ટ્રમ્પના એક નિર્ણયથી અમેરિકનોના ખિસ્સા ખાલી! પેટ્રોલ પંપ પર લોકોનો આક્રોશ – ‘આ યુદ્ધની કોઈ જરૂર નહોતી’

By
Dharmishtha R. Nayaka
Dharmishtha R. Nayaka is a skilled and passionate Gujarati language content writer at Satya Day News. With a strong grasp of local culture, social dynamics, and...
4 Min Read

‘ટ્રમ્પ મૂર્ખ છે’: આસમાને પહોંચેલા ઈંધણના ભાવથી કેલિફોર્નિયાની જનતામાં ભારે રોષ

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા શરૂ કરવામાં આવેલું યુદ્ધ અત્યારે સમગ્ર દેશમાં અપ્રિય સાબિત થઈ રહ્યું છે. તાજેતરના સર્વેક્ષણો દર્શાવે છે કે અમેરિકાની બહુમતી જનતા આ સંઘર્ષની વિરુદ્ધ છે, કારણ કે તેમને આ યુદ્ધના હેતુઓ અસ્પષ્ટ લાગે છે. ખાસ કરીને કેલિફોર્નિયામાં, જ્યાં ઈંધણના ભાવ પહેલાથી જ ઊંચા હતા, ત્યાં હવે સ્થિતિ કાબૂ બહાર જઈ રહી છે.

લોસ એન્જલસના એક ગેસ સ્ટેશન પર રાયડર થોમસ નામના યુવાનના ચહેરા પર ગુસ્સો સ્પષ્ટ દેખાઈ રહ્યો હતો. તે જ્યારે પોતાના પિકઅપ ટ્રકમાં ઈંધણ ભરાવી રહ્યો હતો, ત્યારે મીટરનો આંકડો ૧૩૦ ડોલર (અંદાજે ₹૧૦,૯૦૦) પર પહોંચી ગયો હતો. રાયડરે નિસાસો નાખતા કહ્યું કે, “અમેરિકા અને ઈઝરાયેલે ઈરાન પર હુમલો કર્યો તે પહેલા હું ફુલ ટેન્ક માટે જે કિંમત ચૂકવતો હતો તેના કરતા અત્યારે મારે ૩૦ ડોલર વધુ આપવા પડી રહ્યા છે.”

- Advertisement -

oil.jpg

ઈતિહાસનું સૌથી મોંઘું ઈંધણ અને સપ્લાય ચેઈન પર અસર

ચાલુ અઠવાડિયે અમેરિકામાં પેટ્રોલના ભાવ ૨૦૨૨ પછીના સર્વોચ્ચ સ્તરે પહોંચી ગયા છે. ૨૦૨૨માં રશિયા-યુક્રેન યુદ્ધને કારણે ભાવ વધ્યા હતા, પરંતુ અત્યારે મધ્ય પૂર્વમાં ફાટી નીકળેલી હિંસાને કારણે સ્થિતિ વધુ ગંભીર બની છે. ૨૮ ફેબ્રુઆરી, ૨૦૨૬ના રોજ જ્યારે અમેરિકા અને ઈઝરાયેલે ઈરાન પર બોમ્બમારો શરૂ કર્યો, ત્યારથી ક્રૂડ ઓઈલના સપ્લાયમાં મોટો અવરોધ આવ્યો છે.

- Advertisement -

ઇસ્લામિક રિપબ્લિક ઓફ ઈરાને ‘સ્ટ્રેટ ઓફ હોર્મુઝ’ (Hormuz Strait) ને બ્લોક કરી દીધું છે. આ દરિયાઈ માર્ગ વિશ્વના કુલ તેલ અને ગેસના પરિવહનનો પાંચમો ભાગ સંભાળે છે. આ બ્લોકેજને કારણે તેલની અછત સર્જાઈ છે અને પરિણામે કેલિફોર્નિયામાં ગેસનો ભાવ જે યુદ્ધ પહેલા ૪.૫૦ ડોલર પ્રતિ ગેલન હતો, તે હવે ૬ ડોલર (અંદાજે ₹૫૦૦) ને પાર કરી ગયો છે.

જનતાનો આક્રોશ: “યુદ્ધની જરૂર જ નહોતી”

૨૮ વર્ષીય રાયડર થોમસ કહે છે, “મને માત્ર ભાવ વધારાનો ગુસ્સો નથી, પણ આ ભાવ વધવા પાછળનું જે કારણ છે તેનાથી હું વધુ નારાજ છું. આ યુદ્ધની કોઈ જરૂર જ નહોતી. જેવી રીતે આપણે ઈરાક પર હુમલો કર્યો હતો અને ત્યાં કોઈ વિનાશક હથિયારો મળ્યા નહોતા, આ પણ બિલકુલ એવું જ છે. ટ્રમ્પ મૂર્ખ છે, બીજું કાંઈ જ નથી.”

ડોનાલ્ડ ટ્રમ્પ સતત એવો દાવો કરી રહ્યા છે કે ઈરાનને પરમાણુ હથિયારો મેળવતા રોકવા માટે આ હુમલો જરૂરી હતો. તેમણે જનતાને વચન આપ્યું હતું કે આ સંઘર્ષ ટૂંકા ગાળાનો હશે, પરંતુ હકીકત કંઈક અલગ જ દેખાઈ રહી છે. અમેરિકાની સૈન્ય તાકાત હોવા છતાં, વૈશ્વિક વેપાર અને સામાન્ય જનતાના ખિસ્સા પર તેની માઠી અસર પડી રહી છે.

- Advertisement -

ડોમિનો ઈફેક્ટ: મોંઘવારીનો બેવડો માર

ઈંધણના વધતા ભાવ માત્ર વાહનચાલકો પૂરતા મર્યાદિત નથી. રાયડરને ડર છે કે તેલના આ સંકટને કારણે ‘ડોમિનો ઈફેક્ટ’ (એક પછી એક અસર) શરૂ થશે. ટ્રાન્સપોર્ટેશન મોંઘું થવાને કારણે ખાવા-પીવાની ચીજવસ્તુઓ, કપડાં અને અન્ય રોજીંદી જરૂરિયાતોના ભાવમાં પણ મોટો ઉછાળો આવશે. રાયડર કહે છે, “હું આશા રાખું છું કે જેમણે ટ્રમ્પને વોટ આપ્યા હતા તે મતદારો હવે વિચારવાનું શરૂ કરશે કે ટ્રમ્પે તેમની સાથે શું કર્યું છે.”

trump21.jpg

જોકે, ટ્રમ્પના સમર્થક ડેવિડ ચાવેઝનું માનવું થોડું અલગ છે. કોસ્ટકો (Costco) ના ગેસ સ્ટેશન પર લાંબી લાઈનમાં ઉભેલા ડેવિડે સ્વીકાર્યું કે મોંઘા ભાવ ચૂકવવા કોઈને ગમતા નથી, પરંતુ તે બધો દોષ એક વ્યક્તિ પર નથી ઢોળવા માંગતો. તે કહે છે, “બંધ બારણે શું રણનીતિ ઘડાય છે તે આપણને ખબર નથી હોતી. તેલ કંપનીઓ પણ આ સ્થિતિનો લાભ લઈને ભાવ વધારી રહી છે.”

નિવૃત્ત લોકોની દયનીય સ્થિતિ

મોંઘવારીની સૌથી વધુ અસર નિવૃત્ત અને મધ્યમ વર્ગના લોકો પર પડી છે. ૭૩ વર્ષીય ફ્લો નામની વૃદ્ધાએ રડમસ અવાજે જણાવ્યું કે, “ગેસના ભાવ આટલા વધી ગયા છે કે હવે મારે ફૂડ બેંક (મફત અનાજ કેન્દ્ર) માં જવું પડે છે. મારું પેન્શન અને પાર્ટ-ટાઈમ જોબ મળીને મહિનાના ૩૦૦૦ ડોલર આવે છે, જેમાંથી અડધા તો ભાડામાં જતા રહે છે. જિંદગી પહેલા જ મુશ્કેલ હતી, પણ હવે તે વધુ દુઃખદાયક બની ગઈ છે.”

Share This Article
Dharmishtha R. Nayaka is a skilled and passionate Gujarati language content writer at Satya Day News. With a strong grasp of local culture, social dynamics, and current affairs, she delivers news and stories that are both informative and relatable for the Gujarati-speaking audience. Dharmishtha is committed to factual reporting, clear storytelling, and making important news accessible in the mother tongue. Her work reflects a deep sense of responsibility and connection with the readers. Stay connected with Dharmishtha for trusted and timely updates — in Gujarati, for Gujarat.