ન્યુઝીલેન્ડ સામેની શ્રેણીની પહેલી ટી20 મેચમાં શાનદાર પ્રદર્શન કરતા ટીમ ઇન્ડિયાએ આશિષ નહેરાને ફેરવેલ જીત આપતા અનોખો રેકોર્ડ નોંધાવ્યો હતો. ભારતે ન્યુઝીલેન્ડ સાને સતત પાંચ મેચમાં હાર્યા બાદ આજે પહેલી જીત મેળવી હતી. આમ ટીમ ઇન્ડિયાએ આશિષ નહેરાની અંતિમ મેચમાં જીત મેળવીને શાનદાર ભેટ આપી હતી. ભારતે પહેલા બેટીંગ કરતા 20 ઓવરમાં 3 વિકેટે 202 રન કર્યા હતા. જેવા જવાબમાં ન્યુઝીલેન્ડની સારી શરૂઆત રહી ન હતી અને 53 રનમાં 3 મહત્વની વિકેટ પડી ગઇ હતી. ન્યુઝીલેન્ડ તરફથી ટોમ નથામે સૌથી વધુ 39 રન કર્યા હતા. ભારત તરફથી ચહલ અને અક્ષર પટેલે 2-2 વિકેટ ઝડપી હતી. તો હાર્દીક પંડ્યા, જસપ્રીત…
કવિ: Sports Desk
આજે દિલ્લીમાં પહેલી ટી20 મેચમાં ન્યુઝીલેન્ડે ટોસ જીતી પહેલા બોલીંગ પસંદ કરી છે. આજની મેચમાં આશિષ નહેરા પોતાની અંતિમ આંતરરાષ્ટ્રિય મેચ રમી રહી છે. ત્યારે શ્રેયાશ ઐય્યર ટી20 આંતરરાષ્ટ્રિય ક્રિકેટમાં ડેબ્યુ કરી રહ્યો છે. ભારત આજે ત્રણ ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ, ભુવનેશ્વર કુમરા અને આશિષ નહેરા તો બે સ્પિનર અને બે ઓલ રાઉન્ડર અક્ષર પટેલ અને હાર્દીક પંડ્યાને લઇને મેદાન પર ઉતરશે. વન-ડે સિરીઝમાં ૨-૧થી સિરીઝ જીત્યા બાદ ટીમ ઇન્ડિયા અહીં યોજાનારી પ્રથમ ટી-૨૦માં ભરપૂર આત્મવિશ્વાસ સાથે ન્યૂઝીલેન્ડનો સામનો કરવા ઊતરશે. વિરાટ કોહલીના નેતૃત્વવાળી ટીમ ઇન્ડિયાનું પ્રથમ લક્ષ્ય સિનિયર ખેલાડી આશિષ નેહરાને વિજયી વિદાય આપી ન્યૂઝીલેન્ડ સામે ક્રિકેટના સૌથી…
વનડે સીરિઝમાં કીવિઓને 2-1થી હરાવ્યા પછી ટીમ ઈંડિયા આજે સાંજે દિલ્લીમાં રમાનાર 3 મેચોની ટી-20 સીરિઝમાં જીતના ઈરાદાથી ઉતરશે. જ્યાં ભારતીય ટીમના દિગ્ગજ ઝડપી બોલર આશીષ નેહરાને શાનદાર વિદાય આપવામાં આવશે. ટીમ ઈંડિયાના દિગ્ગજ ઝડપી બોલર આશીષ નેહરા દિલ્લીના ફિરોજશાહ કોટલા સ્ટેડિયમમાં રમાનાર પહેલા ટી-20 મેચમાં ઈંટરનેશનલ ક્રિકેટને અલવિદા કહી દેશે. નેહરા 19 વર્ષ જૂના પોતાના ક્રિકેટ સફરને ઘર આંગણાના મેદાન પર પરિવાર સાથે ખતમ કરશે. 38 વર્ષીય આ ઝડપી બોલરે પોતાની પહેલી ઈંટરનેશનલ મેચ વર્ષ 1999માં મોહમ્મદ અજહરૂદ્દીનની કેપ્ટનશિપમાં રમી હતી. આશીષ નેહરા મોહમ્મદ અજહરૂદ્દીનથી લઈને ટીમ ઈંડિયાના વર્તમાન કેપ્ટન વિરાટ કોહલીની કેપ્ટનશિપમાં રમી ચૂક્યો છે. તેના સિવાય નહેરા…
વિશ્વના પૂર્વ નંબર વન ગોલ્ફ ખેલાડી ટાઇગર વૂડ્સ ઇજામાંથી સ્વસ્થ થઈ ગયો છે અને તે ૩૦ નવેમ્બરથી ત્રણ ડિસેમ્બર સુધી યોજાનાર હીરો વર્લ્ડ ચેલેન્જમાં ભાગ લેશે. વૂડ્સે ફેબ્રુઆરીમાં દુબઈ ડેઝર્ટ ક્લાસિકમાંથી નામ પરત લીધા બાદ યોજાયેલી ગોલ્ફ ટૂર્નામેન્ટમાં ભાગ લીધો નથી. ઇજાને કારણે તે ૨૦૧૫-૧૬ સિઝનમાં પણ ભાગ લઈ શક્યો નહોતો. આ વર્ષે એપ્રિલમાં વૂડ્સે પોતાની પીઠનું ઓપરેશન કરાવ્યું હતું. આ તેની પીઠનું ચોથું ઓપરેશન હતું. આ સર્જરીને કારણે તે બાકીની સિઝનમાં રમી શક્યો નહોતો. ટાઇગર વૂડ્સે અત્યાર સુધી ૭૯ પીજીએ ટૂર ટાઇટલ જીત્યા છે અને તે સેમ સ્નિડના ૮૨ ટાઇટલના રેકોર્ડથી ત્રણ ડગલાં દૂર છે. જોકે, ટાઇગર વૂડ્સ વર્ષ…
વન-ડે સિરીઝમાં ૨-૧થી સિરીઝ જીત્યા બાદ ટીમ ઇન્ડિયા અહીં યોજાનારી પ્રથમ ટી-૨૦માં ભરપૂર આત્મવિશ્વાસ સાથે ન્યૂઝીલેન્ડનો સામનો કરવા ઊતરશે. વિરાટ કોહલીના નેતૃત્વવાળી ટીમ ઇન્ડિયાનું પ્રથમ લક્ષ્ય સિનિયર ખેલાડી આશિષ નેહરાને વિજયી વિદાય આપી ન્યૂઝીલેન્ડ સામે ક્રિકેટના સૌથી નાના ફોર્મેટમાં જીતનું ખાતું ખોલાવવા પર રહેશે. લગભગ ૧૯ વર્ષ પહેલાં પોતાની પ્રથમ આંતરરાષ્ટ્રીય મેચ રમનાર નેહરાએ અગાઉ જાહેરાત કરી હતી કે, તે પોતાનાં ઘરેલુ મેદાન ફિરોજશાહ કોટલામાં યોજાનાર ટી-૨૦ મેચ તેની અંતિમ આંતરરાષ્ટ્રીય મેચ હશે. આ ૩૮ વર્ષીય બોલરે ભારત તરફથી પોતાની અંતિમ મેચ આ વર્ષે ફેબ્રુઆરીમાં બેંગ્લુરૂમાં રમી હતી પરંતુ નિવૃત્તિની જાહેરાત કરી હોવાથી તેનું આ મેચમાં રમવું નિશ્ચિત મનાઈ રહ્યું…
મુંબઇ : પ્રથમ વખત ભારતીય ટીમમાં સામેલ કરવામાં આવેલા શ્રેયસ ઐય્યરને આશા છે કે, ન્યૂઝીલેન્ડ સામે ત્રણ મેચની ટ્વેન્ટી-20 સિરીઝમાં મને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પદાર્પણનો મોકો મળશે અને સ્પષ્ટ કર્યું કે, હું બેટિંગમાં કોઇપણ સ્થાન પર રમવા માટે તૈયાર છું. દિલ્હીના ફિરોઝશાહ કોટલા સ્ટેડિયમમાં કાલે રમાનાર પ્રથમ ટ્વેન્ટી-20 આંતરરાષ્ટ્રીય મેચની પૂર્વ સંધ્યા પર ઐય્યરે કહ્યું કે, અત્યારે મારી ટીમમાં પસંદગી થઇ ગઇ છે ત્યારે આશા રાખું છું કે, મને રમવાની તક મળશે. જો મને ત્રણમાંથી એક પણ મેચમાં રમવાની તક મળશે તો આ સારો અહેસાસ થશે. એવું નથી કે રમવું જરૂરી છે. હું અંતિમ ઇલેવનમાં રહું કે મને બહાર બેસવું પડે,…
દિલ્લી: ભારતીય મહિલા હૉકી ટીમે એશિયા કપમાં પોતાની ત્રીજી મેચમાં મલેશિયાને હાર આપી હતી. મંગળવારે રમાયેલી મેચમાં ભારતે મલેશિયાને 2-0થી હાર આપી હતી. આ જીત સાથે ભારતીય ટીમ પુલ એમાં ટૉપ સ્થાન પર ખુદને યથાવત રાખતા ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ સુનિશ્વિત કરી લીધો છે. બંને ટીમોએ ત્રીજા ક્વાર્ટરની સમાપ્તિ સુધી એકબીજાને આકરી ટક્કર આપી હતી. આ કારણે બંને ટીમો એક પણ ગોલ કરી શક્યા ન હતા. ત્યાર બાદ ભારતીય ટીમે આક્રમક રમત અપનાવી હતી, અને ચોથા ક્વાર્ટરમાં બે ગોલ કરતા મેચ પોતાના નામે કરી હતી. ચોથા ક્વાર્ટરમાં 54મી મિનિટમાં ગુરજીત કૌરે ટીમને 2-0થી સરસાઇ અપાવી હતી. સારા ડિફેન્સથી ભારતે મલેશિયાને ગોલ…
મુંબઇ: વન-ડે સીરીઝમાં ન્યુઝીલેન્ડને 2-1 થી હરાવીને શાનદાર પ્રદર્શન કર્યા બાદ ભારતની નજર હવે ટી 20 સીરીઝમાં પણ જીત જાળવી રાખવાના ઇરાદા સાથે મેદાન પર ઉતરશે. ત્યારે ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે આવતીકાલથી શરૂ થઇ રહેલી ત્રણ ટ્વેન્ટી-20 મેચની સિરીઝમાં પ્રવાસી ટીમમાં રોસ ટેલરની પસંદગી કરાઇ છે. નોંધપાત્ર છે કે, જ્યારે પ્રારંભમાં ન્યૂઝીલેન્ડની ટ્વેન્ટી-20 ટીમની જાહેરાત કરાઇ ત્યારે ટીમમાં રોસ ટેલરને સામેલ કરાયો ન હતો. બાદમાં તેને ટૉડ એસ્ટલના સ્થાને ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. એસ્ટલ ભારત પ્રવાસ દરમિયાન મુંબઇમાં બોર્ડ પ્રેસિડેન્ટ સામે પ્રેકિટસ મેચમાં ઇજાગ્રસ્ત થયો હતો. એસ્ટેલના સ્થાને ટીમમાં વાપસી કરનાર ટેલરની લગભગ દોઢ વર્ષ બાદ ન્યૂઝીલેન્ડની ટ્વેન્ટી-20 ટીમમાં…
ભારતમાં મહિલા ક્રિકેટને વધતા ક્રેઝને જોતા ભારતીય ક્રિકેટ બોર્ડ મહિલા ક્રિકેટ ટીમના વિકાસ માટે સંપુર્ણ રીતે સમર્થન કરે છે. ભારતીય મહિલા ક્રિકેટના નવા મહિલા ખેલાડીઓને આંતરરાષ્ટ્રિય મેચના અનુભવ કરાવવા માટે BCCI એ આવતા મહિનામાં મહિલા બાંગ્લાદેશ એ ટીમનું ભારત પ્રવાસનું આયોજન કર્યું છે. BCCI ના વરીષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે “આ પ્રવાસમાં બાંગ્લાદેશ મહિલા એ ટીમ ભારતની મહિલા એ ટીમ પાંચ અનઓફિશીયલ વન-ડે મેચ અને ત્રણ ટી20 આંતરરાષ્ટ્રિય મેચ રમશે. આ કાર્યક્રમથી પસંદગી કર્તાઓને નવી મહિલા ક્રિકેટરો અને બેંચ સ્ટ્રેંથ મળી શકશે. સંભાવનાએ પણ છે કે લાંબા સમય માટે ભારતીય મહિલા ક્રિકેટ ટીમ સાથે જોડાયેલા હોવા છતાં રમવાની તક…
ભારતની પુરુષ જૂનિયર હૉકી ટીમે સુલ્તાન જોહોર કપ ટૂર્નામેન્ટની સાતમી લીગમાં રવિવારે યજમાન મલેશિયાને હરાવીને બ્રોન્ઝ મેડલ પર કબજો જમાવ્યો હતો. તમાન દાયા હૉકી સ્ટેડિયમમાં ત્રીજા સ્થાન માટે રમાયેલી આ મેચમાં ભારતે મલેશિયાને 4-0થી હાર આપી હતી. ભારતીય ટીમે પ્રારંભથી જ આ મેચ પર પોતાનો દબદબો બનાવી રાખ્યો હતો. 11મી મિનિટમાં કપ્તાન વિવેક પ્રસાદ તરફથી કરવામાં આવેલા ગોલની મદદથી ટીમે પોતાનું ખાતુ ખોલાવ્યું હતું. પહેલા ક્વાર્ટરની સમાપ્તિની અંતિમ મિનિટમાં દિલપ્રિતથી મળેલા પાસને વિશાલ અંટિલે ગોલમાં તબદીલ કરીને ભારતીય ટીમને 2-0ની સરસાઇ અપાવી હતી. બીજા ક્વાર્ટરમાં શૈલેન્દ્ર લાકડાએ 21મી મિનિટમાં તકનો ફાયદો ઉઠાવતા ભારતીય ટીમને ત્રીજો ગોલ મળ્યો હતો. આ દરમિયાન…