Author: Sports Desk

hockey match

બાંગ્લાદેશના ઢાકામાં ચાલી રહેલી 10મી એશિયા કપ હોકી ટુર્નામેન્ટની પોતાની બીજી સુપર-4 મેચમાં ભારતે શાનદાર પ્રદર્શન કરતા મલેશિયાને 6-2થી કારમો પરાજય આપ્યો છે. ગુરૂવારે ભારતમાં આ ‘દિવાળી વિજય’માં અક્ષરદીપ સિંહ, હરમનપ્રીત સિંહ, એસકે ઉથપ્પા, ગુરજંટ સિંહ, એસવી સુનીલ અને સરદાર સિંહે 1-1 ગોલ નોંધાવ્યા હતા. સુપર-4 મુકાબલામાં બુધવારે ભારતે દક્ષિણ કોરિયા સાથે 1-1થી મેચ ડ્રો થઈ હતી. આ વિજયની સાથે ભારતે સુપર-4માં મલેશિયાને નીચે ખસેડી ફાઇનલમાં પહોંચવાની પોતાની આશા મજબૂત કરી લીધી છે. વર્તમાન ટુર્નામેન્ટમાં અત્યાર સુધીમાં એકપણ મેચ ન હારેલી મલેશિયન ટીમ પહેલી વખત પરાજયનો સ્વાદ ચાખાડ્યો હતો. વિશ્વમા 12મો નંબર ધરાવતી મલેશિયન ટીમે આ પહેલાં વર્ષની છઠ્ઠી ક્રમાંકિત…

Read More
sodhi

22 ઓક્ટોબરથી ભારત સામે શરૂ થનારી ત્રણ વન-ડે મેચોની શ્રેણી પહેલા ન્યૂઝીલેન્ડ ટીમને મોટો ઝાટકો લાગ્યો છે. પ્રેક્ટિસ મેચ દરમ્યાન ન્યુઝીલેન્ડના ટોડ એસ્ટલ ઈજાગ્રસ્ત થઈ ગયો છે. ટીમમાં ઈજાગ્રસ્ત થયેલ ખેલાડી ટોડ એસ્ટલની બદલીમાં લેગ સ્પિનર ઈશ સોઢીને લેવામાં આવ્યો છે. ટોડ એસ્ટલે મંગળવારે બોર્ડની પ્રમુખ ઈલેવન સામે રમાયેલી પ્રથમ પ્રેક્ટિસ મેચમાં ઈજાગ્રસ્ત થયો હતો. તે ઉપરાંત ટોડ એસ્ટલ વનડે અને ટી-20 શ્રેણીમાં પણ ભારત સામે રમી શકશે નહીં. તેને પ્રેક્ટિસ મેચમાં ફક્ત ત્રણ બોલ જ નાંખ્યા હતા. ન્યૂઝીલેન્ડ ક્રિકેટર બોર્ડે ગુરૂવારે કહ્યું હતું કે, “સ્ક્રેનથી પુષ્ટિ થઈ છે કે એસ્ટેલ ગંભીર રીતે ઘાયલ થયો છે અને તે કારણે ત્રણ…

Read More
dhoni diwali

ભારતમાં હાલ દિવાળી પર્વનો માહોલ છે અને દેશના તમામ લોકો હાલ દિવાળીનો પર્વ ધુમધામથી ઉજવી રહ્યા છે.  ત્યારે ભારતીય ક્રિકેટ ટીમનો પૂર્વ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોની રાંચી પહોચ્યો છે, તેની સાથે પત્ની સાક્ષી અને દીકરી ઝીવા પણ હતી. ધોનીને જોવા માટે એરપોર્ટ ટર્મિનલમાં હાજર લોકો તેમજ ટર્મિનલ બિલ્ડિંગ બહાર ઉભેલા લોકોએ પોતાના મોબાઇલથી તેની તસવીર લીધી હતી. જવાબમાં ધોનીએ હાથ હલાવી તેમનું અભિવાદન પણ કર્યુ હતું. ધોની દિવાળી સેલિબ્રેશન માટે રાંચી પહોચ્યો છે. પરિવાર સાથે ઉજવશે દિવાળી ભારતીય ટીમના પુર્વ સુકાની ધોની પોતાના પરિવાર અને મિત્રો સાથે પોતાના નવા ફાર્મ હાઉસ પર દિવાળી મનાવશે. ધોની 22 ઓક્ટોબરથી ન્યૂઝીલેન્ડ સામે રમાનાર…

Read More
pv sindhu new

ડેનમાર્ક ઓપનમાં રિયો ઓલિમ્પિકમાં સિલ્વર મેડલ જીતનારી ભારતીય શટલર પી. વી. સિંધુની ચીનની ચેન યુફેઈના હાથે હાર થઈ છે. ભારતની સ્ટાર શટલરને વૈશ્વિક રેન્કિંગમાં દશમા ક્રમાંકની ચીની ખેલાડીને મેચમાં આકરી ટક્કર આપી હતી. પરંતુ સિંધુની સીધા સેટોમાં 17 વિરુદ્ધ 21, 21 વિરુદ્ધ 23માં હાર થઈ છે. આ મુકાબલો 43 મિનિટ ચાલ્યો હતો. કોરિયા ઓપનમાં જીતનારી સિંધુની આ બીજી ચોંકાવનારી હાર છે. આ પહેલા તેની જાપાન ઓપનના બીજા તબક્કામાં હાર થઈ હતી. બીજી તરફ સાઈના નેહવાલ સ્પર્ધાના બીજા રાઉન્ડમાં પહોંચી છે. બુધવારે યોજાયેલા મુકાબલાના પહેલા રાઉન્ડમાં સાઈના નેહવાલે ઓલિમ્પિક ચેમ્પિયન સ્પેનની કેરોલિના મારિનને સીધા સેટમાં 22 વિરુદ્ધ 20, 21 વિરુદ્ધ 18થી…

Read More
cropped 10

ભારતની સ્ટાર બેડમિન્ટન ખેલાડી સાઈના નેહવાલે શાનદાર પ્રદર્શન કરતા પોતાની જીતની લયમાં પરત ફરી છે અને ઓલોમ્પિક ચેમ્પિયન કૈરોલિના મરીનને ડેનમાર્ક ઓપનની મહિલા સિંગલ્સ મેચના પ્રથમ રાઉન્ડમાં જ હરાવી દીધી છે. તેની સાથે બીજી રાઉન્ડમાં પોતાની જગ્યા બનાવી લીધી હતી. ત્યારે બીજા અને ટાઈટલની પ્રબળ દાવેદારમાં માનવામાં આવનારી પી વી સિંધુને હારનો સામનો કરવો પડ્યો હતો. પી વી સિંધુને વર્લ્ડની નંબર દસ ખેલાડી ચીનની ચેન યુફેને ૪૩ મિનીટ સુધી ચાલેલ મેચમાં ૨૧-૧૭, ૨૩-૨૧ થી હરાવી દીધી હતી. કોરિયા ઓપનર જીત્યા બાદ કોઈ પણ પ્રતિયોગીતાની શરૂઆતી રાઉન્ડમાં પી વી સિંધુની આ સતત બીજી હાર છે. છેલ્લા મહીને તેમને જાપાન ઓપનના બીજા…

Read More
cropped 8

ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરોટ કોહલીએ પોતાના સોશ્યલ મીડિયા પર એક વીડિયો શૅર કરીને ફેન્સને જણાવ્યુ કે, આ રીતે દિવાળી સેલિબ્રેટ કરો. વિરાટે 13 સેકન્ડનો આ વીડિયો પોતાની સોશ્યલ મીડિયા એકાઉન્ટ પર શૅર કર્યો છે. વીડિયોમાં ફટાકડાના અવાજથી વિરાટ પોતાના કાન પર હાથ મૂકી દે છે, અને આ માધ્યમથી મેસેજ આપી રહ્યો છે કે આ વર્ષે ફટાકડા ફોડ્યા વગર દિવાળી સેલિબ્રેટ કરો. આ વીડિયો સાથે જ તેણે કેપ્શન લખ્યુ કે, ”આ દિવાળી કંઇક બદલીએ, દિવાળીની શુભકામનાઓ.” તમને જણાવી દઇએ કે,  ભારતીય ટીમ ન્યૂઝીલેન્ડની સામે રવિવારથી વન ડે સીરિઝ રમશે. આ પહેલા પ્રેક્ટિસ મેચમાં ન્યૂઝીલેન્ડને હાર મળી હતી. ભારતીય ટીમના પૂર્વ…

Read More
kohlismith

ભલે વિરાટ કોહલી આ સમયે સૌથી પ્રખ્યાત ક્રિકેટર તરીકે ઓળખાય છે પરંતુ કમાઈના મામલે કોહલી પોતાના વર્તમાન દિગ્ગજ ક્રિકેટથી  પાછળ થઈ ગયો છે. ભારતના કેપ્ટન વિરાટ કોહલીને બીસીસીઆઈ એક વર્ષના એક મિલિયન ડોલર (6-5 કરોડ રૂપિયા) આપે છે. જોકે વિરાટ ખૂબ જ સારા ખિલાડીઓમાંના એક છે. આની સાથે સાથે આપને જણાવી દઈએ કે આ લિસ્ટમાં ચોથા નંબર પર સા.આફ્રિકાના કેપ્ટન ફાફ દૂ પ્લેસિસ છે જેને સા.આફ્રિકી બોર્ડ 5.0 લાખ ડોલર આપે છે. ટોપ 10 લિસ્ટ સ્ટીવ સ્મિથ (ઓસ્ટ્રેલિયા)- 1.47 મિલિયન ડોલર (રૂ. 95602185 ) જો રૂટ (ઈંગ્લેન્ડ)- 1.38 મિલિયન ડોલર (રૂ. 89748990) વિરાટ કોહલી (ભારત) – 1 મિલિયન ડોલર (રૂ.…

Read More
hafeez

શ્રીલંકા સામે રમાનારા ત્રણ ટી-20 મેચોની સીરીઝ માટે પાકિસ્તાન ક્રિકેટ ટીમમાં મો.હફિઝની વાપસી થઈ છે. પાકિસ્તાન અને શ્રીલંકા વચ્ચે 26 ઓક્ટોબરે ટી-20 સીરીઝ રમાશે. વર્તમાનમાં બંને ટીમે વન ડે સીરીઝ રમી છે. ઉલ્લેખનીય છે કે શ્રીલંકા સામેની વન ડે સીરીઝમાં પાકિસ્તાન ટીમનું પ્રતિનિધિત્વ કરી રહેલો હાફિઝ હાલમાં વિશ્વ એકાદશ સામે રમાયેલી ટી-20 સિરીઝ માટે પાકિસ્તાનની ટીમમાં શામિલ નહતો કરાયો. વિશ્વ એકાદશ સામે ટી-20 સીરીઝ રમનારી પાકિસ્તાનની ટી-20 ટીમમાં ત્રણ ખિલાડીઓ ઉમર અમીન, ફહીમ અશરફ અને આમેર યામીનને આ સીરીઝ માટે રાખવામાં આવ્યા છે. જ્યારે સોહેલ ખાન શ્રીલંકા સામે સીરીઝ માટે ટીમની સાથે મેદાન પર નહીં ઉતરી શકે. પાકિસ્તાન અને શ્રીલંકા…

Read More
cropped 82

ભારતીય મહિલા બેટસમેન વેદા કૃષ્ણમૂર્તિએ નવ ડિસેમ્બરથી ઓસ્ટ્રેલિયામાં શરૂ થઇ રહેલી મહિલા બિગ બૈશ લીગના ત્રીજા સંસ્કરણ માટે હોબાર્ટ હરિકેનની સાથે કરાર કર્યો છે. 25 વર્ષિય વેદા હવે બિગ બૈશ લીગમાં ઇંગ્લેન્ડની લૉરેન વિંડફિલ્ડ અને વેસ્ટઇન્ડિઝની હેલી મૈથ્યૂઝ જેવી ખેલાડીઓની સાથે હોબાર્ટ હરિકેન્સ સાથે રમતી નજરે આવશે. વેદા ઉપરાંત હરમનપ્રીત કૌર સિડની થડર્સ તરફથી રમશે. ઓલરાઉન્ડર દિપ્તિ શર્માની પણ કેટલાક ફ્રેન્ચાઇજીઓની સાથે વાતચીત ચાલુ છે. જ્યારે ગત વર્ષે બ્રિસ્બેન હીટ માટે રમનાર સ્મૃતિ મંધાના આ વર્ષે લીગમાં રમવા માટે શંકાસ્પદ લાગી રહી છે. વેદા લીગની પ્રારંભિક 10 મેચમાં રમી શકશે અને પછી આવતા વર્ષે ફેબ્રુઆરીમાં રમાનાર દક્ષિણ આફ્રિકા પ્રવાસની તૈયારી…

Read More
yusuf 2

ભારતીય ક્રિકેટર યુસુફ પઠાણે દિવાળીના તહેવારોમાં કંઇક એવું કર્યું કે, તેની હવે ટ્વિટર પર ચોમેર પ્રસંસા થવા લાગી છે. રણજી ટ્રોફીમાં વ્યસ્ત યુસુફ પઠાણે બુધવારે વડોદરા એરપોર્ટ પર જવાનોની સાથે મિઠાઇની આદાન-પ્રદાન કરી તેમેને દિવાળીની શુભકામના પાઠવી હતી. યુસુફ પઠાણે બુધવારે ટ્વિટર પર કેટલીક તસવીરો શેર કરી હતી. જેમાં તે વડોદરા એરપોર્ટ પર જવાનોની સાથે મિઠાઇનું આદાન-પ્રદાન કરી રહ્યો છે. તેણે તેની કેપ્સન આપી કે, જવાનોને સલામ. તેઓ તહેવારના દિવસે પણ પણ ફરજ નિભાવી રહ્યાં છે. અમે દિવાળીના મોકા પર એકબીજાને મિઠાઇ ખવડાવી. આ સાથે યુસુફ પઠાણે જવાનોની સાથે સમય વીતાવ્યાની કેટલીક તસવીરો પણ શેર કરી છે. યુસુફ પઠાણ દ્વારા…

Read More