લિમા : સાઉથ અમેરિકન ટીમ પેરુએ વર્લ્ડ કપ પ્લે ઓફ મુકાબલાની સેકન્ડ લેગ મેચમાં ન્યૂઝીલેન્ડને ૨-૦થી પરાજય આપી ૨૦૧૮માં રશિયામાં યોજાનારા ફૂટબોલ વર્લ્ડ કપ માટે ક્વોલિફાઈ કરી લીધું છે. પેરુની ટીમ વર્લ્ડ કપ માટે ક્વોલિફાઈ થનારી ૩૨મી અને અંતિમ ટીમ બની હતી. પેરુ ૧૯૮૨માં સ્પેનમાં રમાયેલા વર્લ્ડ કપ બાદ એટલે કે, ૩૫ વર્ષ બાદ પ્રથમવાર ક્વોલિફાઈ થવામાં સફળ રહી છે જ્યારે ફૂટબોલના ઇતિહાસમાં પેરુ પાંચમી વખત મુખ્ય ડ્રોમાં સ્થાન મેળવ્યું છે. ન્યૂઝીલેન્ડ અને પેરુ વચ્ચે ફર્સ્ટ લેગ વેલિંગ્ટનમાં રમાયો હતો જે ૦-૦થી ડ્રો રહ્યો હતો જ્યારે પેરુએ હોમ ગ્રાઉન્ડ પર જેફર્સન ફેરફાન અને ક્રિસ્ટિયન રામોસના ગોલની મદદથી ૨-૦થી મેચ જીતી…
કવિ: Sports Desk
દિલ્લી : ભારતીય મુળના WWE રેસલર જિંદર મહલે પુર્વ ચૈમ્પિયન ટ્રિપલ એચના ચેલેન્જનો સ્વિકાર કર્યો છે. ઉલ્લેખનીય છે કે WWE ના પુર્વ ચૈમ્પિયન ટ્રિપલ એચે ભારતના વન-ઓન-વન ફાઇટ લડવા માટે જિંદરને ચૈલેન્જ આપી હતી અને જિંદરે આ ચૈલેન્જનો સ્વિકાર કર્યો હતો. ટ્રિપલ એચ અને જિંદર મહલ વચ્ચેની ઐતિહાસીક ફાઇટ દિલ્લીના ઇંદિરા ગાંધી ઇંડોર સ્ટેડિયમમાં 8 અને 9 ડિસેમ્બરના રોજ થશે. આ મેચ WWE લાઇવ ઇવેન્ટમાં થશે. ઉલ્લેખનીય છે કે ટ્રિપલ એચે ટ્વિટરના માધ્યમથી જિંદરને પોતાની સામે મેચ રમવાની ચેલેન્જ આપી હતી. જોકે હજુ થોડા દિવસ પહેલા જ ટ્રિપલ એચ ભારત આવ્યો હતો અને ભારતમાં થનારી મેચનું નિરિક્ષણ કરીને ગયો હતો.
અમદાવાદ : ચાઇના ઓપન સુપર સીરીઝ બેડમિન્ટન ટુર્નામેન્ટમાં ગુરુવારનો દિવસ ભારત માટે નિરાશાજનક રહ્યો હતો. ભારતના સ્ટાર મહિલા ખેલાડી સાઇના નેહવાલ અને પુરૂષ સિંગલ્સના સ્ટાર પ્રણોયનો ચાયના ઓપનમાં હારી જતાં સફરનો અંત આવ્યો હતો. હવે ભારતની એક માત્ર આશા પીવી સિંધુ પર રહેલી છે. ટુર્નામેન્ટમાં પ્રણોયએ બીજા રાઉન્ડમાં 53માં ક્રમાંકીત ખેલાડી સામે હારનો સામનો કરવો પડ્યો હતો. ચીનના ચેક યિઉ સામે 42મીનીટ સુધી ચાલેલી મેચમાં સીધા સેટો 21-19 અને 21-17થી પ્રણોય હાર્યો હતો. ત્યાર બાદ મહિલા સિંગલ્સમાં પણ સતત હારનો સામનો કરવો પડ્યો હતો. સાયના નેહવાલ વિશ્વની ચોથી ક્રમાંકીત જાપાનની અકાને યામાગુચી સામે હારનો સામનો કરવો પડ્યો હતો. યામાગુચી…
કોલકત્તા : આજથી શરૂ થઇ રહેલી ભારત અને શ્રીલંકા સામેની કોલકત્તામાં પહેલી ટેસ્ટ મેચમાં વરસાદના કારણે ટોસ મોડો થયો હતો. આમ લંચ બાદ ટોસ શક્ય બન્યો હતો. જેમાં શ્રીલંકાએ ટોસ જીતીને પહેલા બોલીંગ પસંદ કરી હતી. જોકે કોલકત્તામાં સવારથી વરસાદ થંભી ગયો હતો. પરંતુ મેદાન પર આઉટ ફિલ્ડ ખરાબ હોવાના કારણે ટોસમાં વિલંબ થયો હતો. પીચ આપશે સ્પિનરોને સાથ કોલકત્તાના ઇડન ગાર્ડન મેદાન પર પિચની વાત કરીએ તો પિચ હંમેશા બોલરોને અનુકુળ રહી છે. ત્યારે સ્પિનરોને પણ આ પિચ પર ફાયદો થઇ શકે છે. તેવામાં શ્રીલંકા પાસે રંગના હેરાથ જેવા દિગ્ગજ સ્પિનર છે. તો ભારત પાસે અશ્વિન અને રવિન્દ્ર જાડેજા…
અમદાવાદ : ૧૯ વખતના ગ્રાન્ડ સ્લેમ ચેમ્પિયન રોજર ફેડરરે ATP વર્લ્ડ ટુર ફાઇનલમાં શાનદાર પ્રદર્શન કરતા રેકોર્ડ 14મીવાર સેમી ફાઇનલમાં પ્રવેશ કરી લીધો હતો. ફેડરરે ક્વાટર ફાઇનલમાં જર્મનીના એલેકઝાન્ડર ઝવેરેવને હરાવી સેમિફાઇનલમાં પ્રવેશ મેળવ્યો છે. બે કલાક અને ૧૫ મિનિટ સુધી ચાલેલા આ મુકાબલામાં ફેડરરે ૭-૬, ૫-૭, ૬-૧થી જીત મેળવી હતી. આ સાથે ફેડરરે છે. ફાઇનલ્સમાં સત બીજી મેચમાં જીત મેળવી હતી. આ પહેલાં તેણે પ્રથમ રાઉન્ડમાં અમેરિકાના જેક સોકને સીધા સેટમાં પરાજય આપ્યો હતો. પ્રથમ સેટમાં ઝવેરેવે ફેડરરને મજબૂત ટક્કર આપી હતી અને તે સેટને ટાઇબ્રેકરમાં લઇ જવામાં સફળ રહ્યો હતો. ટાઇબ્રેકરમાં ઝવેરેવે શાનદાર શરૂઆત કરતા ૪-૦ની લીડ મેળવી…
અમદાવાદ : ફિફા વર્લ્ડ કપના સેકન્ડ પ્લે ઓફના મુકાબલામાં ડેન્માર્કે રિપબ્લિક ઓફ આયરલેન્ડને ૫-૧થી હરાવી રશિયામાં યોજાનારા વર્લ્ડ કપમાં પોતાનું સ્થાન નિશ્ચિત કર્યું છે. આયરલેન્ડના ઘરઆંગણે અવિવા સ્ટેડિયમમાં રમાયેલા આ મુકાબલામાં ડેન્માર્કે આયરલેન્ડને હરાવી વર્લ્ડ કપમાં સ્થાન મેળવવાના સ્વપ્નને રોળી નાખ્યુ હતું. આ પહેલાં ડેન્માર્કમાં રમાયેલા પ્રથમ પ્લે ઓફ મુકાબલામાં આયરલેન્ડે મેચ ડ્રો કરી હતી. ડેન્માર્ક માટે આ મેચનો હીરો ટોટનહામ હોટસ્પુરનો મિડફિલ્ડર ક્રિસ્ટિયન એરિકસન રહ્યો હતો જેણે આ મેચમાં હેટ્રિક ફટકારી હતી. આ સાથે એરિકસન વર્લ્ડ કપના યુરોપિયન ક્વોલિફિકેશન રાઉન્ડ અને પ્લે ઓફમાં સૌથી વધુ ૧૦ ગોલ ફટકારનારો મિડફિલ્ડર બની ગયો છે. આ મેચમાં રિપબ્લિક ઓફ આયરલેન્ડે તરફથી મેચની…
અમદાવાદ : ભારતીય બેડમિન્ટનમાં સ્ટાર મહિલા ખેલાડી સાઇના નેહવાલે ચાઇના ઓપન બેડમિન્ટન વર્લ્ડ સુપર સિરીઝ પ્રીમિયરમાં શાનદાર શરૂઆત કરી છે. વર્લ્ડ નંબર 11 રેંકિંગ ધરાવતી સાઇના નહેવાલે બુધવારે ચાઇના ઓપનની મહિલા સિંગલ્સના પ્રથમ તબક્કામાં અમેરિકાની બીવેન જ્ઞાંગને હરાવી. ભારતીય બેડમિન્ટન ખેલાડી સાઇનાએ માત્ર 30 મિનિટના અંદર બીવેન જ્ઞાંગને 2-12, 21-13 થી હરાવતા બીજા તબક્કામાં પ્રવેશ મેળવ્યો હતો. આ સિવાય પુરુષ યુગલ વર્ગમાં સાત્વિક સાઇરાજ રંકીરેડ્ડી અને ચિરાગ શેટ્ટીની ભારતીય જોડીને હારનો સામનો કરવો પડ્યો. મહત્વનું છે કે સાત્વિક સાઇરાજ રંકીરેડ્ડી અને ચિરાગ શેટ્ટીની જોડીને પાંચમું રેંકિગ ધરાવતા ચીનના લિયુ ચેંગ અને જ્ઞાંગ નાનને સીધી ગેમોમાં 13-21, 13-21 હારતા ટુર્નામેન્ટમાંથી બહાર…
મુંબઇ : ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એક નવો નિયમ લાગૂ કરવા જઇ રહી છે. જેમાં મેચ બાદ યોજાતી પ્રેઝન્ટેશન સેરેમની પર અસર જોવા મળશે. નવા નિયમની વાત કરીએ તો મેચ બાદ યોજાતી પ્રેજેન્ટેશન સેરેમનીમાં સ્ટેટ એસોસિએશનના માત્ર એક જ પ્રતિનિધિને સ્ટેજ પર ઉભા રહેવાની અનુમતિ મળશે. મહત્વપુર્ણ છે કે આ પહેલા નિયમ અલગ હતો જેમાં આંતરરાષ્ટ્રીય મેચની યજમાની દરમિયાન સ્ટેટ એસોસિએશનના તમામ સભ્યોને આમંત્રણ મળતું હતું જેમાં હવે બદલાવ કરવામાં આવ્યો છે. બીસીસીઆઇ દ્વારા આ નિયમમાં બદલાવનું મુખ્ય કારણ એ છે કે ઘણા સ્પોન્સરશિપની ડિલ્સને સ્પોન્સર કરતા લોકો પણ સ્ટેજ પર જોવા ઇચ્છતા હોય છે. મહત્વનું છે કે આ સ્પોન્સરશીપને…
કોલકત્તા : વર્ષની શરૂઆતમાં શ્રીલંકાનાં તેના જ ઘરમાં સૂપડાં સાફ કરી હરીફ પર દબદબો જાળવી રાખી ક્લીન સ્વીપ કરી ને સ્વદેશમાં ટીમ ઇન્ડિયા વિજયની સદી પૂરી કરશે. આ સાથે જ ભારત આવી સિદ્ધી મેળવનાર વિશ્વમાં ત્રીજો દેશ બની જશે. એટલું જ નહીં, વિરાટ કોહલી ભારતના સૌથી સફળ કૅપ્ટનોની યાદીમાં બીજા સ્થાન પર આવી જશે. ભારતે આ વર્ષે જુલાઈ-ઑગસ્ટમાં શ્રીલંકાને ત્રણ ટેસ્ટ-મૅચની સિરીઝમાં ૩-૦થી હરાવ્યું હતું અને ૧૬ નવેમ્બરથી કલકત્તામાં શરૂ થનારી આગામી ટેસ્ટ-સિરીઝમાં પણ કોહલીની કૅપ્ટન્સીવાળી ટીમને જીતની પ્રબળ દાવેદાર માનવામાં આવે છે. ભારતનો ચોથો ક્રમાંક ભારતીય ટીમ અત્યાર સુધી શ્રીલંકા સામે ઘરઆંગણે એક પણ ટેસ્ટ હારી નથી અને એક…
દિલ્લી : ધ ગ્રેટ ખલીએ 250 રેસલરના ભવિષ્ય માટે હવે ભવિષ્ય માટે WWE નહીં લડવાનો નિર્ણય લીધો છે. એટલે સુધી કે રેસલર માટે એમને હોલીવુડની ઘણી ફિલ્મો પણ ફગાવી દીધી છે. ખલીએ આ ખુલાસો ગુરુવારે કર્યો. એ એક જીમનું ઉદ્ધાટન કરવા અંબાલા ગયા હતા. ખલીએ થોડાક દિવસો પહેલા જ જણાવ્યું હતું કે ભવિષ્યમાં WWE માં ભાગ લેશે નહીં. આજે પહેલા વખત એમને એનું કારણ જણાવ્યું છે. એવામાં જો એ WWE ચાલ્યા જાય તો એમની એકેડમીમાં ટ્રેનિંગ લઇ રહેલા 250 રેસલરનું ભવિષ્ય લટકી જશે. ખલીનું કહેવું છે કે ભારતમાં એટલા પૈસા વાળા રેસલર નથી કે એ અમેરિકા જઇને તૈયારી કરી શકે.…