15 C
Ahmedabad
Sunday, January 23, 2022

કાચા તેલના ભાવમાં થયો ઘટાડો, શું પેટ્રોલ-ડીઝલના ભાવમાં થશે ઘટાડો?

Must read

દેશમાં પેટ્રોલ અને ડીઝલની કિંમતો સતત સ્થિર ચાલી રહી છે. ગુરુવાર 9 ડિસેમ્બર 2021 ના ​​રોજ દેશની ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં કોઈ ફેરફાર કર્યો નથી. દેશમાં ઈંધણ તેલના ભાવ 4 નવેમ્બર 2021થી સ્થિર છે.

કેન્દ્ર દ્વારા એક્સાઈઝ ડ્યુટી અને પછી મોટાભાગના રાજ્યો દ્વારા વેટમાં ઘટાડો કરવામાં આવ્યો ત્યારથી પેટ્રોલ અને ડીઝલના ભાવ સ્થિર છે. પાછલા કેટલાક દિવસથી ક્રૂડ ઓઈલમાં વધારો ફરી શરૂ થયો હતો, આવી સ્થિતિમાં દેશમાં ઈંધણ તેલના ભાવમાં વધુ ઘટાડો થવાની આશા રાખી શકાય નહીં.

જો આપણે ક્રૂડ ઓઈલના વર્તમાન દરની વાત કરીએ તો છેલ્લા કેટલાક દિવસોમાં તે વધી રહ્યાં છે. તે $70 થી $76ની રેન્જમાં પહોંચ્યો હતો. જોકે બુધવારે બજાર નીચે આવ્યો હતો અને વૈશ્વિક ધોરણ બ્રેન્ટ ક્રૂડ ફ્યુચર્સ કિંમત 1.33 ટકા ઘટીને $76.33 પ્રતિ બેરલ થઈ ગઈ છે.
ચાલો હવે એક નજર કરીએ કે અત્યારે જુદા જુદા શહેરોમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ શું ચાલી રહ્યા છે-

વિવિધ શહેરોમાં પેટ્રોલ અને ડીઝલના વર્તમાન ભાવ
દિલ્હી: પેટ્રોલ – ₹95.41 પ્રતિ લિટર; ડીઝલ – ₹86.67 પ્રતિ લિટર

મુંબઈ: પેટ્રોલ – ₹109.98 પ્રતિ લિટર; ડીઝલ – ₹94.14 પ્રતિ લિટર

કોલકાતા: પેટ્રોલ – ₹104.67 પ્રતિ લિટર; ડીઝલ – ₹89.79 પ્રતિ લિટર

ચેન્નાઈ: પેટ્રોલ – રૂ. 101.40 પ્રતિ લિટર; ડીઝલ – ₹91.43 પ્રતિ લિટર

નોઈડા: પેટ્રોલ – ₹95.51 પ્રતિ લિટર; ડીઝલ – ₹87.01 પ્રતિ લિટર

ભોપાલ: પેટ્રોલ – ₹107.23 પ્રતિ લિટર; ડીઝલ – ₹90.87 પ્રતિ લિટર

બેંગલુરુ: પેટ્રોલ – ₹100.58 પ્રતિ લિટર; ડીઝલ – ₹85.01 પ્રતિ લિટર

લખનઉઃ પેટ્રોલ – 95.28 રૂપિયા પ્રતિ લીટર, ડીઝલ – 86.80 રૂપિયા પ્રતિ લીટર

ચંદીગઢ: પેટ્રોલ – ₹94.23 પ્રતિ લિટર; ડીઝલ – 80.90 રૂપિયા પ્રતિ લીટર

અમદાવાદ: પેટ્રોલ – ₹95.13 પ્રતિ લિટર; ડીઝલ – 89.12 રૂપિયા પ્રતિ લીટર

- Advertisement -

More articles

- Advertisement -

Latest article