જમ્મૂ-કશ્મીરના પુલવામામાં ગુરુવારે થયેલા આતંકી હુમલામાં 40 જેટલા જવાનોએ જીવ ગુમાવ્યા છે. શહીદનો દરેક પરિવાર સાથે દેશવાસીઓ સાથ આપી રહ્યા છે. બીજી તરફ આ ઘટનાનો જડબાતોડ જવાબ આપવા માટે આખા દેશની પ્રજા આક્રોશ ઠાલવી રહી છે. આ કાયરતા ભર્યા કાવતરાની જવાબાદરી જૈશ-એ-મોહમ્મદે લીધી છે. ચારેય તરફ આતંકી સંગઠન તથા આતંકવાદીઓના પૂતળાઓનું દહન કરવામાં આવી રહ્યુ છે. દેશના અનેક રાજ્યમાંથી શહીદોના પરિવારોને મદદ મળી રહે એ માટે દેશની જનતા આગળ આવી છે. શહીદોના પરિવારોને મદદ મળી રહે તે માટે યોગ્ય ફંડનું એલાન કર્યુ છે. રાજસ્થાન રાજ્ય સરકારે પણ CRPFના શહીદ જવાનોના પરિવાર માટે 25 લાખ રૂપિયાની સહાય જાહેર કરી છે. આ…
કવિ: Satya-Day
સુરત વધુ એક હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે, અહીં હજીરા રોડ પર આવેલા ઓ.એન.જી.સી નજીક જેગુઆર કારે અકસ્માત સર્જી ત્રણ લોકોને અડફેટે લીધા હતા. સ્થાનિકોએ જણાવ્યું કે કારમાં કાર ચાલક સહિત 5 લોકો સવાર હતા અને તમામ નશાની હાલતમાં બેફામ કાર હંકારી રહ્યાં હતા. તો સ્થાનિકોએ કારમાં સવાર બે શખ્સોની અટકાયત કરી પોલીસના હવાલે કર્યા હતા, તો કારમાંથી દારૂની બોટલ અને બાયટિંગ મળી આવ્યું હતું. પ્રાપ્ત વિગત પ્રમાણે સુરતના હજીરામાં આવેલા ONGC નજીક નશામાં ધૂત શખ્સોએ બેફામ કાર ચલાવી અકસ્માત સર્જ્યો હતો. અકસ્માત સમયે હાજર લોકોએ જણાવ્યું કે લક્ઝૂરીયસ કાર જેગુઆરમાં 5 શખ્સો સવાર હતા અને તેઓ નશામાં…
ભરૂચમાં નર્મદા ચોકડી પાસે ખાનગી બસ પલટી વાગવાને કારણે આખી બસ આડી થઇ ગઇ હતી. જેમાં 10થી વધુ મુસાફરો ઇજાગ્રસ્ત થયા છે. હાલ તેમને સારવાર માટે હોસ્પિટલ લઇ જવામાં આવ્યાં છે. આ ઘટનાની જાણ થતાં પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી જઇને વધુ તપાસ હાથ ધરી છે. આ મામલે મળતી માહિતી પ્રમાણે શહેરની નર્મદા ચોકડી નજીક બ્રિજ નીચે બસ પલટી ખાઇ ગઇ છે. જેમાં 10થી વધારે ઇજાગ્રસ્તોને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં છે. આ અકસ્માતને પગલે સ્થાનિક લોકો પણ ત્યાં ભેગા થઇ ગયા હતાં.હાલ પોલીસે ગુનો નોંધીને બધાનાં નિવેદનો લઇને વધુ તપાસ હાથ ધરશે
જમ્મૂ કાશ્મીરના પુલવામા થયેલા આતંકી હુમલાને લઈને સુરક્ષાબળો એક્શન મોડમાં આવી ગયા છે. તેમણે હુમલાનું ષડયંત્ર બનાવનારા 7 શંકાસ્પદ શખ્સોની ધરપકડ કરીને કાર્યવાહી હાથ ધરી છે. તેમજ અન્ય ષડયંત્રકારોની શોધખોળ માટે સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યુ છે. મહત્વનું છે કે જમ્મુથી શ્રીનગર જઈ રહેલી CRPFની 70 ગાડીઓના કાફલા પર કાશ્મીરના પુલવામાં આતંકીઓએ આત્મઘાતી હુમલો કર્યો હતો. જેમાં 40થી વધુ જવાન શહીદ થઈ ગયા છે, જ્યારે અનેક ઘાયલ થયા છે ત્યારે આ આતંકી હુમલાની જવાબદારી જૈશ એ મોહમ્મદ આતંકી સંગઠને સ્વીકારી હતી. એક મળતાં અહેવાલ મુજબ પ્રારંભિક તપાસમાં પુલવામાના ત્રાલના મદુરામાં આ હુમલાનું ષડયંત્ર રચાયું હોવાનું સામે આવી રહ્યું છે. આ…
જમ્મુ-કશ્મીરનાં પુલવામામાં CRPFનાં કાફલા પર થયેલ હુમલાનાં વિરોધમાં શુક્રવારનાં રોજ જમ્મુ બંધ દરમ્યાન જબરદસ્ત વિરોધ પ્રદર્શન થયો. લોકોમાં ખૂબ આક્રોશ જોવા મળી રહ્યો છે. સવારથી જ લોકો જાહેર માર્ગો પર વિરોધ પ્રદર્શન કરવા નીકળી પડ્યાં અને ચાર રસ્તાઓને જામ કરી દીધાં. પાકિસ્તાનનાં ઝંડાઓ પણ સળગાવીને ભારે સૂત્રોચ્ચાર સાથે વિરોધ કર્યો. ટાયરો સળગાવ્યાં. બજારો પણ હાલમાં સંપૂર્ણ રીતે બંધ છે. ગુજ્જરનગર વિસ્તારમાં પ્રદર્શનકારીઓએ અનેક વાહનોને આગચંપી પણ કરી દેવાઇ છે. જો કે બે જૂથોમાં થયેલ પથ્થરબાજીમાં ડીઆઇજી વિવેક ગુપ્તા સહિત લગભગ 40 લોકો ઘાયલ પણ થયાં છે. હાલમાં હાલત પણ ખૂબ તણાવપૂર્ણ જોવા મળી રહેલ છે. જગ્યા-જગ્યાએ સુરક્ષાદળો તૈનાત કરી દેવામાં…
જમ્મુ-કાશ્મીરના પુલવામામાં ગુરુવારે થયેલા આતંકી હુમલા બાદ આજે સવારે સુરક્ષા મામલાની કેબિનેટ કમિટિ(કેબિનેટ કમિટિ ઓન સિક્યુરિટી) ની અગત્યની મળી હતી. બેઠક સવારે 9.15 વાગ્યે મળી હતી. બીજી તરફ પુલવામા હુમલા બાદ જમ્મુમાં મોબાઇલ ઇન્ટરનેટ સેવાને બંધ કરી દેવામાં આવી છે. ગુરુવારે થયેલા આતંકી હુમલામાં સીઆરપીએફ (સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ)નાં 37 જવાનોનાં મોત થયા છે. સીસીએસની બેઠક બાદ નાણામંત્રીએ મીડિયાને સંબોધન કર્યું હતું. અરુણ જેટલીએ કહ્યું કે, “સીસીએસની બેઠકમાં શ્રદ્ધાંજલિ પ્રસ્તાવ પારિત કરવામાં આવ્યો હતો. બે મિનિટનું મૌન રાખવામાં આવ્યું હતું. બેઠક દરમિયાન વાસ્તવિક પરિસ્થિતિનું આકલન કરવમાં આવ્યું હતું. હવે આ મામલે વિદેશ મંત્રાલય કુટનીતિક પગલાં ભરશે. આ ઉપરાંત પાકિસ્તાનને આપવામાં…
જમ્મૂ કાશ્મીરના પુલાવામામાં CRPFના જવાનો પર આતંકીઓ હુમલો કર્યો હતો. આ ઘટનામાં 44 જેટલા જવાનો શહીદ થયા છે. જ્યારે 45થી વધુ જવાનો ઈજાગ્રસ્ત છે. ઈજાગ્રસ્ત જવાનો હાલમાં હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે. આ ઘટનાને લઈને દેશભરના લોકોમાં રોષ જોવા મળ્યો. દેશભરના લોકો મોડી રાત્રે રસ્તા પર આવીને વિરોધ નોંધાવ્યો હતો. ગુજરાતમાં પણ સ્થાનિકોએ રસ્તા પર આવીને વિરોધ કર્યો હતો. મોરબીના ટંકારાના ઓટાળા ગામમાં રોડ પર ટાયરો સળગાવીને સ્થાનિકોએ વિરોધ નોંધાવ્યો. લોકોએ પાકિસ્તાન હાય હાયના નારા પણ બોલાવ્યા હતા. જ્યારે બીજી તરફ સુરતમાં પણ લોકોમાં રોષ જોવા મળ્યો. શહેરના અડાજણ વિસ્તારના સરદાર બ્રિજ પાસે મોટી સંખ્યામાં લોકો એકઠ્ઠા થયા હતા. બ્રિજ…
પાકિસ્તાને બેશરીની હદ પાર કરી દીધી છે. આજના પાકિસ્તાનના જુદા-જુદા અબબારોમાં પુલવામાં સૌનિકોની શહીદીની તેમણે ખુબ મોટી જીત ગણાવી છે. પાકિસ્તાનના જુદા-જુદા અબબારોમાં અલગ અલગ રીતે આ શહીદોના મૃત્યુ પર જાણએ જશ્ન મનાવવામાં આવી રહ્યો હોય એવું વર્તાઈ રહ્યું છે. પાકિસ્તાનનાં સમાચાર પત્ર ‘ધ નેશન’ની હેડલાઇન છે – આઝાદીનાં લડવૈયાઓએ હુમલો કર્યો, ભારત અધિકૃત કાશ્મીરમાં 44 સૈનિકોનાં મોત. નોંધનીય છે કે પુલવામામાં ગુરૂવારે અવંતીપોરાનાં ગોરીપોરા વિસ્તારમાં સીઆરપીએફનાં કાફલા પર આતંકીઓએ આઈઈડીથી હુમલો કર્યો અને પછી તાબડતોડ ફાયરિંગ કરી હતી. આ આતંકી હુમલામાં સીઆરપીએફનાં 37 જવાનો શહીદ થઇ ગયા છે. આ આતંકી હુમલાએ ન માત્ર ભારત પરંતુ આખી દુનિયાને હચમચાવી દીધી છે.…
પુલવામામાં થયેલા આતંકવાદી હુમલા અંગે વડા પ્રધાન મોદીએ પાકિસ્તાન પર પ્રહાર કરતા જણાવ્યું હતું કે આ હુમલાની કિંમત આતંકવાદીઓએ ચુકવવી પડશે. વડાપ્રધાને વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનના ઉદ્ઘઘાટન પ્રસંગે જણાવ્યું હતું કે અમે સૈનિકોને છૂટ્ટો દોર આપી દીધો છે. તેમણે કહ્યું, “આ હુમલાને કારણે દેશમાં આક્રોશ છે. લોકોનું લોહી ઉકળી રહ્યુ છે એ હું સમજી શકું છું. આ દેશની અપેક્ષા કંઈક કરી છૂટવાની છે. આ ભાવ સ્વાભાવિક છે. સુરક્ષા દળોને છૂટો દૌર આપી દેવામાં આવ્યો છે. અમને આપણના સૈનિકોના શૌર્ય, બહાદૂરી પર પૂર્ણ વિશ્વાસ છે. મને પૂરો વિશ્વાસ છે કે દેશ ભક્તિના રંગમાં રંગાયેલા લોકો સાચી જાણકારી આપણી એજન્સીઓ પાસે પહોંચાશે…
પુલવામા આતંકી હુમલાના 9 કલાક પછી પાકિસ્તાન સરકાર તરફથી પ્રતિક્રિયા આવી છે. પાકિસ્તાને આ ઘટનાને ‘ગંભીર ચિંતાનો વિષય’ જણાવી છે. જોકે, પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાને આ ઘટના અંગે હજુ સુધી કંઈ કહ્યુ નથી. સામાન્ય રીતે ટ્વિટર પર દરેક મુદ્દાને લઈને સક્રિય રહેતા ઇમરાન ખાન આ ઘટના અંગે ચૂપ છે. ગત વર્ષે વડાપ્રધાન બન્યા બાદ ઇમરાન ખાન સોશિયલ મીડિયા પર સતત ભારતને વણમાંગી સલાહ આપતા રહ્યા છે. પરંતુ આ વખતે જૈશ-એ-મોહમ્મદે આતંકી હુમલાની જવાબદારી લીધા બાદ ઈમરાન ખાન ચૂપ થઈ ગયા છે. પાકિસ્તાન તરફથી નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, પાકિસ્તાને દુનિયાના કોઈ પણ ખૂણામાં થયેલી હિંસાની હંમેશા નિંદા કરી છે. અમે…