને મહારાષ્ટ્ર રાજ્યમાંથી ઉમટી પડયા હતા. બોરડી તથા દહાણુ વિસ્તારની સંસ્કૃતિ અને વિવિધ કલાઓનાં રંગોને ઉજાગર કરતાં ચીકુ ફેસ્ટિવલનું આ નવમું આયોજન છે. ચીકુ ફેસ્ટિવલમાં સહિત વાંસમાંથી બનેલી ચીજ વસ્તુઓથી સ્થાનિક લોકોને રોજગારી વધારવા…
વલસાડમાં વેરા વસુલાત કાર્યવાહી દરમિયાન આકર્ષક સ્કીમ અમલમાં મુકવામાં આવી છે જેમાં બાકી વેરાની રકમ આગામી તા.31 માર્ચ સુધીમાં ભરનાર મિલ્કતધારકોને વ્યાજ,પેનલ્ટી,દંડ માંથી સંપૂર્ણ પણે 100 ટકા રાહત અપાશે. વલસાડ નગરપાલિકા દ્વારા 2022-23ના વેરા ભરવાની હાલ કાર્યવાહી ચાલી રહી છે ત્યારે ગત વર્ષ અને પાછલા વર્ષોના જે મિલકત વેરા હજી ભરાયા નથી તેવા મિલ્કતધારકો પાસે વેરા વસુલાતમાં રાહત આપવા સરકારે સ્કીમ અમલમાં મૂકી છે જેનું નામ અમૃત મહોત્સવ પ્રોત્સાહક વેરા વળતર યોજના છે જે અંગેનો પરિપત્ર પાલિકાઓને મોકલવામાં આવ્યો છે. આ યોજના અનુસાર જે મિલકત ધારકોના પાછલા વર્ષોના વેરા બાકી છે તેઓ 31 માર્ચ સુધીમાં પાલિકાના હાઉસ ટેક્સ શાખામાં ભરી…
રાજ્યમાં ભારે ખળભળાટ મચાવનાર આશારામ બળાત્કાર પ્રકરણ બાદ તેઓ હજુ જેલમાં છે ત્યારે મહીસાગરના લુણાવાડાની જામાપગીના મુવાડાની પ્રાથમિક શાળામાં બળાત્કારના આરોપી એવા આસારામના ફોટાની બાળકો પાસે પૂજા કરાવવામાં આવતા ભારે વિવાદ ઉભો થયો છે,જોકે,હાલમાં આશારામ બળાત્કાર પ્રકરણ કેસમાં જેલ અંદર હોય બાળકોના કુમળા માનસ ઉપર તેની વિપરીત અસર પડે તેવી આશંકા ને લઈ વિરોધ શરૂ થતાં અને મીડિયામાં ન્યૂઝ આવતા જિલ્લા શિક્ષણાધિકારીએ TPEOને તપાસ ના આદેશ આપ્યા છે. બીજી તરફ શાળાના આચાર્ય પ્રદીપ પટેલનું કહેવું છે કે, આશારામ બાપુનું ટ્રસ્ટ ચલાવતા લોકો આસારામનો ફોટો લઈને શાળામાં આવ્યા હતા. અને સત્સંગ પ્રવચનનો કાર્યક્રમ રાખવા માંગતા હતા જેથી પૂજા અને સત્સંગ કરવામાં…
રાજ્યના ગુહ વિભાગ દ્વારા થયેલા આદેશ મુજબ 24 IPS અધિકારીઓને હૈદરાબાદના સરદાર વલ્લભભાઇ પટેલ ટ્રેનિંગ સેન્ટર ખાતે જશે. અમદાવાદના મુખ્ય ચાર પોલીસ અધિકારીઓ ઝોન-7ના ડીસીપી ભગીરથ સીંહ જાડેજા, ઝોન-2 જયદિપસીંહ જાડેજા, સાબરમતી મધ્યસ્થ જેલ સુપ્રિટેન્ડન્ટ ડો તેજસ પટેલ, એસઓજીના ડીસીપી જયરાજસિંહ વાળા સહિતના 24 અધિકારીઓને 45 દિવસ સુધી હૈદરાબાદ ખાતે ટ્રેનીંગ આપવામાં આવશે. ટ્રેનિંગમાં જનારા અધિકારીઓના સ્થાને અન્ય અધિકારીઓને ચાર્જ સોંપવામાં આવશે. –ટ્રેનિંગમાં જનારા અધિકારીઓના નામો આ મુજબ છે. –મનોહરસિંહ જાડેજા ગીરસોમનાથ –તેજસ પટેલ જેલ સુપિરટેન્ડન્ટ, સાબરમતીરાહુલ પટેલ તાપી-વ્યારા — જયદીપસિંહ જાડેજા અમદાવાદ ઝોન-૨ –અન્ડુઝ મેકવાન હથિયારી એકમો, ગાંધીનગર — હિમાંશુ સોલંકી ગોધરા –વિજય પટેલ પાટણ –ભગીરથસિંહ જાડેજા અમદાવાદ ઝોન-૭…
રાજ્યમાં મહેસાણા એસટી વિભાગે કરેલા નવતર પ્રયોગમાં હવે ટીકીટ રોલ માંથી નીકળતી પ્લાસ્ટિકની ભૂંગળીઓ ફેંકી દેવાના બદલે તેને એકત્ર કરી જમા થનારા વેસ્ટ જથ્થાને ભંગારમાં આપી લાખ્ખો રૂપિયા એકત્ર કરવા તખ્તો ગોઠવાયો છે. વિગતો મુજબ મહેસાણા ST ડેપોના કંડક્ટરો ટિકિટ આપે છે તે રોલની અંદરથી નીકળતી પ્લાસ્ટિકની ભુંગળીઓ ભેગી કરી ભંગાર તરીકે જમા કરવાનો આદેશ કરાયો છે.કારણ કે લગભગ 4.50 લાખથી 5 લાખ ભૂંગળીઓ માત્ર મહેસાણા ડેપોમાં જ નીકળી રહી છે અને સમગ્ર ગુજરાતની વાત કરવામાં આવેતો 1.50 કરોડ ભૂંગળી નિકળતી હોવાનો અંદાજ છે આ તમામ જથ્થાને એકત્ર કરી તે જથ્થાને મોટાપાયે વેચવામાં આવેતો પણ લાખ્ખો રૂપિયાની આવક થઈ શકે…
રાજ્યમાં રેતી અને માટી માફિયાઓ બેફામ બની ગયા છે અને તંત્રને ખુલ્લો પડકાર ફેંકી રહયા છે ત્યારે હવેતો જાહેર હાઇવે ઉપર પણ આવા દ્રશ્યો જોવા મળી રહયા છે તે ઘણું બધું કહી જાય છે. ખેડા જિલ્લામાં ખાણ ખનિજ વિભાગની મિલીભગતને કારણે નદીઓમાંથી મોટા પાયે રેતી ખનન થઈ રહ્યું છે અને વડોદરા-અમદાવાદ હાઇવે ઉપર ખેડા હદ વિસ્તારમાં આવતા વાત્રક નદીમાં ખુલ્લેઆમ રેતી ખનન થઇ રહ્યું હોવાના દ્રશ્યો જોવા મળી રહયા છે. ધોળા દિવસે ખુલ્લેઆમ રેતી ખનન થઈ રહ્યું હોવા છતાં તંત્ર દ્વારા કોઇ કાર્યવાહી કરવામાં આવતી નથી. ભૂમાફિયાઓ દ્વારા દિવસ-રાત નદીમાંથી રેતીનું ખનન કરવામાં આવે છે, તંત્ર દ્વારા કોઇ જ કાર્યવાહી કરવામાં…
વડોદરા શહેરના સુરસાગર તળાવના મધ્યમાં આવેલી 111 ફૂટની શિવજીની પ્રતિમાને રૂ.12 કરોડ રૂપિયાના ખર્ચે સુવર્ણજડિત કરવામાં આવી છે અને મહા શિવરાત્રિ પર્વ પહેલા જ પ્રતિમાનું કપડાનું આવરણ દૂર કરવામાં આવ્યું છે. જોકે,મહાશિવરાત્રિ પર્વના દીને આવતી કાલે તા.18મી ફેબ્રુઆરીના રોજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે પ્રતિમાનું અનાવરણ કરવામાં આવશે. શિવજીની પ્રતિમાને સુવર્ણજડિત કરવા માટે 17.5 કિલો સોનું વપરાયું હતું. સુવર્ણ જડિત શિવજીની પ્રતિમાના દર્શન કરવા શહેરીજનો ઉમટી રહયા છે. અત્રે ઉલ્લેખનીય છે વર્ષ-2013થી શિવજી કી સવારી કાઢવામાં આવી રહી છે. અને આ શિવજી કી સવારીમાં સમગ્ર વડોદરા શહેરના લોકો ઉત્સાહભેર જોડાય છે.2017માં શ્રી સર્વેશ્વર મહાદેવની 111 ફૂટ ઉંચી આદર્શીનીય પ્રતિમાને સુવર્ણ જડિત…
સમગ્ર વિશ્વમાં અફધાનિસ્તાન અફીણનો સૌથી મોટો ઉત્પાદક દેશ બની ગયો છે,યુનાઈટેડ નેશન્સ ઓફિસ ઓન ડ્રગ્સ એન્ડ ક્રાઈમના રીપોર્ટ મુજબ દુનિયામાં 85% અફીણ નું વાવેતર માત્ર અફઘાનિસ્તાનના ખેતરોમાં તૈયાર થાય છે. આ અફીણમાંથી અનેક પ્રકારના નશાયુક્ત ચીજો બને છે,તેમાં સૌથી મોંઘુ હેરોઈનને માનવામાં આવે છે. ઈન્ટરનેશનલ ડ્રગ્સ ટ્રેડના જાણકાર જણાવે છે કે દુનિયામાં હેરોઈન ખરીદનારા 80% લોકો અફઘાનિસ્તાન ઉપર નિર્ભર હોય છે. અફઘાનિસ્તાનમાં તાલિબાનના કબજા બાદ અહીં ડ્રગ્સનો ધંધો સત્તાવાર બની ગયો હોવાનું જણાય છે. બીજી તરફ પાકિસ્તાન પણ હવે આ માર્ગે જઈ રહ્યું છે અને પાકિસ્તાની સેના અને ગુપ્ત એજન્સીઓ ડ્રગ્સ વેચીને મળતા રુપિયાથી ગુપ્ત સૈન્ય ઓપરેશન્સનું ફંડિંગ એકત્ર કરે…