રાજકોટમાં ન્યુઝીલેન્ડ સામેની બીજી ટી20 મેચમાં ન્યુઝીલેન્ડે ટોસ જીતી પહેલા બેટીંગ પસંદ કરી છે. આજની મેચમાં ભારતીય ટીમમાં આશીષ નહેરાની જગ્યાએ મોહમ્મદ સીરાજને તક આપવામાં આવી છે. મોહમ્મદ સીરાજ આજની મેચથી પોતાની આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કારકિર્દીની શરૂઆત કરશે. ન્યુઝીલેન્ડ ટીમમાં બે ફેરફાર કરવામાં આવ્યો છે. ટીમમાં મૈટ હૈનરીને ટીમ સાઉદીની જગ્યાએ તક આપવામાં આવી છે. જ્યારે ગ્લેન ફિલીપ્સને ટોમ લથમની જગ્યાએ તક આપામાં આવી છે. ભારત આ મેચ જીતવા સાથે સિરીઝ ઉપર પણ કબજો જમાવવા સજ્જ છે. બીજી તરફ ન્યૂઝીલેન્ડની ટીમ પહેલી વખત ભારત સામે ટી-20માં હારી ગઇ હતી. જેના કારણે આજની મેચમાં ન્યુઝીલેન્ડની ટીમ વધારે જોસ અને જુસ્સાથી પુનરાગમન કરશે અને મેચમાં વિજય મેળવવા માટે…
કવિ: Sports Desk
ન્યૂઝીલેન્ડ સામેની બીજી ટી20 ક્રિકેટ મેચ રમવા માટે રાજકોટ આવેલા લેફ્ટ આર્મ સ્પિનર અક્ષર પટેલે સ્પષ્ટતા કરી હતી કે તે પોતાની જાતને રવીન્દ્ર જાડેજાના સબસ્ટિટ્યૂટ ખેલાડી તરીકે ગણતો નથી અને સારો દેખાવ કરશે તો ટીમમાં આપોઆપ પસંદ થતો રહેશે. ઓગસ્ટ મહિના બાદ જાડેજાને સ્થાને પસંદ કરાયેલા અક્ષર પટેલે આઠ વન-ડેમાં દસ વિકેટ ઝડપી છે અને તે ચુસ્ત બોલિંગ કરી રહ્યો છે. શુક્રવારે મેચની પૂર્વસંધ્યાએ પત્રકારો સાથે વાતચીત કરતાં અક્ષર પટેલે જણાવ્યું હતું કે મેં ટીમમાં જગ્યા હાંસલ કરી છે અને તેથી જ હું રમી રહ્યો છું. હું એવો અભિપ્રાય ધરાવું છું કે હું એક મેચમાં સારો દેખાવ કરીશ તો બીજી…
ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે ચાલી રહેલી ત્રણ મેચોની ટી-20 સિરીઝમાં આજે રાજકોટ ખાતે બીજી ટી20 મેચ રમાવા જઇ રહી છે. ભારત આ મેચ જીતવા સાથે સિરીઝ ઉપર પણ કબજો જમાવવા સજ્જ છે. બીજી તરફ ન્યૂઝીલેન્ડની ટીમ પહેલી વખત ભારત સામે ટી-20માં હારી ગઇ હતી. જેના કારણે આજની મેચમાં ન્યુઝીલેન્ડની ટીમ વધારે જોસ અને જુસ્સાથી પુનરાગમન કરશે અને મેચમાં વિજય મેળવવા માટે ઉત્સુક છે. હવે બીજી મેચ જીતીને તે ગુજરાતની ધરતી ઉપર ન્યૂઝીલેન્ડ સામે ટી-20 સિરીઝમાં વિજયના શ્રીગણેશ કરવા સજ્જ છે. ઓપનરો પર રહેશે નજર દિલ્હી ખાતે રમાયેલી પહેલી ટી-20માં ભારતની ઓપનિંગ જોડી શિખર ધવન અને રોહિત શર્માએ ખૂબ જ સારો…
ટેનીસ વિશ્વમાં સ્ટાર ખેલાડી સ્પેનના રફેલ નડાલે શાનદાર પ્રદર્શન ચાલુ રાખતા ઉરૂગ્વેના પાબ્લો ક્યુવાસને બે કલાક અને ૨૩ મિનિટ સુધી ચાલેલા મુકાબલામાં ૬-૩, ૬-૭, ૬-૩થી પરાજય આપી ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ મેળવી લીધો છે. ક્વાટર ફાઇનલમાં રફેલ નડાલનો સામનો સર્બિયાના ફિલિપ ક્રાજિનોવિક સામે થશે. ક્રાજિનોવિકની વાત કરીએ તો ક્રાજિનોવિકે ફ્રાન્સના નિકોલસ મહુતને ૬-૩, ૩-૬, ૬-૧થી પરાજય આપ્યો હતો. ૧૬ વખતનો ગ્રાન્ડ સ્લેમ વિજેતા નડાલ આ પહેલા જ નંબર વનનો ક્રમાંક મેળવી ચૂક્યો છે. આ ચેમ્પિયન્સશિપમાં જો નડાલ વિજેતા બનશે તો તે સર્બિયાના નોવાક જોકોવિચના રેકોર્ડ ૩૧ માસ્ટર્સ ટાઇટલ જીતવાની બરાબરી કરી લેશે. આ મેચની સમાપ્તિ બાદ નડાલે કહ્યું હતું કે “દર…
દિલ્લીમાં ચાલી રહેલી દિલ્હી અને ઉત્તર પ્રદેશની ટીમ વચ્ચેની રણજી મેચ પાલમના એર ફોર્સ મેદાન પર રમાઇ રહી હતી. દરમ્યાન આ રણજી ટ્રોફી મેચમાં સુરક્ષામાં એક મોટી ચૂક જોવા મળતા તમામ ખેલાડીઓ અને મેચ અધિકારીઓ હેરાન થઇ ગયા હતા. કારણ કે, મેચ દરમિયાન એક બહારના વ્યક્તિએ પોતાની કાર મેદાન પર લઇ આવ્યો હતો, અને કાર પિચ પર ચલાવી હતી. જો કે, બાદમાં પોલીસે કાર ચાલક આરોપીની અટકાયત કરી હતી અને તેની પૂછપરછ બાદ દિલ્હી પોલીસના હવાલે કર્યો હતો. ઘટના એવી છે કે, રણજી મેચમાં દિવસની રમત પૂરી થવાના 20 મિનિટ પહેલા સાંજે લગભગ 4-40 કલાકે ગિરીશ શર્મા નામનો એક શખ્સ ગ્રે રંગની…
ભારતીય મહિલા હોકી ટીમે એશિયા કપ 2017માં પોતાનું શાનદાર પ્રદર્શન ચાલુ રાખતા સેમીફાઇનલમાં જાપાનને કારમો પરાજય આપીને ફાઇનલમાં પોતાની જગ્યા બનાવી છે. ભારતીય ટીમે રોમાંચક મુકાબલામાં જાપાનને 4-2થી કારમી હાર આપી હતી. સેમીફાઇનલમાં ભારત તરફથી સાતમી મિનિટમાં ગુરજીત કૌર અને નવમી મિનિટમાં નવજોત કૌરે અને 38મી મિનિટમાં લાલરેમસિયામીએ ગોલ કર્યો હતો. ભારત આ જીત સાથે ચોથી વખત ફાઇનલમાં પહોંચ્યું છે. ભારતે 2004માં ખિતાબ જીત્યો હતો. 1999 તથા 2009માં ભારત ઉપવિજેતા રહ્યું હતું. ફાઇનલમાં ભારતીય મહિલા ટીમનો મુકાબલો ચીન સાથે 5 નવેમ્બરે રવિવારે થશે. ઉલ્લેખનીય છે કે, 2009માં ભારત અને ચીન વચ્ચે ખિતાબી મુકાબલો થયો હતો. જેમાં ભારતે હારનો સામનો કરવો…
કોમનવેલ્થ શુટીંગ ચૈમ્પિયનશિપમાં ભારતીય નિશાનેબાજોએ શાનદાર પ્રદર્શન કર્યું છે. જેમાં 50 મીટર પિસ્ટલ સ્પર્ધામાં ભારતીય નિશાનેબાજો પ્રકાશ નાંજપ્પા, અમનપ્રીત સિંહ અને જીતુ રાયે ક્લીન સ્વીપ કરતા ત્રણેય પદકો ભારતના નામે કર્યા હતા. પ્રકાશે 222.4 ના સ્કોર સાથે ગોલ્ડ મેડલ જીત્યો હતો. તો અમનપ્રીતે સિલ્વર મેડલ અને જીતુ રાયે કાસ્ય પદક જીત્યો હતો. શુટીંગ ચૈમ્પિયનશીપમાં ગઇકાલે પુરૂશ કેટેગરીમાં 50 મીટર રાઇફલ પ્રોનમાં ઓલિમ્પિકમાં કાસ્ય પદક જીતનાર ગગન નારંગે આ ચૈમ્પિયનશિપમાં સિલ્વર મેડલ જીત્યો હતો. તો સ્વપ્રિલ કુસાલે કાસ્ય પદક પોતાના નામે કર્યો હતો. આ પહેલા મહિલાની 25 મીટર પિસ્ટલ સ્પર્ધામાં અન્નુ રાજ સિંહે પણ કાસ્ય પદક મેળવ્યો હતો. ભારતીય પિસ્ટલ…
એશિયા કપમાં ભારતની મહિલા હોકી ટીમ અત્યાર સુધી શાનદાર પ્રદર્શન કરીને ટુર્નામેન્ટની સેમી ફાઇનલ સુધીની સફર કરી છે. ત્યારે આજે સાંજે ભારતીય મહિલા હોકી ટીમનો સેમી ફાઇનલમાં જાપાન સામે સામનો થશે. આ મેચ આજે સાંજે 6.30 વાગે શરૂ થશે. ઉલ્લેખનીય છે કે આ બન્ને ટીમો આજ ટુર્નામેન્ટમાં વર્ષ 2004માં ફાઇનલમાં સામ સામે આવી હતી. જેમાં ભારતે જાપાનને 1-0 થી હરાવીને ખિતાબ પોતાના નામે કર્યો હતો. આ પહેલા ભારતીય મહિલા હોકી ટીમે ક્વાટર ફાઇનલમાં કજાખસ્તાનને 7-1 થી હરાવીને સેમી ફાઇનલમાં પ્રવેશ મેળવી લીધો હતો. તો બીજી તરફ જાપાને બીજી ક્વાટર ફાઇલ મેચમાં મલેશિયાને 2-0 થી હરાવીને સેમી ફાઇનલમાં પ્રવેશ મેળવ્યો…
કોલકત્તા: ફુટબોલ સ્પોર્ટસ ડેવલોપમેન્ટ લિમિટેડે આગામી હિરો ઇંડિયન સુપર લીગની ચોથી સીઝનની ફાઇનલ મેચ બદલાવાની જાહેરાત કરી હતી. એટલે ISL 2017-18 ની ફાઇનલ મેચનું આયોજન હવે કોલકત્તામાં થશે. તો બીજી તરફ ટુર્નામેન્ટની પહેલી મેચનું આયોજન કોલકત્તાની જગ્યાએ કોચ્ચીમાં થશે. આમ 17 નવેમ્બરના રોજ ISL 2017-18ની પહેલી મેચ કોચ્ચીમાં યોજાશે. ISL ટુર્નામેન્ટની ફાઇનલ મેચનું આયોજન કોલકત્તામાં કરવાનો નિર્ણય હાલમાં જ ફિફા એંડર 17 વર્લ્ડ કપની ફાઇનલ મેચનું સફળ આયોજનની સમીક્ષા કર્યા બાદ નક્કી કરવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે વર્ષ 2014માં ISL ની શરૂઆત થઇ હતી અને ત્યાર બાદ દરેક સીઝન એક પછી એક નવા આયામો સર કરતું ગયું હતું.…
દિલ્લી: ૧૬ વખત ગ્રાન્ડ સ્લેમ જીતી ચૂકેલા સ્પેનના સ્ટાર ટેનિસ ખેલાડી રફેલ નડાલ આ વર્ષનું સમાપન નંબર વન સાથે કરશે. બીજો ક્રમાંક ધરાવતા સ્વિટ્ઝરલેન્ડના રોજર ફેડરર પાસે નંબર વન બનવાની તક હતી પરંતુ તે પેરિસ ઓપનમાંથી ખસી ગયો હતો. નડાલે પેરિસ ઓપનના પ્રથમ રાઉન્ડમાં કોરિયાના હિયોન ચુંગને ૭-૫, ૬-૩૬થી પરાજય આપી બીજા રાઉન્ડમાં પ્રવેશ મેળવી લીધો હતો. જેને કારણે નડાલને નંબર વનનું સ્થાન જાળવી રાખ્યું હતું અને વર્ષનું સમાપન વિશ્વ ટેનીસ રેકિંગમાં પહેલા સ્થાન સાથે કરશે. ઉલ્લેખનીય છે કે રફેલ નડાલ ચોથી વખત નંબર વન સાથે વર્ષનું સમાપન કરશે. આ પહેલાં નડાલે ૨૦૦૮, ૨૦૧૦ અને ૨૦૧૩માં નંબર વન સાથે વર્ષનું…