દક્ષિણ કાશ્મીરના પુલવામા જીલ્લાના પિંગલાન વિસ્તારમાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે રવિવારે રાતે 12 વાગ્યે ફાયરીંગ શરૂ થયું હતું અને સવાર સુધી આ એન્કાઉન્ટર ચાલ્યું હતું. મેજર સહિત સૈન્યના ચાર સૈનિકો આ એન્કાઉન્ટરમાં શહીદ થયા છે. અને એક ઘાયલ અવસ્થામાં છે અહીં બે થી ત્રણ આતંકવાદીઓ છુપાયેલા હોવાનું સંભવ છે. એવું કહેવામાં આવ્યું છે કે સૈન્યએ જૈશ-એ-મોહમ્મદના ત્રણ ટોચના કમાન્ડરો ઘેરીને રાખ્યાં છે, જેઓ આ દિવસે સીઆરપીએફના કાફલા પરના હુમલામાં સામેલ હતા. સલામતી દળોએ આજુબાજુના વિસ્તારને ઘેરીને સર્ચ ઓપરેશનને તીવ્ર બનાવ્યું છે. છેલ્લા ત્રણ કલાકથી કોઈ ફાયરિંગ કરવામાં આવ્યું નથી. જોકે સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે. ઓપરેશન રાત્રે 12 વાગ્યાથી…
કવિ: Satya-Day
14 ફેબ્રુઆરીના દિવસે દેશ જ્યારે વેલેન્ટાઇન્સ ડેની ઉજવણી મગ્ન હતો ત્યારે કાશ્મીરના પુલવામામાં સીઆરપીએફના કાફલા ઉપર આતંકવાદી હુમલો થયો હતો. અને આ હુમલાતમાં દેશના 40 જવાનો શહીદ થયાહ તા. ત્યારબાદ દેશભરમાં જનાક્રોશ ફેલાયો હતો. સાથે સાથે શહીદોના પરિવારની મદદે આખો દેશ આવ્યો હતો. કોઇને મોટાભાગના દેશવાસીઓએ કોઇના કોઇ રીતે શહીદોના પરિવારને મદદ કરી છે. ત્યારે સુરતના સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજના સમૂહ લગ્નમાં શહીદ પરિવારોને 61 લાખની મદદ કરી છે. ચાંદલામાં આવેલા રૂ.61 લાખ શહીદોના પરિવારને આપી સમાજને નવી રાહ ચિંધી છે. આ સમુહલગ્નમાં 261 યુગલોએ પ્રભુતામાં પગલા ભર્યાં હતા. સમુહલગ્નનમાં પહેલા શહીદને શ્રદ્ધાંજલિ આર્પણ કરી રાષ્ટ્રગીત પછી લગ્નવિધિ શરૂ કરાઇ…
પુલવામા આતંકી હુમલામાં શહીદ થયેલા જવાનોને સહાય કરવા માટે કોંગ્રેસના ધારાસભ્યો આગળ આવ્યા છે. કોંગ્રેસના ધારાસભ્યો પોતાનો એક મહિનાનો પગાર દાનમાં આપવાની જાહેરાત કરી છે. જેને લઈને કોંગ્રેસના તમામ ધારાસભ્યો શહીદોને રૂપિયા 1.1 લાખની સહાય કરશે. મહત્વનું છે કે, કોંગ્રેસના ધારાસભ્ય દળની બેઠકમાં આ નિર્ણય કરવામાં આવ્યો છે. જેને લઈને ધારાસભ્યો પોતાનો પગાર દાનમાં આપશે. અત્રે ઉલ્લેખનીય છે કે, આ અગાઉ ભાજપના ધારાસભ્યો દ્વારા પણ પુલાવામામાં થયેલા આતંકવાદીઓને સહાયની જાહેરાત કરી હતી. પ્રદેશ ભાજપ એક કરોડનું ફંડ એકઠુ કરીને શહિદોના પરિવારજનોને આપશે. ભાજપના ધારાસભ્યો શહીદોને 50-50 હજારની સહાય કરશે. મહત્વનું છે કે, જૈશ એ મોહમ્મદના આતંકવાદીઓએ પોતાની નાપાક હરકતને અંજામ…
પુલવામા શહીદ થઈ ગયેલા જવાનો માટે આજ રોજ અતુલ ખાતે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવેલુ હતુ. જેમાં ARDF અને વલસાડ બ્લડ બેંક ના સહયોગથી અને અતુલ ના હિંદુ અને મુસ્લિમ ભાઈઆે દ્વારા આજ રોજ શહીદોને શ્રધ્ધાંજલિ સમર્પિત કરીઆ બ્લડ કેમ્પ નું આયોજિન કરી 61 રક્ત બેગ અેકત્રીત કરી હતી. આ કેમ્પ ને સફળ બનાવવામાં શ્રી. ઇઝહારભાઈ કાઝી,રુકુભાઈ કાઝી,મોહમદભાઈ જત, યુનુસભાઈ સૈયદ,ઈનામુલભાઈ ખાન, દિપક દેસાઈ,પ્રવિણભાઈ પટેલ તથા અહમદભાઈ જત અને ઝાહીદભાઈ દરીયાઇ અે ધણી જહેમત ઉઠાવવી હતી.
ભાનુશાળી હત્યા કેસમાં એક મહત્વનો ખુલાસો થયો છે, જેમાં બે આરોપીઓની સાપુતારાથી પોલીસે ધરપકડ કરી છે. પોલીસે અગાઉ બે આરોપીની ધરપકડ કરી હતી. જેના સાથે પોલીસે 4 આરોપીઓની ધરપકડ કરી લીધી છે. જો કે મુખ્ય આરોપી ભાજપના જ છબીલ પટેલ અને મનિષા ગોસ્વામીને પકડવામાં રાજયની ત્રણ મોટી એજન્સીઓ એટીએસ ક્રાઇમબ્રાંચ અને સીઆઇડી ક્રાઇમ નિષ્ફળ નિવડી છે. CID DG આશિષ ભાટીયાએ કેસ મુદ્દે સમગ્ર ખુલાસો કરતા કહ્યું કે, ઝડપાયેલા આરોપીઓ પાસેથી કેસ મુદ્દે કેટલીએ મહત્વની માહિતી બહાર આવી છે. તેમણે કહ્યું કે, આરોપીઓની કબુલાત અનુસાર, છબીલ પટેલે ભાનુશાળીની હત્યા માટે સોપારી આપી હતી, આ માટે 30 લાખ રૂપિયા નક્કી કરવામાં આવ્યા…
દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા ખાતે ફોજીની પત્નીએ આપઘાત કર્યો હતો. ખંભાળિયા પોલીસ દ્વારા મૃતદેહને પી.એમ અર્થે ખસેડી વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી. પતિ ભુપેન્દ્રસિંહ જેઠવા કાશ્મીર ગુલમર્ગ ખાતે આર્મીમાં ફરજ બજાવે છે. જો કે ફોજીની રજાઓ પુરી થતા ફરજ પર પરત જવાનુ હતુ. બીજી તરફ ફોજીની પત્ની પુલવામાંના આંતકવાદી હુમલાથી ગભરાઈ ગઇ છે. જેથી પતિને ફરજ પર જવા રોકી રહી હતી. ફોજી પતિ દ્વારા દેશની સુરક્ષા કાજે જવું જ પડે તેવી વાત કરતા ફોજીની પત્ની આત્મહત્યા કરી હતી.
જમ્મુ-કાશ્મીરના રાજૌરીમાં આઇઇડી બ્લાસ્ટમાં શહીદ થયેલા થયેલા મેજર ચિત્રેશસિંહ બિષ્ટની સંપૂર્ણ લશ્કરી સન્માન સાથે અંતિમવિધિ કરવામાં આવી. સેનાના ઉચ્ચ અધિકારીઓ દ્વારા મેજર ચિત્રેશસિંહને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી. 31 વર્ષના મેજર ચિત્રેશસિંહ આતંકીઓએ પ્લાન્ટ કરેલા આઇઇડી બોમ્બને ડિફ્યુઝ કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા ત્યારે બ્લાસ્ટ થતાં તેઓ શહીદ થયા. નૌશેરા સેક્ટરમાં એલઓસીથી લગભગ દોઢ કિલોમિટર અંદર આ બ્લાસ્ટ થયો. મહત્વનું છે કે મેજર ચિત્રેશસિંહ બિષ્ટના 7 માર્ચે લગ્ન થવાના હતા. મેજર ચિત્રેશસિંહ દહેરાદુનના વતની હતા અને તેમના પિતા પણ ઉત્તરાખંડ પોલીસમાં ઈન્સ્પેક્ટર હતા. પિતા પુત્ર ચિત્રેશસિંહના લગ્નની કંકોત્રીઓ સગાસંબંધીઓને વહેંચી રહ્યા હતા તે દરમ્યાન જ પુત્ર શહીદ થયાના સમાચાર મળતા પરિવારજનો…
સુરતના ઉધના વિસ્તારમાં ક્રિકેટ રમવાના મામલે બે જૂથો આમને સામને આવી ગયા હતા. અને પથ્થરમારો થયો હતો. જેમાં બે લોકો ઈજાગ્રસ્ત થયા છે. ક્રિકેટ મામલે થયેલી સામાન્ય બોલાચાલી બાદ તકરાર વધી હતી. અને બે જૂથો આમને સામને આવી ગયા હતા. ઘટનાની જાણ થતા ઉધના પોલીસ અને ડીસીપી કક્ષાના અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. તેમજ મામલો થાળે પાડ્યો હતો.
જમ્મુ-કાશ્મીરના પુલવામામાં જવાનો શહીદ થતા સમગ્ર દેશ ગુસ્સામાં છે. ઠેર ઠેક લોકો પ્રદર્શન અને શહીદોની યાદમાં શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજી રહ્યા છે. રાજ્યમાં અલગ અલગ શહેરોમાં કેન્ડલ માર્ચનું આયોજન કરવામાં આવી રહ્યું છે. ત્યારે રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજનીતિક ટિપ્પણી કરી છે. ગાંધીનગર ખાતે સીએમ વિજય રૂપાણીએ આંતકી હુમલા પર નિવેદન આપ્યું છે. સીએમ વિજય રૂપાણીએ નિવેદન આપતા જણાવ્યું કે મુંબઇ હુમલા બાદ દેશમાં જુસ્સાનું વાતાવરણ નહતું. પરંતુ અમારી સરકારમાં હુમલા બાદ જુસ્સાનું વાતાવરણ જોવા મળ્યું છે. સરકાર હુમલાનો બદલો લેવા કટીબદ્ધ છે. આ ઉપરાંત વધુમાં એમને જણાવ્યું કે સરકાર અને સૈન્ય પર જનતા વિશ્વાસ રાખે. પીએમ મોદી પણ કહી ચૂક્યા…
જમ્મુ-કાશ્મીરના પુલવામામાં થયેલા આત્મઘાતી હુમલા બાદ હવે સૌથી મોટો ખુલાસો સામે આવ્યો છે. આતંકી સંગઠન જૈશ એ મોહમ્મદ હવે વધુ સક્રિય થયું હોવાનું ઘટસ્ફોટ સુત્રો દ્વારા મળ્યા છે. અફગાનિસ્તાન યુદ્ધમાં લડત લડી ચુકેલા આતંકીઓને ભારત વિરૂદ્ધ યુદ્ધ કરવા માટે ખાસ ટ્રેનિંગ આપવામાં આવી રહી હોવાની તૈયારીઓ સામે આવી છે. પાકિસ્તાનમાં ટ્રેનિંગ બાદ ભારતમાં ઘુસણખોરી આ સંગઠન કરાવી રહ્યું છે. સીધી રીતે લડવાને બદલે આતંકી આકાઓ નવા આતંકીઓને જેહાદીનો પાઠ ભણાવી રહ્યા છે. અને કોમ માટે શહીદ થવાની ટ્રેનિંગ ઘેરમાર્ગે દોરીને આપી રહ્યા છે. આતંકીઓની આ લિસ્ટમાં અબ્દુલ ગાજી સૌપ્રથમ લિસ્ટમાં મોખરે છે. ગાજી 9 મી ડિસેમ્બરના રોજ ઘાટી વિસ્તારમાં આવ્યો…