દીપક પુનિયાએ પાકિસ્તાની કુસ્તીબાજને હરાવી ગોલ્ડ જીત્યો, ભારતને યાદગાર ગોલ્ડ અપાવ્યો

0
68

કોમનવેલ્થ ગેમ્સ 2022 કોમનવેલ્થ ગેમ્સ 2022માં દીપક પુનિયાએ કુસ્તીમાં પણ ગોલ્ડ જીત્યો છે. આ ગોલ્ડ ખૂબ જ યાદગાર છે કારણ કે તેણે ફાઇનલમાં પાકિસ્તાની રેસલરને હરાવ્યો હતો. દીપક પુનિયાએ ફ્રી સ્ટાઇલ 86 કિગ્રા વર્ગમાં પાકિસ્તાનના મોહમ્મદ ઇનામને હરાવ્યો હતો. પુનિયાએ આ મેચમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. તેણે પાકિસ્તાની રેસલરને એક પણ તક આપી ન હતી. દીપકે આ મેચ 3-0થી જીતી લીધી હતી. કોમનવેલ્થ ગેમ્સમાં દીપક પુનિયાનો આ પહેલો મેડલ છે. તમને જણાવી દઈએ કે કુશ્તીમાં ભારતને આ ત્રીજો ગોલ્ડ મેડલ મળ્યો છે.

બજરંગ પુનિયાએ પણ આ વખતે કુસ્તીમાં ગોલ્ડ મેડલ જીત્યો છે. કોમનવેલ્થ ગેમ્સમાં આ તેનો સતત બીજો ગોલ્ડ મેડલ છે. આ સિવાય સાક્ષી મલિકે પણ 10 સેકન્ડમાં મેચનો પલટો કરીને ભારતને ગોલ્ડ અપાવ્યો છે. આ ત્રણેય દિગ્ગજ ખેલાડીઓએ તેમની કારકિર્દીમાં મોટી સિદ્ધિઓ હાંસલ કરીને ભારતને સુવર્ણ ચંદ્રક અપાવ્યા છે.

ભારતના મેડલ વિજેતાઓ

9 ગોલ્ડ: મીરાબાઈ ચાનુ, જેરેમી લાલરિનુંગા, અંચિતા શ્યુલી, વિમેન્સ લૉન બોલ ટીમ, ટેબલ ટેનિસ મેન્સ ટીમ, સુધીર (પાવર લિફ્ટિંગ), બજરંગ પુનિયા, સાક્ષી મલિક, દીપક પુનિયા

8 સિલ્વર: સંકેત સરગરી, બિંદિયારાની દેવી, સુશીલા દેવી, વિકાસ ઠાકુર, ભારતીય બેડમિન્ટન ટીમ, તુલિકા માન, મુરલી શ્રીશંકર, અંશુ મલિક

7 બ્રોન્ઝ: ગુરુરાજા પૂજારી, વિજય કુમાર યાદવ, હરજિંદર કૌર, લવપ્રીત સિંહ, સૌરવ ઘોષાલ, ગુરદીપ સિંહ, તેજસ્વિન શંકર