મુંબઇ : સોમવારે કલકત્તાના ઇડન ગાર્ડનમાં ભારતને વિજયની એકદમ નજીક લાવી દેનાર અને મેન ઓફ ધ મેચનો ખિતાબ જીતનાર પેસ બોલર ભુવનેશ્વર કુમાર પોતાના જ લગ્નને કારણે શુક્રવારથી નાગપુરમાં શરૂ થતી બીજી ટેસ્ટ નહીં રમી શકે, ફાસ્ટ બોલર ભુવનેશ્વરની બહેન રેખાએ જણાવ્યું હતું. પહેલી ટેસ્ટની પુરી થયા બાદ તેની બહેન રેખા સાથે વાતચીત કરતા તેણે કહ્યું હતું કે, “ગુરુવારે તેના અહીં મેરઠ ખાતે લગ્ન છે, એટલે બીજા દિવસથી શરૂ થતી ટેસ્ટ એ કેવી રીતે રમી શકશે ?”. તેની બહેનને યાદ અપાવ્યું કે શ્રીલંકન બોલર અકેલા ધનંજય ઓગસ્ટમાં પરણીને બીજા જ દિવસે ભારત સામે વન ડે રમવા કેન્ડીમાં હાજર થઈ…
કવિ: Sports Desk
અમદાવાદ : ચેક ગણરાજ્યની અને પૂર્વ વિમ્બલ્ડન ચેમ્પિયન જાના નોવાત્નાનું ૪૯ વર્ષની ઉંમરે નિધન થયં છે. વુમન્સ ટેનિસ એસોસિયેશન(WTA) દ્વારા જણાવવામાં આવ્યું હતું કે એક સમયની ચેક ગણરાજ્યની સ્ટાર ટેનિસ ખેલાડી છેલ્લા કેટલાક સમયથી કેન્સર સામે ઝઝૂમી રહી હતી. ૧૯૯૮માં વિમ્બલ્ડનની ફાઇનલમાં ફ્રાન્સની નટાલી તોઝિયાતને સીધા સેટમાં ૬-૪, ૭-૬થી હરાવી જાના નોવાત્ના ચેમ્પિયન બની હતી. આ પહેલાં તેને વિમ્બલ્ડનની ફાઇનલમાં ૧૯૯૩માં સ્ટેફી ગ્રાફ અને ૧૯૯૭માં માર્ટીના હિંગિસ સામે પરાજયનો સામનો કરવો પડયો હતો. વર્ષ ૧૯૯૩ની ફાઇનલમાં સ્ટેફી ગ્રાફ સામે પરાજય મેળવ્યા બાદ તે ડચીસ ઓફ કેન્ટ કેથરીનના ખભે માથં રાખી રડી પડી હતી. કેવી હતી સ્ટાર જાના નોવાત્નાની ટેનીસની કારકિર્દી.?…
મેલબોર્નઃ ઓસ્ટ્રેલિયાનો ભૂતપૂર્વ ખેલાડી શેન વોર્ન ફરી એક વખત પ્રેમ પ્રકરણના કારણે ચર્ચામાં આવ્યો છે. શેન વોર્ન પોતાના દેશની ફેમસ મોડલ એમિલી સીયર્સને ડેટ કરી રહ્યો છે. એક બ્રિટિશ અખબારના મતે વોર્ન માર્ચથી એમિલીને ડેટ કરી રહ્યો છે અને બંને જૂનમાં વધારે નજીક આવ્યા હતા. માર્ચમાં 48 વર્ષીય વોર્ન વેસ્ટ હોલીવૂડમાં 32 વર્ષીય એમિલી સાથે ડિનર કરતો જોવા મળ્યો હતો. વોર્નનું નામ કોઈ મોડલ સાથે જોડાયું હોય તેવો પ્રથમ બનાવ નથી. વોર્ન પહેલા અભિનેત્રી લીઝ હર્લે, મોડલ એમિલી સ્કોટ અને સિમોના કૈલહનને ડેટ કરી ચુક્યો છે. સિમોના સાથે વોર્ને લગ્ન કર્યા હતા અને તેને ત્રણ બાળકો છે.
કોલકાતા: શ્રીલંકા સામેની પ્રથમ ટેસ્ટ મેચ ડ્રો કરવામાં આવી હતી. ટેસ્ટ મેચના પાંચમા દિવસે ભારતને જીતવા માટે 3 વિકેટની જરૂર હતી. પરંતુ ઓછા પ્રકાશના કારણે વહેલી બંધ કરવામાં આવી હતી. ભારત તરફથી પ્રથમ ટેસ્ટમાં બન્ને ઈનિંગમાં ભુવનેશ્વર કુમારે 8 વિકેટ ઝડપી હતી. શ્રીલંકાને જીતવા 231 રનનો લક્ષ્યાંક આપવામાં આવ્યો હતો. પરંતુ શ્રીલંકાની ટીમ બીજી ઈનિંગમાં 7 વિકેટે 75 રન જ બનાવી શકી હતી. શ્રીલંકા સામેની બીજી ઈનિંગમાં ભુવનેશ્વર કુમારે 4 વિકેટ ઝડપી તરખાટ મચાવ્યો હતો. જ્યારે શમીએ 2 અને યાદવે 1 વિકેટ ઝડપી હતી. ભારતીય બોલર સામે શ્રીલંકાનો એક પણ બેટ્સમેન ટકી શક્યો નહોતો. પાંચમા દિવસે ભારતે બીજી ઇનિંગમાં 8 વિકેટે…
વડોદરા : ગુજરાતનો સ્ટાર ક્રિકેટર ગણાતો કૃણાલ પંડ્યા તેની ગર્લફ્રેંડ પંખુરી શર્મા સાથે બહુ જલ્દીથી લગ્ન બંધનમાં જોડાવા જઈ રહ્યો છે. આ લગ્ન મુંબઇમાં થશે. કૃણાલ ક્રિકેટ ક્ષેત્રે સક્રિય છે તો પંખુરી ફિલ્મ ઇંડસ્ટ્રિમાં માર્કેટિંગના ક્ષેત્રમાં કામ કરે છે. પંખુરીને કૃણાલના ભાઈ હાર્દિક પંડ્યા સાથે પણ સારી મિત્રતા છે. પંખુરી મુંબઇમાં આઇપીએલની મેચ દરમિયાન કૃણાલ સાથે જોવા મળી હતી ત્યારથી આ બંનેના સંબંધોની ચર્ચા થઈ રહી હતી. ક્યાં અને ક્યારે થશે લગ્ન કૃણાલ તથા પંખુરીન લગ્ન 27 ડિસેમ્બરે મુંબઇના જે. ડબલ્યું મેરિયોટ્ટમાં થશે. જેની તૈયારીઓમા પરિવાર અત્યારથી જ મુંબઇ પહોંચી ગયો છે. મળતી માહિતી પ્રમાણે ક્રૃણાલ પંડ્યાના લગ્નમાં સિને જગતના…
અફઘાનિસ્તાન ક્રિકેટ ટીમે અંડર-૧૯ એશિયા કપમાં ચેમ્પિયન બની ઇતિહાસ રચી દીધો છે. ટાઇટલની પ્રબળ દાવેદાર માનવમાં આવી રહેલી પાકિસ્તાનની ટીમને અફઘાનિસ્તાને ફાઇનલમાં ૧૮૫ રને કારમો પરાજય આપ્યો હતો. અફઘાનિસ્તાનની ટીમે વિકેટકીપર ઇકરામ ફૈઝીની સદીની મદદથી પ્રથમ બેટિંગ કરતાં ૫૦ ઓવરમાં સાત વિકેટ ગુમાવી ૨૪૮ રન બનાવ્યા હતા. જેના જવાબમાં પાકિસ્તાનની ટીમ ૨૨.૧ ઓવરમાં ૬૩ રન બનાવી ઓલઆઉટ થઈ ગઈ હતી. અફઘાનિસ્તાન તરફથી મુજીબ ઝાદરાને ૭.૧ ઓવરમાં ૧૩ રન આપી પાંચ વિકેટ ઝડપી હતી. પાકિસ્તાનના બેટ્સમેનોનું પ્રદર્શન એટલું નિરાશાજનક હતું કે, ટીમના નવ ખેલાડીઓ ડબલ ફિગરે પણ પહોંચી શક્યા નહોતા. પાકિસ્તાન તરફથી મોહંમદ તાહાએ ૧૯ અને કેપ્ટન હસન ખાને ૧૦ રન…
દિલ્લી : ડો. કર્ણી સિંહ શુટીંહ રેંજમાં ચાલી રહેલા 61માં રાષ્ટ્રીય નિશાનેબાજ પ્રતિયોગીતામાં બીજા દિવસે મહિલા ટ્રૈપ નિશાનેબાજ શગુન ચૌધરીએ ટ્રૈપ ચૈમ્પિયનશિપનો ખિતાબ પોતાના નામે કરી લીધો છે. ટુર્નામેન્ટમાં બીજા દિવસે શગુન ચૌધરીએ ફાઇનલમાં પંજાબના રાજેશ્વરી કુમારી સામેની મેચમાં 41-38 થી હરાવીને આ ખિતાબ જીત્યો હતો. તો બીજી તરફ એની નિશાનેબાજની વાત કરીએ તો ગત ચૈમ્પિયન રહેનારી બિહારની શ્રેયસી સિંહને 29નો સ્કોર કરીને ત્રીજુ સ્થાન મેળવ્યું હતું. તમિલનાડુની નિવેતાએ 37 નો સ્કોર સાથે જુનિયર સ્પર્ધાનો ખિતાબ જીત્યો હતો. મધ્ય પ્રદેશની શેફાલી રજકે બીજુ સ્થાન અને દિલ્લીની સોમ્યા ગુપ્તાએ ત્રીજુ સ્થાન મળ્યું હતું. પંજાબની મહિલા ટીમ ટ્રૈપ સ્પર્ધાનો ખિતાબ જીત્યું હતું.…
અમદાવાદ : ભારતની ટોચની સ્ટાર બેડમિન્ટન ખેલાડી પી. વી. સિંધુએ ચાઇના ઓપન સુપર સિરીઝ બેડમિન્ટન ચેમ્પિયનશિપમાં શાનદાર પ્રદર્શન કરતા ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ મેળવી લીધો છે. તો બીજી તરફ સાઇના નેહવાલ અને એચ. એસ. પ્રણોયનો બીજા રાઉન્ડમાં પરાજય થતાં બંને બહાર થઈ ગયા છે. જેને કારણે હવે આ ચેમ્પિયનશિપમાં પીવી સિંધુના રૂપમાં એક માત્ર ભારતની આશા રહેલી છે. પીવી સિંધુએ ક્વાટર ફાઇનલમાં કર્યો પ્રવેશ ચાઇના ઓપન ૨૦૧૬ની ચેમ્પિયન પી. વી. સિંધુએ બીજા રાઉન્ડમાં ચીનની હાન યુઈ સામે ૪૦ મિનિટ સુધી ચાલેલી મેચમાં ૨૧-૧૫, ૨૧-૧૩થી પરાજય આપ્યો હતો. સિંધુએ આ પહેલાં પ્રથમ રાઉન્ડમાં જાપાની સયાકા સાતોને ૫૯ મિનિટ સુધી ચાલેલી મેચમાં ૨૪-૨૨,…
ઇંદોર : 16 નવેમ્બરથી ઇંદોરમાં શરૂ થયેલી રાષ્ટ્રિય કુશ્તી ચૈમ્પિયનશિપના પહેલા દિવસે મહિલા વર્ગમાં વિનેશ ફોગટે શાનદાર પ્રદર્શન કરતા પોતાની કેટેગરીમાં ગોલ્ડ મેડલ જીતી હતી. તમને જણાવી દઇએ કે મહિલા કુશ્તીમાં ગુરૂવારે માત્ર 2 ભાર વર્ગમાં કુશ્તી થઇ હતી અને આ બન્ને વર્ગમાં વિનેશ ફોગાટ ચૈમ્પિયન રહી હતી. રેલ્વે તરફથી રમી રહેલી વિનેશ ફોગટે મહિલા કેડેગરીમાં 55 કિલોવર્ગમાં હરિયાણાની મનીષાને હરાવીને ગોલ્ડ મેડલ જીતી હતી. તો બીજી તરફ વિનેશની નાની બહેન રીતુ ફોગાટે 50 કિલો વર્ગમાં નિર્મલાને હરાવીને ગોલ્ડ મેડલ જીત્યા હતા. રાષ્ટ્રિય મહિલા ટીમના કોચ કુલદીપ મલિકના જણાવ્યા અનુસાર બન્ને ફોગાટ બહેનોએ શાનદાર પ્રદર્શન કર્યું છે અને પોતાના હરીફ…
કોલકત્તા : લગભગ અઢી વર્ષથી ઓડિશા અને પશ્ચિમ બંગાળ રસગુલ્લાની ઉત્પત્તિ પોતાના રાજ્યમાં થઈ હોવાનો દાવો કરતાં હતાં ત્યારે હવે મંગળવારે ચુકાદો પશ્ચિમ બંગાળની તરફેણમાં જાહેર કરવામાં આવ્યો હતો. શ્રીલંકાના ખેલાડીઓ જે લલિત હોટેલમાં ઊતર્યા છે એનાં મીડિયા-અધિકારી મૅડમ મધુમિતા બૅનરજીએ ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે ‘અમને ટીમના સત્તાધીશો ખેલાડીઓ માટે શું રસોઈ પીરસવાની એની યાદી આપતા હોય છે. પ્રવાસ દરમ્યાન ખેલાડીઓને મીઠાઈથી વંચિત રાખવાની તાકીદ કરવામાં આવી છે.’ બે મહિના અગાઉ ભારતની ટીમ જ્યારે શ્રીલંકાના પ્રવાસે ગઈ હતી ત્યારે યજમાન ટીમ માટે પૅવિલિયનમાં ખેલાડીઓને બિસ્કિટ ખાવા પર ટીમ-મૅનેજરે પ્રતિબંધ મૂક્યો હતો. ટીમ-મૅનેજર અસાન્કા ગુરુસિંઘેએ કહ્યું હતું કે ‘અમારા ખેલાડીઓએ શું…