મુખ્યમંત્રી વિજય રૃપાણીએ કોર્પોરેશનના કલ્ચરમાં સંપૂર્ણપણે પરિવર્તન લાવીને નાગરિકોને તમામ પરવાનગી-મંજૂરીઓ-સેવાઓ ઓનલાઇન મળતી થાય તેના માટે ગુજરાતના આઠેય મહાનગરોના મેયર-સ્ટેન્ડિંગ કમિટિ અધ્યક્ષ-મ્યુનિસિપલ કમિશ્નરોને અનુરોધ કર્યો છે. અમદાવાદ, વડોદરા, રાજકોટ, સુરત,જામનગર, જૂનાગઢ, ગાંધીનગરના મેયર-સ્ટેન્ડિંગ કમિટિ અધ્યક્ષ-મ્યુનિસિપલ કમિશ્નરોનીગાંધીનગર ખાતે શહેરી વિકાસ વિભાગના ઉપક્રમે મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં વિજય રૃપાણીએ આઠેય મહાનગરોમાં બ્રોડ વિઝન, પ્લાનિંગ સાથે સ્વચ્છતા કામગીરી, ડ્રેનેજ વોટર ટ્રીટમેન્ટ, રિસાયકલિંગ ઓફ વેસ્ટ વોટર તેમજ શહેરી વિકાસની ટી.પી. સ્કીમની માળખાકીય સુવિધાના કામોમાં વેગ લાવીને ગુજરાતના શહેરોને વિશ્વના શહેરો સાથે સ્પર્ધા કરે તેવા સજ્જ કરવા આહવાન કર્યું છે. આ ઉપરાંત શહેરીકરણના વ્યાપ-માનવ વસતીની પાણીની જરૃરિયાતને પહોંચી વળવા ડ્રેનેજ વોટર ટ્રીટમેન્ટ, રિસાયકલિંગ ઓફ યુઝ્ડ વોટરના ટોચના ક્રમે પ્રાથમિક્તા આપવા તાકીદ…
કવિ: Satya-Day
રાજદ્રોહ કેસમાં આરોપી પાટીદાર નેતા અલ્પેશ કથીરિયાના જેલમાંથી બહાર આવી ગયો છે. અલ્પેશના સ્વાગત માટે પાટીદાર અનામત આંદોલન સમિતિના હાર્દિક પટેલ સહિતના નેતાઓ પહોંચ્યા હતા. આશરે ત્રણ મહિનાના જેલવાસ બાદ પાસ કન્વીનર અલ્પેશ કથીરિયાની જેલ મુક્તિ થઇ છે. વિવિધ ત્રણ કેસોમાં અલ્પેશ કથીરિયાના જામીન મંજૂર કરવામાં આવ્યા છે. અલ્પેશને આવકારવા માટે PAASએ સંકલ્પ યાત્રાનું આયોજન કર્યું છે. જે શહેરના ઉધના દરવાજાથી શરૂ થશે. લાજપોર જેલ બહાર અલ્પેશની મુક્તિને લઈને સવારથી જ પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે. દરમિયાન હાર્દિક પટેલે અલ્પેશ કથિરિયાને આંદોલનનો નેતા જાહેર કર્યો છે. અલ્પેશને મળી તેમના પરિવારજનો ભાવુક થયા હતા. અલ્પેશને આવકારવા માટે PAASએ સંકલ્પ યાત્રાનું આયોજન કર્યું…
ભારતમાં ગૂગલ મેપ્સે પોતના યૂઝર્સ માટે લાઇવ લોકેશન અને ETA (એસ્ટિમેટેડ ટાઇમ ઓફ અરાઇવલ) ને પોતાના કોન્ટેક્ટ્સ સાથે શેર કરવાનો ઓપ્શન આપ્યો છે. અર્થાત્ હવે તમારા કોઇ પણ સંબંધી કે મિત્ર પબ્લિક ટ્રાન્સપોર્ટ દ્વારા ટ્રાવેલ કરી રહ્યા છે તો તમે તેને લાઇવ ટ્રેક કરી શકો છો અને જાણી શકો છો કે તે અત્યાકે ક્યાં છે અને તેની ટ્રેન કે બસ કેટલા વાગ્યા સુધીમાં ડેસ્ટિનેશન સ્ટેશન પર પહોંચશે. જો કે, આ ફીચર માત્ર એન્ડ્રોઇડ યૂઝર્સ માટે જ છે, પરંતુ આવનારા દિવસોમાં આ ફીચર આઇફોન યૂઝર્સ માટે પણ લોન્ચ કરવામાં આવશે તેવું માનવામાં આવી રહ્યું છે. ગૂગલ ઇન્ડિયાએ ટ્વીટ કરીને નવા ફીચર્સની…
અત્યાર સુધી જુગારના ધંધા બંધ બારણા પાછળ થતા હતા જ્યારે હવે બંધ પડદા પાછળ થવા લાગ્યા છે. પોલિસથી બચવા નવા-નવા કિમીયા અપનાવતા જુગારીઓ આ વખતે પણ એક નવો કિમીયો અપનાવવા ગયા પણ પોલિસે તેમને ઝડપી પાડ્યા. પોલીસે ચાલતી લક્ઝરી બસમાં જુગાર રમતા 16 જુગારીઓની ધરપકડ કરી કરી છે. લક્ઝરીમાં જુગારધામ ચાલતો આવો પ્રથમ કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. શહેરના એસ.પી.રિંગ રોડ પર સાંઈ કૃપા નામની લક્ઝરી બસની પોલીસે પાસ કરી તો અંદર જુગાર અને દારૂની પાર્ટી ચાલતી હતી. પોલીસને તપાસ કરતા લક્ઝરીમાંથી 35 દારૂની બોટલો મળી આવી હતી. બસમાં જુગારીઓ ગાદલાં પાથરીને જુગાર રમતાં હતા. પોલિસે જુગારધામના સંચાલક, બસના ડ્રાઇવર-કંડકટર સહિત…
દિલ્હીમાં વધતા પ્રદુષણને લઇને ઉત્તરીય દિલ્હી નગરનિગમ હરકતમાં આવ્યું છે. તંત્ર દ્વારા પ્રદુષણ ફેલાવનારી 63 ફેક્ટરીઓને સીલ કરી છે. આ ફેક્ટરીઓ પ્રતિબંધ છતાં કામ કરીને પ્રદુષણ ફેલાવતી હતી. તંત્ર હાલ આવી ફેક્ટરીઓની ઓળખ કરી રહી છે. દિલ્હીના બીદોપુરા અને રૈગપુરમાં ચોરીછૂપીથી ચલાવવામાં આવતી 103 ફેક્ટરીઓની ઓળખ કરવામાં આવી હતી. જેમાંથી 63ને સીલ કરવામાં આવી જ્યારે 40ને શો કોઝ નોટીસ આપવામાં આવી છે. જે એકમો પર કાર્યવાહી કરવામાં આવી છે તે એકમો વાયુ પ્રદુષણ ફેલાવતા હતા. આ પહેલા પણ તંત્રએ 32 યુનિટ્સને ઝડપ્યા હતા જેની સીલ કરવામાં આવ્યા હતા. જ્યારે ઓક્ટોબરમાં પણ ફેક્ટરીઓ અને ગોડાઉન સીલ કરવામાં આવ્યા હતા જેમાં પ્લાસ્ટીક,…
સુરત શહેરમાં ચકચાર જગાવનારા ડો.પ્રફુલ દોષી દ્વારા મહિલા સાથેના દુષ્કર્મ કેસમાં પ્રજાપતિ સમાજન મહિલાઓએ પોલીસ કમિશરને આવેદનપત્ર આપી એફએસએલ રિપોર્ટ બદલી કાઢનારા અધિકારીઓ સામે કાયદાકીય કાર્યવાહી કરવાની માગં કરી છે. વાટલીયા પ્રજાપતિ સમાજ મહિલા મંડળના પ્રમુખ શર્મિષ્ટાબેન વરીયા સહિતની મહિલાઓએ પોલીસ કમિશનરને મેમોરેન્ડમ આપી રજૂઆત કરતા પ્રફુલ દોષી પ્રકરણમાં આવનાર દિવસોમાં નવા ફણગા ફૂટવાની શક્યતા નકારી શકાતી નથી. વાટલીય પ્રજાપતિ સમાજની મહિલાઓએ આવેદનપત્રમાં જણાવ્યું કે સુરત શહેરના અઠવા પોલીસ સ્ટેશનના ફસ્ટ ગુ,ર.નંબપ 116/2018 પ્રમાણે ડો.પ્રફુલ દોષી વિરુદ્વ દુષ્કર્મની ફરીયાદ દાખલ કરવામાં આવી હતી. ભોગ બનનારી પિડીતા અમારી એટલે કે પ્રજાપતિ સમાજની પરિણીતા હતી. સમાજના આગેવાનો દ્વારા પિડીતાને ન્યાય અપાવવાના હેતુથી…
ભાજપના રાજ્યમાં પ્રથમ મુખ્યપ્રધાનનો દરજ્જો મેળવનાર કેશુભાઈ પટેલની અચાનક તબીયત લથડી જતા શનિવારે તેમને ગાંધીનગર સિવિલમાં સારવાર માટે લાવવામાં આવ્યા હતા. જેમાં તેમનો ચેક-અપ અને રિપોર્ટ કરવામાં આવ્યા હતા. કેશુભાઈ પટેલે જણાવ્યુ હતું કે 10 દિવસથી સામાન્ય બીમારીના કારણે સામાન્ય ચેક-અપ માટે તેઓ આવ્યા છે.
ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીને બદલીને કમૂર્તા બેસે તે પહેલાં નવા સીએમની તાજપોશી કરવામાં આવી રહી હોવાની અટકળો વચ્ચે સુરત આવેલા મુખ્યમંત્રી વિજય રૂપાણીને રાજીનામા અંગે પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો. મુખ્યમંત્રી વિજય રૂપાણીને રાજીનામું આપી દેવાનું કહી દેવામાં આવ્યું હોવાની ચર્ચા નાગપુરનાં વર્તુળોમાં ચાલી રહી છે ત્યારે સુરતના કાર્યક્રમમાં હાજરી આપવા આવેલા મુખ્યમંત્રી વિજય રૂપાણીને રાજીનામા અંગે સવાલ પૂછવામાં આયો હતો કે શું તમને રાજીનામું આપી દેવાનું કહી દેવામાં આવ્યું છે ત્યારે મુખ્યમંત્રી વિજય રૂપાણીના ચહેરાના હાવભાવ બદલાઈ ગયા હતા અને પ્રશ્ન અંગે કશું પણ કહ્યું ન હતું, સુરતના મોટા વરાછા રૂસ્તમ બાગ ખાતે સ્વામી નારાયણ મંદિરના પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવમાં હાજરી આપવા…
નવી મુંબઈના પનવેલ વિસ્તારમાં મુંબઈના એક હીરાના બિઝનેસમેનની લાશ મળી આવતા ચકચાર મચી ગયો હતો. બિઝનેસમેન 28 નવેમ્બરથી ગૂમ હતો. આ હીરાના બિઝનેસમેનની કાર મુંબઈના ઈસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે પર મળી આવી હતી. કોલ ડિટેલથી ખુલાસો થયો કે મૃતક ડાન્સ બારમાં કામ કરનારી અનેક યુવતીઓ સહિત ટીવી સિરિયલમાં કામ કરતી અભિનેત્રીઓ સાથે પણ સંપર્કમાં હતો. પોલીસે ટેલિવિઝનના પડદે ‘ગોપી વહુ’ના નામથી પ્રચલિત દેવોલીના ભટ્ટાચાર્યજી સહિત 20 લોકોની પૂછપરછ કરી હતી. પોલીસના જણાવ્યાં પ્રમાણે, ઘાટકોપર વિસ્તારમાં રહેતા હીરાના બિઝનેસમેન રાજેશ્વર 28 નવેમ્બરના રોજ ઘરેથી થોડીવારમાં પરત આવવાનું કહીને નીકળ્યા હતાં. પરંતુ બીજા દિવસે સવાર સુધી તેઓ પરત ફર્યાં નહતાં. ત્યારબાદ તેમના પરિવારે…
ગુજરાતભરમાં વિદ્યાર્થીઓના ખભા પર રહેલા ભણતરના ભારને દુર કરવા માટેના કાયદાઓ આજથી લાગુ થઈ ગયા છે. ભાર વિનાની ભણતર અંતર્ગત તૈયાર કરાયેલી પોલીસ ચાર અલગ અલગ એક્શન પ્લાન પર લાગુ થઈ છે. જેમાં ખાનગી પબ્લિશર્સના ગાઈડ કે પુસ્તક સ્કૂલમાં લાવવા ગેરકાયદે બનશે. આગામી સત્રથી બે અલગ-અલગ તબક્કામાં પુસ્તકો છપાશે. અત્યારે સુધી એક દિવસમાં શાળામાં 8 પિરીયડ લેવાતા હતા. તેની જગ્યાએ રોજ માત્ર 4 વિષયના બબ્બે પિરીયડ લેવાશે તેવો પણ નિર્ણય લેવાયો છે. વિદ્યાર્થીઓને હોમ વર્ક પણ એનસીઈઆરટીની ગાઈડ લાઈન પ્રમાણે જઆપવામાં આવશે તેમ નક્કી થયું છે. અગાઉ પણ સરકારે સ્કૂલના બાળકોની બૅગના વજનને લઈને એક નવી ગાઈડલાઈન તૈયાર કરી હતી.…