અમદાવાદ: ભારતીય હૉકી ટીમ રવિવારે જપાનના કાકામિગાહરામાં મહિલા એશિયા કપની ફાઇનલમાં ચીનને પેનલ્ટી શૂટઆઉટમાં ૫-૪થી હરાવીને ચૅમ્પિયન બની ગઈ હતી. ટીમના આ લાજવાબ પર્ફોર્મન્સને બિરદાવવા હૉકી ઇન્ડિયાએ ટીમના દરેક મેમ્બરને એક-એક લાખ રૂપિયાનું ઇનામ આપવાની જાહેરાત કરી હતી. જાહેરાત પ્રમાણે ટીમના ૧૮ ખેલાડીઓ અને હેડ કોચને એક-એક લાખ તથા અન્ય સહાયક સ્ટાફને ૫૦ હજાર રૂપિયા આપવામાં આવશે. ભારતીય મહિલા હૉકી ટીમ ૨૦૦૪ બાદ પહેલી વાર એશિયન ચૅમ્પિયન બની હતી અને એ સાથે એણે આવતા વર્ષે લંડનમાં યોજાનારા મહિલા વર્લ્ડ કપ માટે પણ ક્વૉલિફાય કરી લીધું હતું. ટુર્નામેન્ટ દરમ્યાન ભારતીય ટીમે એનાથી બહેતર રૅન્કિંગવાળી ચીન અને જપાનની ટીમને હરાવી હતી. ઉપરાંત…
કવિ: Sports Desk
અમદાવાદ : ૮૨મી નેશનલ બેડમિન્ટન ચેમ્પિયનશિપમાં પીવી સિંધુ અને સાઇના નેહવાલ વચ્ચે મહિલા સિંગલ્સની ફાઇનલ જંગ ખેલાશે. જ્યારે પુરુષ સિંગલ્સમાં કિદાંબી શ્રીકાંત અને એચ. એસ. પ્રણોય વચ્ચે મુકાબલો યોજાશે. સાઇના નેહવાલે અમુરા પ્રભુદેસાઈને ૩૦ મિનિટ સુધી ચાલેલી મેચમાં ૨૧-૧૧, ૨૧-૧૦થી વિજય મેળવ્યો હતો. બીજી તરફ ભારતની ટોચની ખેલાડી પીવી સિંધુને સેમિફાઇનલમાં ઋત્વિકા શિવાની ગડ્ડે સામે ભારે સંઘર્ષ બાદ ૧૭-૨૧, ૨૧-૧૫, ૨૧-૧૧થી વિજય મેળવ્યો હતો. સિંધુનો પ્રથમ સેટમાં પરાજય થયો હતો પરંતુ મેચમાં વાપસી કરતાં બીજો સેટ જીતી ૧-૧ની બરાબરી કર્યા બાદ ત્રીજા સેટમાં આસાન વિજય મેળવી ફાઇનલમાં સ્થાન બનાવ્યું હતું. સાઇના નેહવાલ સિનિયર બેડમિન્ટનમાં વર્ષ ૨૦૦૬ અને ૨૦૦૭ માં ચેમ્પિયન…
અમદાવાદ : શિવ કપૂરે રવિવારે સાતમી પેનાસોનિક ઓપન ગોલ્ફ ટૂર્નામેન્ટ જીતી લીધી છે. 326મી રેન્કિંગવાળો શિવ ટૂર્નામેન્ટના ચોથા દિવસે 4 અંડર 68 યાર્ડ રમ્યો હતો. તેનો કુલ સ્કોર 17 અંડર 271 રહ્યો હતો. ભારતીય ધરતી ઉપર તેનું પ્રથમ અને કુલ બીજુ એશિયન ટાઇટલ છે. શિવે ચોથા રાઉન્ડમાં પણ લીડ જારી રાખી હતી અને ત્રણ શોટના અંતરથી ટાઇટલ જીતી લીધું હતું. શિવ ચાર રાઉન્ડમાં અનુક્રમે 65, 69, 69, 68નો કાર્ડ રમ્યો હતો. ટૂર્નામેન્ટના સાત વર્ષના ઇતિહાસમાં છઠ્ઠી વખત કોઈ ભારતીયએ ટાઇટલ જીત્યું છે. વખતે પણ ટૂર્નામેન્ટના ટોપ-10માં નવ ભારતીયો રહ્યા હતા.
અમદાવાદ: ભારતના સ્ટાર બેડમિન્ટન ખેલાડી અને વર્લ્ડ નંબર 2 કિદાંબી શ્રીકાંત અને પ્રણોય બુધવારે 82મી સિનીયર નેશનલ બેડમિન્ટન ચેમ્પિયનશિપની ફાઇનલમાં આમને-સામને હશે. પ્રણોયએ શુભકર ડેને 21-14 21-17 થી હાર આપી હતી. જ્યારે શ્રીકાંતે લક્ષ્ય સેનને 21-16 21-18થી હરાવી ફાઇનલમાં સ્થાન મેળવ્યું હતું. બુધવારે રમાનાર ફાઇનલ એક સપ્તાહથી કેટલાક સમય પહેલા થયેલ ફ્રેન્ચ ઓપન સેમીફાઇનલનું રિવીઝન હશે. જ્યાં બંને ખેલાડીઓ વચ્ચે રોમાંચક મુકાબલો જોવા મળશે. મહિલા સિગલ સેમીફાઇનલમાં દુનિયાની 11મી નંબરની ખેલાડી સાઇના નેહવાલને અનુરા પ્રભુ દેસાઇને 21-11 21-10 થી હરાવવામાં ઘણી મહેનત કરવી પડી હતી. ઉપરાંત મિશ્રિત યુગલ ફાઇનલમાં સાત્વિક સાઇરાજ રંકી રેડ્ડી અને અશ્વિની પોનપ્પાની જોડીનો સામનો પ્રણવ જૈરી…
કેરલના થિરૂવનંનતપુરમ શહેરમાં ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે રમાયેલી ટી20 શ્રેણીની અંતિમ અને નિર્ણયાક અને અંતિમ બોલ સુધી રોમાંચક રહેલી મેચમાં ભારતને શાનદાર પ્રદર્શન કરતા 6 રને મેચ અને શ્રેણી પોતાના નામે કરી લીધી છે. ત્રીજી ટી20 મેચમાં ભારતે 68 રનના લક્ષ્યાંક આપ્યા બાદ બોલરોએ શાનદાર પ્રદર્શન કર્યું હતું. થિરૂવનંનતપુરમ શહેરમાં વરસાદના કારણે મેચ મોડી શરૂ થઇ હતી. જેના કારણે ત્રીજી અને નિર્ણાયક મેચ માત્ર 8 ઓવરની જ બની હતી. આમ પહેલા બેટીંગ કરતા ભારતની શરૂઆત સારી રહી ન હતી અને શિધર ધવન 6 બોલમાં 6 રન, રોહીત શર્મા 9 બોલમાં 8 રન, વિરાટ કોહલી 6 બોલમાં 13 રન, શ્રેયસ…
કેરલના થિરુવનંથપુરમમાં ચાલી રહેલી ટી20 શ્રેણીની અંતિમ અને નિર્ણાયક મેચમાં વરસાદાના વિધ્નને કારણે મેચ મોડી શરૂ થઇ હતી. જેને કારણે મેચ માત્ર 8 ઓવરની જ શક્ય બની હતી. જેમાં ન્યુઝીલેન્ડ ટીમે પહેલા ટોસ જીતી બોલીંગ પસંદ કરી હતી. તેમાં ભારતે 8 ઓવરમાં 5 વિકેટે માત્ર 67 રન જ કરી શક્યું હતું. ભારતની શરૂઆત સારી રહી ન હતી અને શિધર ધવન 6 બોલમાં 6 રન, રોહીત શર્મા 9 બોલમાં 8 રન, વિરાટ કોહલી 6 બોલમાં 13 રન, શ્રેયસ ઐયર 6 બોલમાં 6 રન અને મનીષ પાંડે 11 બોલમાં 17 રન કર્યા હતા. તો હાર્દીક પંડ્યા 10 બોલમાં 14 રને અણનમ રહ્યો…
આજે થિરુવનંતપુરમમાં ભારતીય અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની ત્રીજી અને નિર્ણાયક ટી-20 મેચમાં વરસાદના વિધ્ન બાદ ન્યુઝીલેન્ડ ટીમે ટોસ જીતી પહેલા બોલીંગ પસંદ કરી છે.આજની મેચમાં બન્ને ટીમો સિરીઝ જીતવાના ઇરાદે સાથે મેદાન પર ઊતરશે. જોકે મેચમાં હજુ વરસાદની આશંકા વ્યક્ત થઈ રહી છે અને એવુ લાગી રહ્યું છે કે ભારત-ઓસ્ટ્રેલિયા ટી-20 સિરીઝની જેમ આ સિરીઝની નિર્ણાયક મેચ પણ વરસાદમાં ધોવાઈ ન જાય. 29 વર્ષ બાદ થિરુવનંતપુરમમાં થઇ રહી છે આંતરરાષ્ટ્રિય ક્રિકેટ મેચ થિરુવનંતપુરમ શહેરમાં છેલ્લે 1988માં વિવિયન રિચર્ડ્સની આગેવાની વાળી વેસ્ટ ઇન્ડીઝ ટીમે ૨૫ જાન્યુઆરી 1988માં મેચ રમી હતી. અહીં 29 વર્ષ બાદ આંતરરાષ્ટ્રીય મેચનું આયોજન થઈ રહ્યું છે. આ મેચ કેરળમાં પ્રથમ આંતરરાષ્ટ્રીય ટી-20 મેચ હશે જે ગ્રીનફિલ્ડ સ્ટેડિયમમાં…
આજે થિરુવનંતપુરમમાં ભારતીય અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની ત્રીજી અને નિર્ણાયક ટી-20 મેચમાં બન્ને ટીમો સિરીઝ જીતવાના ઇરાદે સાથે મેદાન પર ઊતરશે. જોકે વરસાદની શક્યતાને કારણે મેચની મજા બગડી શકે તેમ છે. હવામાન વિભાગે થિરુવનંતપુરમમાં વરસાદની આગાહી કરી છે. તેવામાં આશંકા વ્યક્ત થઈ રહી છે કે, ભારત-ઓસ્ટ્રેલિયા ટી-20 સિરીઝની જેમ આ સિરીઝની નિર્ણાયક મેચ પણ વરસાદમાં ધોવાઈ ન જાય. 29 વર્ષ બાદ થિરુવનંતપુરમમાં થઇ રહી છે આંતરરાષ્ટ્રિય ક્રિકેટ મેચ થિરુવનંતપુરમ શહેરમાં છેલ્લે 1988માં વિવિયન રિચર્ડ્સની આગેવાની વાળી વેસ્ટ ઇન્ડીઝ ટીમે ૨૫ જાન્યુઆરી 1988માં મેચ રમી હતી. અહીં 29 વર્ષ બાદ આંતરરાષ્ટ્રીય મેચનું આયોજન થઈ રહ્યું છે. આ મેચ કેરળમાં પ્રથમ આંતરરાષ્ટ્રીય ટી-20 મેચ હશે જે ગ્રીનફિલ્ડ સ્ટેડિયમમાં રમાશે. આ મેદાન 2015માં…
ટીમ ઈન્ડિયાનો ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાએ બહુ ઓછા સમયમાં ભારતીય ટીમ અને ફેન્સમાં સ્ટાર ખેલાડી બની ગયો છે. ત્યારે ટીમ ઇન્ડિયાના સુકાની વિરાટ કોહલી પણ હાર્દીક પંડ્યાથી પ્રભાવીત થઇ ગયો છે. તેણે હાર્દીક પંડ્યા વિશે ઘણા રાઝ ખોલી નાખ્યા છે. કોહલીએ હાર્દીક પંડ્યા વિશે એવી વાતો જણાવી કે તેને સાંભળીને તમે પણ ચોકી ઉઠશો. મેચનો થાક આ રીતી ઉતારે છે હાર્દીક પંડ્યા પંડ્યા મેચ અથવા પ્રેક્ટિસ બાદ થાક દૂર કરવા માટે ગીતો સાંભળે છે. આ વાતનો ખુલાસો ભારતીય કેપ્ટન વિરાટ કોહલીએ કર્યો હતો. હાર્દીક હિન્દી કરતા અંગ્રેજી ગીતોનો શોખીન છે વિરાટ કોહલીએ જણાવ્યું કે, ‘હાર્દિકે પોતાના આઈપોડમાં અંગ્રેજી ગીતો જ…
અલ્કાસેરના બે ગોલની મદદથી સ્પેનિશ લીગમાં બાર્સિલોનાએ સેવિલાને 2-1થી હાર આપી હતી. આ જીતની સાથે બાર્સિલોના ટૉપ પર પહોંચ્યું છે. આ બાર્સિલોના માટે લિયોનલ મેસીની 600મી મેચ હતી. આ જીત બાદ બાર્સિલોનાના 31 અંક થઇ ગયા છે અને તે બીજા સ્થાન પર ચાલી રહેલી વાલેંસિયાથી 4 અંક આગળ છે. બાર્સિલોનાએ મેચના પ્રથમ હાફમાં પોતાનો દબદબો જાળવી રાખ્યો હતો, અને મેસીએ સમગ્ર મેચમાં પોતાના નામ અનુરૂપ દેખાવ કર્યો હતો. પરંતુ, બીજા હાફની પ્રારંભિક ક્ષણોમાં વાલેંસિયાને વાપસીની તક પણ આપી હતી. મેચની 23મી મિનિટમાં અલ્કાસેરે પ્રથમ ગોલ કર્યો હતો. બીજા હાફમાં સેવિલાના ગુઇડો પિજારોએ બાર્સિલોનાની કમજોર શરૂઆતનો ફાયદો ઉઠાવતા 58મી મિનિટમાં ગોલ…