કવિ: Sports Desk

મુંબઇ: ભારતીય ક્રિકેટ ટીમના સુકાની વિરાટ કોહલી આજના યુવાનોમાં ઘણો લોકપ્રિય છે. તેવામાં ઘણા યુવાનો કોહલીને ફોલો કરતા રહે છે. તેવામાં ટીમ ઇન્ડિયાના સુકાની વિરાટને દેશના યુવાઓને સલાહ આપી છે. તેણે સલાહ આપતા કહ્યું છે કે ”આજના સમયમાં સોશિયલ મીડિયા એ લોકોના જીવનમાં મહત્વનું પાસુ બની ગયુ છે, પણ આ સોશિયલ મીડિયા પર વધુ સમય બરબાદ ન કરે”. વિડીયો ગેમમાં સમય બરબાદ ન કરો: કોહલી પોતાની લાઇફ સ્ટાઇલ બ્રાન્ડ વન8ના લોન્ચ દરમિયાન વિરાટ કોહલીએ કહ્યું કે ”આજે આપણે જોઇએ છીએ કે બાળકો બહાર રમવા જવાની જગ્યાએ વીડિયો ગેમ પાછળ વધુ સમય ગાળે છે. મારી સલાહ છે કે શારિરીક ગતિવિધિ પણ મહત્વપૂર્ણ છે અને તે ન માત્ર…

Read More

મુબઇ: BCCI અને ડોપિંગ ટેસ્ટ ફરી ચર્ચાનો મુદ્દો બન્યો છે. નેશનલ એન્ટિ ડોપિંગ એજન્સી (નાડા)ની ક્રિકેટ ખેલાડીઓના ડોપ ટેસ્ટની માગને BCCIએ ફગાવી દેતા જમાવ્યું હતું કે આ સરકારી સંસ્થાના અધિકાર ક્ષેત્રમાં ક્રિકેટરોના ડોપ ટેસ્ટની જવાબદારી આવતી  નથી. BCCI એ આપ્યો NADA ને જવાબ BCCIના CEO રાહુલ જોહરીએ નાડાના ચીફ નવીન અગ્રવાલને પત્ર લખી જણાવ્યું હતું કે “BCCI નેશનલ સ્પોર્ટ્સ ફેડરેશનનો હિસ્સો નથી. જેના કારણે તેઓ ક્રિકેટરોનો ડોપ ટેસ્ટ કરી શકે નહી. નાડા પાસે ક્રિકેટરોના ડોપ ટેસ્ટ કરવા માટે કોઇ અધિકાર નથી. BCCIની એન્ટિ ડોપીંગ સિસ્ટમ પહેલેથી જ મજબૂત છે. કોઇ પણ ચેમ્પિયનશિપ પહેલા અને તેની સમાપ્તી બાદ રમત મંત્રાલયના નિયમો મુજબ વર્લ્ડ એન્ટિ ડોપીંગ એજન્સી (વાડા)ની માન્યતા પ્રાપ્ત લેબોરેટરીમાં બધા ટેસ્ટ કરાવવામાં આવે છે. BCCI હંમેશા નિયમો મુજબ કામ કરે છે. ” નાડાને BCCIનો આ…

Read More

મુંબઇ : બેલ્જિયમના કિંગ ફિલિપ અને ક્વીન મૈથિલ્ડે સાત દિવસના ભારતના પ્રવાસે છે. તેઓ રવિવારે દિલ્હીની મુલાકાતે હતા. મહત્વની વાત એ છે કે આ શાહી દંપતિએ આ પ્રવાસનો ખૂબ જ આનંદ ઉઠાવી રહ્યો છે. શુક્રવારે મુંબઇમાં ઓવલ મેદાનમાં ફિલિપ અને મૈથિલ્ડે બાળકો સાથે ક્રિકેટ રમ્યા અને તેમની સાથે વાતચીત કરી હતી. રસપ્રદ વાત એ છે કે તેમની સાથે પૂર્વ ઓપનર ખેલાડી વીરેન્દ્ર સહેવાગ પણ હાજરી આપી હતી. વિરેન્દ્ર સહેવાગે પણ બાળકો સાથે ક્રિકેટ રમ્યો હતો. અહીં ફિલિપ અને મૈથિલ્ડે બાળકો સાથે ક્રિકેટ રમવામાં લગભગ બે કલાક સમય ગાળ્યો હતો. જેમાં ફિલિપ અને મૈથિલ્ડે બન્નેએ બેટીંગ કરીને ક્રિકેટનો વધુ આનંદ માળ્યો…

Read More

અમદાવાદ : ભારતના ભૂતપૂર્વ ટેસ્ટ ક્રિકેટર એ. જી. મિલ્ખાસિંઘનું શુક્રવારે અહીંની એક હોસ્પિટલમાં હૃદયની બીમારીને કારણે નિધન થયું હતું. તેઓ 75 વર્ષના હતા. તામિલનાડુના વિખ્યાત ક્રિકેટર એ. જી. રામસિંઘના પુત્ર અને અન્ય ટેસ્ટ ક્રિકેટર એ. જી. ક્રિપાલસિંઘના ભાઈ મિલ્ખાસિંઘ ભારત માટે ચાર ટેસ્ટ રમ્યા હતા. તેમણે 1960-61માં તેમની કારકિર્દીનો પ્રારંભ કર્યો હતો અને એ સમયે ભારત આવેલી ઇંગ્લેન્ડ અને પાકિસ્તાનની ટીમ સામે ટેસ્ટ મેચ રમ્યા હતા. જોકે આ આકર્ષક ડાબેરી બેટ્સમેન અને શ્રેષ્ઠ ફિલ્ડર ટેસ્ટ ક્રિકેટમાં ખાસ નોંધપાત્ર દેખાવ કરી શક્યા ન હતા પરંતુ 1958થી 1969 સુધીના 21 વર્ષ ચાલેલા ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં તેઓ 88 મેચ રમ્યા હતા. મિલ્ખાસિંઘે માત્ર…

Read More

અમદાવાદ : ભારતીય ઑલરાઉન્ડર હાર્દિક પંડ્યાને શ્રીલંકા સામેની ટેસ્ટ સિરીઝમાં આરામ આપવામાં આવ્યો છે. પસંદગી સમિતિએ આ નિર્ણય લીધો છે. આ પહેલાં પંડ્યાની પહેલી બે ટેસ્ટ મેચ માટે પસંદગી થઈ હતી. ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ (બીસીસીઆઈ)એ એક પ્રેસ નોટમાં કહ્યું છે કે, પંડ્યા પર વર્તમાન કામનું ભારણ જોતાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. પંડ્યા નેશનલ ક્રિકેટ એકૅડેમી, બેંગલુરુમાં કન્ડીશિંગ કેમ્પ માટે જશે. ભારત અને શ્રીલંકા વચ્ચેની ટેસ્ટ સિરીઝ 16 નવેમ્બરથી કોલકાતામાં શરૂ થશે. શ્રીલંકન ટીમ ભારત પ્રવાસ પર ત્રણ ટેસ્ટ મેચ ઉપરાંત ત્રણ વનડે ઇન્ટરનેશનલ અને ત્રણ ટ્વવેન્ટી 20 મેચ રમશે. આ છે ટીમ વિરાટ કોહલી (કેપ્ટન), અજિંક્ય રહાણે (વાઇસ કેપ્ટન),…

Read More

દિલ્લી : બાર્સેલોનાના સુપર સ્ટાર ફૂટબોલર લિયોનલ મેસ્સીનું કહેવું છે કે આગામી વર્ષે રમાનારા ફિફા વર્લ્ડ કપમાં પ્રથમ રાઉન્ડમાં તેની આર્જેન્ટિના ટીમને સ્પેનનો સામનો કરવાનો આવે તો તે ખરાબ ડ્રો રહેશે. મેસ્સીએ કહ્યું હતું કે ગ્રૂપ સ્ટેજમાં આર્જેન્ટિનાને સ્પેનનો સામનો કરવાનો આવે તો તે ખરાબ ડ્રો રહેશે. હાલમાં મેસ્સી પોતાની આર્જેન્ટિના ટીમ સાથે મોસ્કોમાં છે. જ્યાં રશિયા અને આર્જેન્ટિના વચ્ચે રવિવારે એક ફ્રેન્ડલી મેચ રમાવાની છે. મેસ્સીએ કહ્યું હતું કે હું સ્પેન સામે રમવાનું ન આવે તેવું ઈચ્છું છું કેમ કે તે એક મજબૂત ટીમ છે. આર્જેન્ટિનાની એક ટીવી ચેનલ સાથેની વાતચીતમાં મેસ્સીએ સ્પેન ઉપરાંત બ્રાઝિલ, જર્મની અને ફ્રાન્સને પણ…

Read More

મુંબઇ : વિરાટ કોહલીની બેટિંગમાં જે ચમક છે તે આમ જ નથી. તેની ફિટનેસની આમા મહત્વની ભૂમિકા છે. ઑફ સિઝનમાં 4 કલાકથી વધુ સમય જીમમાં વિતાવનારો કોહલી પિચ પર સુપરસ્ટાર છે અને ફિટનેસ જાળવી રાખવા તે પોતાની ડાયેટ પર સંપૂર્ણ ધ્યાન આપે છે. બટર, ચીકન, મિઠાઇ છેલ્લા 4 વર્ષથી નથી ખાધા હાલમાં જ એક ચેટ શો દરમિયાન પોતાના ફિટનેસ પ્રેમને જાહેર કર્યો. તેણે ફિટનેસ જાળવવા માટે પોતાના ફેવરેટ બટર ચિકનને ચાર વર્ષથી હાથ પણ અડાડ્યો નથી. આ સિવાય તેણે પોતાની મનપસંદ મીઠી વાનગીઓ પણ છોડી દીધી છે. કોહલીનું કહેવું છે કે, જ્યારે ક્રિકેટ સીઝન શરૂ હોય ત્યારે તે દોઢ…

Read More

દિલ્લી : ભૂતપૂર્વ ઝડપી બોલર ટીકાઓનું કેન્દ્ર બનેલા ધોનીનો બચાવ કર્યો હતો. મહેન્દ્ર સિંહ ધોની પોતાના કંગાળ ફોર્મને લઈને હાલમાં ટીકાઓનું કેન્દ્ર બની ગયો છે. પરંતુ ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ ઝડપી બોલર આશિષ નહેરાનું કહેવું છે કે ધોની હજી 2020ના ટી20 વર્લ્ડ કપમાં રમી શકે તેમ છે. ધોનીના કંગાળ ફોર્મના કારણે અજીત અગરકર અને વીવીએસ લક્ષ્મણે કહ્યું હતું કે ભારતીય ટીમે ટી20 માટે હવે ધોનીનો વિકલ્પ શોધવો જોઈએ અને ભૂતપૂર્વ સુકાનીએ પણ નિવૃત્તિ લઈને યુવાન ખેલાડીઓને માટે રસ્તો કરવો જોઈએ. ધોનીએ રાજકોટમાં રમાયેલી બીજી ટી20માં 37 બોલમાં 49 રન નોંધાવ્યા હતા અને તેની ધીમી બેટિંગના કારણે તેની ટીકા થઈ હતી.…

Read More

મુંબઇ : રણજી ટ્રોફીમાં ગઇકાલે જ્યારે મુંબઇ અને બરોડા વચ્ચે મેચ શરૂ થઇ ત્યારે એક અનોખો રેકોર્ડ નોંધાયો હતો. જેમાં મુંબઇની રણજી ટીમ પોતાની 500મી મેચ રમવાની સિદ્ધી મેળવી હતી. આવી સિદ્ધી મેળવનારી મુંબઇની રણજી ટીમ પહેલી ટીમ બની છે. મુંબઇ રણજી ટીમની 500 મેચના સફરમાં ઘણા દિગ્ગજ ભારતીય ક્રિકેટરોનો સમાવેશ થઇ ગયો છે. મુંબઇની રણજી ટીમ તરફથી ક્રિકેટના ભગવાન સચીન તેંદુલકર, સુનિલ ગાવસ્કર, દિલીપ વેંગસકર, કરશન ઘાવરી સહીતના સ્ટાર ક્રિકેટરો મુંબઇ ટીમ તરફથી રમી ચુક્યા છે. મુંબઇ ટીમે પોતાની પહેલી રણજી ટ્રોફી મેચ વર્ષ 1930માં રમી હતી. તો વર્ષ 1934-35 માં પોતાનું પહેલું રણજી ટ્રોફી ટાઇટલ જીત્યું હતું.…

Read More

અમદાવાદ : ભારતના પ્રવાસે આવેલી ન્યૂઝીલેન્ડની ટીમ સામે પહેલા વન-ડે અને ત્યાર બાદ ટી20માં હરાવી ભારતે સીરીઝ પોતાના નામે કરી છે. તો મેદાનની સાથે-સાથે ન્યૂઝીલેન્ડના ક્રિકેટર્સ સોશિયલ મીડિયા પર પણ ક્રિકેટ રમી રહ્યાં હતા. જેમાં ભારતના વીરેન્દ્ર સેહવાગ પણ સોશિયલ મીડિયામાં વિસ્ફોટક ઇનીંગ રમી હતી. કિવી ટીમ તરફથી સેહવાગના દરેક શોટનો જવાબ તેની જ ભાષામાં આપવાનું કામ કરી રહ્યો હતો ન્યૂઝીલેન્ડનો સ્ટાર ખેલાડી રોઝ ટેલર. ટ્વીટર પર ટેલરની હિન્દી જોઈને ન માત્ર સેહવાગ પણ ભારતીય ફેન્સ પણ દંગ રહી ગયા. હવે જ્યારે ન્યૂઝીલેન્ડની ટીમ દેશ પરત ફરી ચૂકી છે ત્યારે રોઝ ટેલરે આ વાતનો ખુલાસો કરી દીધો છે આખરે તે…

Read More