(સૈયદ શકીલ દ્વારા): જસદણ વિધાનસભાની ચૂંટણી રસપ્રદ તબક્કામાં આવી પહોંચી છે. કુંવરજીને જીતાડવા માટે ભાજપે એડીચોટીનું જોર લગાવી તો દીધું પણ સામા પક્ષે કોંગ્રેસના છકડા ચલાવનાર ઉમેદવારને લઈ કુંવરજી ટેન્શનમાં આવી ગયા હોય એમ લાગે છે. વર્ષોથી કોંગ્રેસ સાથે રહ્યા, અને મંત્રી પદ મેળવવાની લહાયમાં ભાજપમાં ગયા અને ભાજપમાં ગયા પછી માત્ર કલાકમાં મંત્રી પદ મેળવી પણ લીધું. એક તરફ ભાજપના નેતાઓ દાવો કરે છે કે જાતિવાદી રાજકારણ કરતાં નથી તો કુંવરજી બાવળીયાને કોંગ્રેસમાંથી ભાજપમાં લાવી તકવાદી રાજકારણનો પરિચય આપ્યો છે. જસદણ-વીંછીયા વિધાનસભાની પેટાચૂંટણીને એક રીતે જોઈએ તો ભાજપ કોંગ્રેસ કરતાં કોંગ્રેસ વર્સીસ કોંગ્રેસ વધારે લાગે છે. કુંવરજીની ઓડિયો ક્લિપ…
કવિ: Satya-Day
તમને કદાચ આ ઘટના યાદ હોય તો કે 6 નવેમ્બર 2016ના રોજ કરજણ ટોલ નાકાની આગળ રાત્રે 08.30 કલાકે એક ભયંકર અકસ્માત થયો હતો જેમાં સુરતના 9 વ્યક્તિઓનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું. આ ઘટનામાં માતાએ 28 વર્ષનો છોકરો અને 26 વર્ષની પુત્રવધુ ગુમાવ્યાં હતાં. માતા અંદરથી સાવ તૂટી ગઇ હતી. ઘટનાના માત્ર છ મહિના બાદ દીકરીએ IVF વિશે જાણ્યું અને કંઇ પણ વિચાર કર્યાં વગર ઘરમાં જઇને માતા-પિતાને કહી દીધું કે ‘આ ઘરમાં ભાઇ ફરીથી આવશે.’ બસ, પછી તો ગેહલોત પરિવારમાં ફરીથી આશાનો જન્મ થયો. કોલેજના એક સેમિનારમાં દીકરી મનીષાએ આઈવીએફ ટ્રીટમેન્ટ વિષે જાણ્યું . દીકરીની વાત સાંભળી માતાએ શક્યતા…
તાજેતરમાં સુરતમાં ચકચાર જગાવનારા અને અખબારો સહિત ન્યૂઝ ચેનલોની હેડલાઈન્સ બનેલા ડો.પ્રફુલ્લ દોષી દ્વારા થયેલા મહિલા સાથેના દુષ્કર્મ કેસમાં હવે પ્રજાપતિ સમાજની મહિલાઓ મેદાને પડી છે. પ્રજાપતિ સમાજ દ્વારા પિડીતા અને એફએસએલનો રિપોર્ટ બદલી નાંખનારા અધિકારીઓ વિરુદ્વ કાયદાકીય કાર્યવાહી કરવાની માંગ સાથે આજે સાંજે પોલીસ કમિશનરને આવેદનપત્ર આપવાનું નક્કી કરવામાં આવ્યું છે. સુરત વાટલીયા પ્રજાપતિ મહિલા ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ શર્મિષ્ટાબેન વરીયાએ જણાવ્યું કે ડો.પ્રફુલ્લ દોષી દુષ્કર્મ કેસમાં સુરત ખાતેથી ખોટા એફએસએલ રિપોર્ટ બનાવનારા એફએસએલ વિભાગના અધિકારઓ વિરુદ્વ ફરીયાદ, ગુનો દાખલ કરવાની માંગ સાથે વાટલીયા પ્રજાપતિ મહિલા સમાજની મહિલા અને આગેવાનો સુરતના પોલીસ કમિશનરને આવેદનપત્ર આપશે. શર્મિષ્ટાબેન વરીયાએ કહ્યું કે ક્યાં…
પાકિસ્તાનને પાઠ ભણાવવાના ભારતે અન્ય રસ્તા પણ શોધી લીધા છે. હવે ભારતમાંથી પાકિસ્તાન તરફ જતા પાણીના વહેણ ફેરવી નાખવામાં આવશે અને તેનો ઉપયોગ ભારતમાં જ કરવામાં આવશે. આ માટે રવી નદી પર એક ડેમ બનાવવામાં આવશે જેની મદદથી પાકિસ્તાન તરફ જતુ પાણી ભારત તરફ વાળી લેવામાં આવશે. હાલ આ પ્રોજેક્ટને કેન્દ્રીય કેબિનેટ દ્વારા મંજુરી આપી દેવામાં આવી છે. સરકાર દ્વારા જારી એક નિવેદનમાં જણાવવામાં આવ્યું હતું કે પંજાબમાં આ ડેમ બનાવવામાં આવશે જેની મદદથી પાકિસ્તાન તરફ જે વધારાનું પાણી જતુ રહે છે તેને અટકાવવામાં આવશે અને ભારત તરફ વાળી લેવાશે. આ પ્રોજેક્ટની મદદથી પંજાબમાં પાંચ હજાર હેક્ટર જમીન અને કાશ્મીરમાં…
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીની પુત્રી ઈશાની લગ્નની તૈયારી શરૂ થઈ ગઈ છે. આ માટે આખો પરિવાર રાજસ્થાનના ઉદયપુરમાં પહોંચી ગયો છે. ઈશાના લગ્ન પહેલા અંબાણી પરિવાર તરફથી ગરીબોની ‘અન્ન સેવા’ કરવામાં આવી રહી છે. જેમાં સાતમી ડિસેમ્બરથી 10મી ડિસેમ્બર સુધી દિવસમાં ત્રણ વખત ગરીબોને ભોજન કરાવવામાં આવશે. આઠમી અને નવમી ડિસેમ્બરના રોજ ઈશા અંબાણીનું પ્રી-વેડિંગ ફંક્શન છે. અન્ન સેવા ઉદયપુરની નારાયણ સેવા સંસ્થાનમાં આયોજિત કરવામાં આવી છે. જેમાં 5,100 ગરીબોને ભોજપ કરાવવામાં આવશે. અન્ન સેવામાં મુકેશ અંબાણી, નીતા અન ઈશા અંબાણી સાથે આનંદ અને તેમના માતા-પિતા તેમજ સ્વાતી પીરામલ પણ ગરીબોને ભોજન કરાવતા નજરે પડ્યાં હતાં. ઈશા અને આનંદ…
ભારતના મુખ્ય આર્થિક સલાહકાર તરીકે સરકાર દ્વારા ઈન્ડિયન સ્કૂલ ઓફ બિઝનેસના કૃષ્ણમૂર્તિ સુબ્રમણ્યમની વરણી કરવામાં આવી છે. તેઓ અરવિદ સુબ્રમણ્યનનું સ્થાન લેશે. તેમનો કાર્યકાળ 3 વર્ષનો હશે. એક સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલા નિવેદનમાં આ વાત કહેવામાં આવી છે. અરવિંદ સુબ્રમણણ્યને આ વર્ષે જુલાઈમાં વ્યક્તિગત કારણોસર રાજીનામુ મૂકી દીધું હતું. તેમની જગ્યાએ હવે કૃષ્ણમૂર્તિની નિમણૂક કરવામાં આવી છે.કૃષ્ણમૂર્તિ સુબ્રમણ્યન ઈન્ડિયન સ્કૂલ ઓફ બિઝનેસમાં ફાઈનાન્સના એસોસિએટ પ્રોફેસર અને સેન્ટર ફોર એનાલિટિક્સ ફાઈનાન્સના એક્ઝિક્યૂટિવ ડાયરેકટર છે. સુબ્રમણ્યન શિકાગો બૂથથી Phd થયેલા છે અને IIT અને IIMના વિદ્યાર્થી પણ રહી ચૂક્યા છે. કૃષ્ણમૂર્તિની ગણતરી દુનિયાના ઉચ્ચ કોટિના બેકિંગ, કોર્પોરેટ ગવર્નન્સ અને ઈકોનોમિક પોલીસી…
ગુજરાત સરકારે તાલુકા અને જિલ્લા પંચાયત વિસ્તારમાં જમીન બિનખેતી(નોન એગ્રીકલ્ચર- NA)કરવાની સત્તા કારોબારી સમિતિ પાસેથી પરત ખેંચીને કલેકટરના હવાલે કરી દીધી છે. જેનો આજથી જ અમલ કરવાની જાહેરાત મહેસુલ મંત્રી કૌશિક પટેલે કરી છે. બિનખેતીના ભ્રષ્ટાચારનો દરવાજો બંધ કરવા ઓનલાઈન મંજુરી પદ્ધતિનો સરકારે ક્રાંતિકારી નિર્ણય કર્યો છે. બિનખેતીમાં NOC મેળવવામાં અને મંજુરીમાં મોટાપાયે ભ્રષ્ટાચાર થતો હોવાની બુમરાળને પગલે સરકારે શહેરી વિસ્તારો (કલેકટર હસ્તકના વિસ્તારો)માં ગત લાભ પાંચમથી બિનખેતીની ઓનલાઈન પદ્ધતિ અમલમાં મુકી દીધી હતી. ઓન લાઈન રજિસ્ટ્રેશનની સફળતાના પગલે પંચાયત ક્ષેત્રમાં પણ ઓનલાઈન પદ્ધતિ અમલમાં મુકી સમગ્ર કામગીરી કલેકટર તંત્રને હવાલે કરી છે. મહેસુલ મંત્રીએ જાહેર કર્યા મુજબ આજથી જ…
સુરત મહાનગર પાલિકા દ્વારા ડોર ટૂ ડોર ગાર્બેજ સિસ્ટમનાં અનુસંધાને સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ ડિપાર્ટમેન્ટની લાલીયાવાડી સામે આવી રહી છે. સોલિડવેસ્ટ ડિપાર્ટમેન્ટના વડા ઉદય નાયકને પુરાવા આપવામાં આવ્યા હોવા છતાં કોન્ટ્રાક્ટરો વિરુદ્વ કાર્યવાહી કરવામા આવી રહી નથી જેના કારણે અનેક પ્રકારની શંકા ઉભી થઈ રહી છે. સુરત મહાનગર પાલિકાના સેન્ટ્રલ ઝોનના ભરીમાતા વિસ્તારમાં આવેલા ટ્રાન્પોર્ટેશન સેન્ટર પરથી કચરાને બારોબાર વેચી મારવામાં આવે છે અને કોર્પોરેશનને આર્થિક રીતે નુકશાન પહોંચાડવામાં આવી રહ્યું છે. જે કોન્ટ્રાકટરને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે તે પાલિકાએ નક્કી કરેલા નિયમોનો છડેચોક ઉલ્લંઘન કરીને મનસ્વી રીતે અને દાદાગીરી કરી કચરાને બારોબાર વેચી નાંખવાનો વેપલો કરે છે. સોલિડ વેસ્ટ ડિપાર્ટમેન્ટ…
રાજસ્થાન અને છત્તીસગઢ વિધાનસભાનાં એક્ઝિટ પોલ આવી ગયા છે. રાજસ્થાનમા કોંગ્રેસને બમ્પર બહુમતિ મળવાનો સરવે જાહેર કરવામાં આવ્યો છે જ્યારે છત્તીસગઢમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે રસાકસી રહેશે એવું મોટાભાગના સરવે કહી રહ્યા છે. રાજસ્થાનમાં કોંગ્રેસને 135થી 140 સીટ મળવાની ધારણ છે જ્યારે ભાજપને 50થી 55 સીટ મળવાની સંભાવના છે. સરવે જોઈએ તો આ વખતની વિધાનસભાની ચૂંટણીમાં મેદીનો મેજિક ચાલ્યો નથી. છત્તીસગઢમાં 90 સીટમાંથી ભાજપને સીટ મળવાના સંકેત છે તો કોંગ્રેસના ખાતામાં 55થી 65 સીટ અને ભાજપના ખાતામાં 21-31 સીટ મળવાની ધારણા ઈન્ડીયા ટૂડેના સરવેમાં કહેવાયું છે. રાજસ્થાનમાં કોંગ્રેસને 119=141 સીટ, ભાજપને 55-72 સીટ મળવાનો અંદાજ વ્યક્ત કરવામાં આવ્યો છે.
દેશમાં યોજાયેલી પાંચ રાજ્યોની વિધાનસભાની ચૂંટણીના એક્ઝિટ પોલ જાહેર કરવામાં આવ્યા છે. એપીબીએ જાહેર કરેલા એક્ઝિટ પોલમાં મધ્ય પ્રદેશના ચંબલમાં કોંગ્રેસને આગળ દર્શાવવામાં આવી રહી છે. ચંબલની 10 સીટ ભાજપને, કોંગ્રેસને 21 સીટ અને અન્યને 3 સીટ જતી દેખાઈ રહી છે. અહીં કુલ 34 સીટ છે. આ એક્ઝિટ પોલ લોકમત-સીએસડીએસ દ્વારા જાહેર કરવામાં આવ્યો છે. વિંધ્યમાં 56 સીટ આવેલી છે. ભાજપને 37 ટકા વોટ મળી રહ્યા છે. અહીં પણ કોંગ્રેસને 41 ટકા વોટ મળી રહ્યા છે. જ્યારે અન્યને 22 ટકા વોટ મળી રહ્યા છે. અહીંયા ભાજપને 20 કોંગ્રેસને 33 અને અન્યને 3 સીટ મળી રહી છે. હાલ 90 સીટના એક્ઝિટ પોલમાં…