કવિ: Sports Desk

દિલ્લી : નરિંદર બત્રા ભારતીય ઓલંપિક સંઘના અધ્યક્ષ બન્યા છે. તેમણે તેમના હરીફ અનિલ ખન્નાને મોટા અંતરથી હરાવ્યા હતા. નરિંદર બત્રા ચાર વર્ષ માટે આ પદ પર નિયુક્ત થયા છે. આંતરરાષ્ટ્રિય હોકી ફેડરેશનના પ્રમુખ નરિંદર બત્રાને કુલ 142 વોટ મળ્યા હતા. જ્યારે અનિલ ખન્નાને માત્ર 13 વોટ જ મળ્યા હતા. તો બીજી તરફ આર.કે. આનંદે જી.એસ. ગહલોતને હરાવીને સીનિયર વાઇસ પ્રેસિડન્ટ બન્યા હતા. આર.કે. આનંદ પણ ચાર વર્ષ માટે કાર્યકાળ સંભાળશે. આર.કે. આનંદને 96 વોટ મળ્યા હતા જ્યારે જી.એસ. ગેહલોતને માત્ર 35 વોટ મળ્યા હતા. જ્યારે રાજીવ મહેતા બીજા કાર્યકાળમાટે મહા સચિવ બન્યા છે. આનંદેશ્વર પાંડે કોષાઅધ્યક્ષ પસંદ થયા છે.

Read More

ક્રિકેટના સૌથી નાના ફોર્મેટ T20 બાદ હવે દુબઇમાં તેના પણથી નાનું ફોર્મેટ T10 શરૂ થવા જઇ રહ્યું છે. આ લીગમાં દુનિયાના ઘણા દિગ્ગજ ખેલાડીઓ ભાગ લઇ રહ્યા છે. જેને પગલે દુનિયાના મોટા ભાગના ક્રિકેટ ચાહકો આ નાના ફોર્મેટ T10 લીગની આતુરતાથી રાહ જોઇ રહ્યા છે. આ લીગનો રોમાંચ ત્યારે જોવા મળશે જ્યારે UAE માં T10 લીગ બેટ્સમેનો રનોનો વરસાદ કરશે. આ લીગમાં ટીમ ઇન્ડિયાના વિસ્ફોટન બેટ્સમેન વિરેન્દ્ર સહેવાગ, બુમ બુમ અફ્રિદી, ઇયોન મોર્ગન અને કુમાર સંગાકારા જેવા દિગ્ગજ ખેલાડીઓ ભાગ લેશે. ચાર દિવસની આ લીગ ટુર્નામેન્ટ ઘણી રોમાંચક રહેવાની આશાઓ છે. કારણ કે આ ટુર્નામેન્ટમાં ખેલાડીઓ પર પૈસાઓનો વરસાદ થવાનો…

Read More

શ્રીલંકા : ટીમ ઇન્ડિયાના સિક્સર કિંગ યુવરાજસિંહે વર્ષ 2007મા ઇંગ્લેન્ડના ઝડપી બોલર સ્ટુઅર્ટ બ્રોડની ઓવરમાં છ બોલમાં છ છગ્ગા લગાવી ઇતિહાસ રચ્યો હતો પરંતુ શ્રીલંકાના યુવા બેટ્સમેને છ નહીં પરંતુ સતત સાત છગ્ગા લગાવી યુવરાજને પાછળ છોડયો હતો. જોકે, આ બેટ્સમેને આંતરરાષ્ટ્રીય નહીં પરંતુ સ્થાનિક ક્રિકેટમાં લગાવ્યા છે. આ યુવા બેટ્સમેનનું નામ નવિંદુ પસારા છે. પસારાએ અંડર-15 મુરલી ગુડનેસ કપમાં ફોગ ક્રિકેટ એકેડમી તરફથી રમતાં સાત બોલમાં સાત છગ્ગા લગાવ્યા હતા. આ ઓવરમાં બોલરે નો બોલ નાખ્યો હતો જેને કારણે સતત સાત છગ્ગા ફટકાર્યા હતા. આ મેચનો ચીફ ગેસ્ટ મુરલીધરન ઉપસ્થિત રહ્યો હતો જેણે પસારાના બેટિંગની ઘણી પ્રશંસા કરી મેન…

Read More

દિલ્લી : રણજી ટ્રોફી તેના અંતિમ ચરણમાં પહોચી ગઇ છે. દિલ્લીની રણજી ટીમ સેમી ફાઇનલમાં પહોચી ગઇ છે. ત્યારે સેમી ફાઇનલ જેવી મહત્વની મેચમાં દિલ્લી ટીમના સુકાની ઇશાંત શર્મા ઇજાગ્રસ્ત થતા 17 ડિસેમ્બરના રોજ બંહાળ સામેની સેમી ફાઇનલ મેચમાં નહી રમી શકે. ત્યારે ઇશાંત શર્માની જગ્યાએ દિલ્લીની ટીમમાં 20 વર્ષના રૂશભ પંતને સમાવવામાં આવ્યો છે. આમ રૂશભ પંતને દિલ્લી રણજી ટીમનો સુકાની બનાવવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે શ્રીલંકા સામેની છેલ્લી ટેસ્ટ મેચમાં ઇજા પહોચી હતી. જેના કારણ તે રણજી ટ્રોફીની સેમી ફાઇનલ મેચ નહી રમી શકે. તો દિલ્લી રણજી ટીમમાં ફાસ્ટ બોલર મોહમ્મદ શમી અને રૂદ્ધીમાન સહા બંગાળ ટીમ…

Read More

ઓસ્ટ્રેલિયા અને ઇંગ્લેન્ડ વચ્ચે એશિઝ સિરીઝની ત્રીજી ટેસ્ટ મેચ પર્થના વાકા સ્ટેડિયમમાં શરૂ થયા બાદ ઇંગ્લેન્ડના એક પ્રતિષ્ઠિત ન્યૂઝ પેપરે મેચ ફિક્સિંગનો સનસનીખેજ ખુલાસો કર્યો છે. ન્યૂઝ પેપરે દાવો કર્યો છે કે, પર્થ ટેસ્ટ મેચ ફિક્સ કરાવવા માટે તેમની પાસે ભારતના બે બુકી આવ્યા હતા અને મેચ ફિક્સ દ્વારા કરોડો રૂપિયા કમાઈ શકે છે તેવો દાવો કર્યો હતો. બુકીઓએ પર્થ ટેસ્ટ મેચના ફિક્સ કરાયેલા ભાગને વેચવાની રજૂઆત કરી હતી. જેના આધારે મોટી રમક જીતવા માટે સટ્ટો લગાવી શકાય છે. જોકે, ઓસ્ટ્રેલિયા-ઇંગ્લેન્ડ વચ્ચેની મેચમાં સ્પોટ ફિક્સિંગ અથવા મેચ ફિક્સિંગ થયાની જાણકારી હજુ બહાર આવી નથી. બુકીઝ સોબર્સ જોબન અને પ્રિયાંક સક્સેનાનું…

Read More

દુબઇ: ટેસ્ટ ક્રિકેટનો રોમાંચ જાળવી રાખવા માટે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલ (ICC)ની પહેલ પર યોજાઈ રહેલી ચાર દિવસીય ટેસ્ટ મેચ યોજાનારા છે. સાઉથ આફ્રિકા અને ઝિમ્બાબ્વે વચ્ચે પોર્ટ એલિઝાબેથમાં આ 26મી ડિસેમ્બરથી પ્રથમ ચાર દિવસીય ટેસ્ટ મેચનું આયોજન થશે. જેમાં પ્રતિ દિવસ 90 ને બદલે 98 ઓવરની રમત નખાશે. હાલ પાંચ દિવસની ટેસ્ટ મેચ રમાય છે. જેમાં પ્રિત દિવસ 90 ઓવર નાખવામાં આવે છે. પરંતુ ચાર દિવસીય ટેસ્ટમાં પ્રતિ દિવસ અડધો કલાક વધારે મેચ રમાશે જેને કારણે પ્રિત દિવસ 98 ઓવરની રમત શક્ય બનશે. આ ઉપરાંત અન્ય નિયમોમાં પણ કેટલાક બદલાવ કરાયા છે જે મુજબ પ્રથમ ઇનિંગના આધારે 150 રનની લીડ…

Read More

દિલ્લી : દિલ્હી સુપ્રીમ કોર્ટે ભારતીય ક્રિકેટર ગૌતમ ગંભીરની એ અરજી રદ કરી નાંખી છે કે જેમાં તેણે દિલ્હીના એક રેસ્ટ્રો બાર પર તેના નામની ટેગ લાઇનનો ઉપયોગ કરી રહ્યા હોવાનો દાવો કર્યો હતો અને સાથે સાથે તેણે તેના નામને હટાવવાની પણ માગ કરી હતી. જોકે, જસ્ટિસ એસપી ગર્ગે દિલ્હીની ડીએપી કંપનીની વિરુદ્ધમાં ગંભીરે કરેલી અરજી રદ કરી દીધી હતી. આ કંપની પિૃમ દિલ્હીમાં બે પબ ચલાવે છે અને સૌથી રસપ્રદ વાત તો એ છે કે તેના માલિકનું નામ પણ ગૌતમ ગંભીર છે. આ રેસ્ટ્રો બારે અદાલતને જણાવ્યું હતું કે તેઓ બાય ગૌતમ ગંભીરની ટેગ લાઇનનો ઉપયોગ એટલા માટે કરે…

Read More

મુંબઇ : IPL 2018 હવે નજીક આવી રહી છે. ત્યારે તેની તૈયારીઓ શરૂ થઇ ગઇ છે. જેને પગલે ઇન્ડીયન પ્રીમિયર લીગ (IPL) ની ફ્રેન્ચાઈઝી કિંગ્સ ઈલેવન પંજાબે ઓસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ બેટ્સમેન બ્રેડ હોજને પોતાના મુખ્ય કોચ તરીકે નિયુક્ત કર્યા છે. બ્રેડ હોઝ આ પહેલા બે વર્ષ માટે આવેલી ગુજરાત લાયન્સ ટીમમાં કોચ રહ્યા હતા. બ્રેડ હોજ વીરેન્દ્ર સહેવાગહને રિપોર્ટ કરશે જે ટીમના માર્ગદર્શક અને દિગ્દર્શક છે. ઉલ્લેખનીય છે કે સંજય બાંગરે ૨૦૧૬ માં ટીમના મુખ્ય કોચ પદથી રાજીનામું આપી દીધું હતું. ત્યાર બાદ વિરેન્દ્ર સહેવાગને માર્ગદર્શક તરીકે ૨૦૧૭ સીઝનમાં ટીમની જવાબદારી છોપવા આવી હતી. તેમ છતાં પંજાબની ગઈ સીઝન આઈપીએલમાં ખાસ…

Read More

અમદાવાદ : વિશ્વ હોકી ફેડરેશને વિશ્વ રેકિંગની કાલે જાહેરાત કરી છે. જેમાં ભારતીય મહિલા અને પુરૂષ હોકી ટીમે શાનદાર રેકિંગ સાથે વર્ષનું સમાપન કર્યું છે. ઉલ્લેખનીય છે કે ભારતીય હોકી માટે ૨૦૧૭નું વર્ષ શાનદાર રહ્યું છે. આ વર્ષે ભારતીય મેન્સ અને મહિલા હોકી ટીમે અનુક્રમે છઠ્ઠું  અને ૧૦મું સ્થાન મેળવ્યું છે. આ વર્ષની શરૂઆતમાં ભારતીય ટીમ છઠ્ઠા સ્થાને પહોંચી હતી અને ત્યારબાદ તેમણે આ સ્થાન જાળવી રાખ્યું છે. ભુવનેશ્વર ખાતે હાલમાં જ સમાપ્ત થયેલી હોકી વર્લ્ડ લીગ ફાઇનલ્સમાં ભારતીય મેન્સ હોકી ટીમે ત્રીજું સ્થાન મેળવ્યું હતું. આ માટે તેમણે જર્મનીની ટીમને પરાજય આપ્યો હતો. જર્મનીની ટીમ રેન્કિંગમાં ભારતીય ટીમ કરતા…

Read More

જોહાનિસબર્ગઃ ભારતીય ગોલ્ફર શુભંકર શર્માએ સાઉથ આફ્રિકામાં રમાયેલી જોબર્ગ ઓપન ટૂર્નામેન્ટ જીતી પ્રસિધ્ધિ હાંસલ કરી હતી. તે નવ વર્ષ બાદ ટાઇટલ જીતનાર પ્રથમ ભારતીય ખેલાડી છે. 2008માં એસએસપી ચૌરસિયા ચેમ્પિયન બન્યો હતો. શુભંકરે પ્રોફેશનલ ગોલ્ફર બન્યા બાદ પ્રથમ ઇન્ટરનેશનલ ટાઇટલ જીત્યું છે. સાથે તે આગામી વર્ષે બ્રિટિશ ઓપન માટે ક્વોલિફાય થયો છે. બ્રિટિશ ઓપન તેની પ્રથમ મેજર ટૂર્નામેન્ટ રહેશે. તેણે ત્રણ શોટના અંતરથી વિજય હાંસલ કર્યો હતો.

Read More