ધૂળેટીના દિવસે કોઈ મહિલાને બળજબરીથી રંગશો… તો લાગી શકે છે આ ગુનો

0
46

હોળી પર મહિલાઓની છેડતીની અનેક ઘટનાઓ સામે આવે છે. ઘણીવાર કેટલાક લોકો હોળીના નામે બળજબરીથી મહિલાઓને રંગ લગાવે છે અને અભદ્રતા કરે છે. છેલબટાઉ યુવાનો રંગોના બહાને મહિલાઓને વાંધાજનક રીતે સ્પર્શ કરવાનો પ્રયાસ કરે છે. પરંતુ, કાયદા મુજબ આમ કરવું ગુનો છે અને જો મહિલા ફરિયાદ કરે તો આરોપીને સીધા જેલમાં જવું પડી શકે છે. આવી સ્થિતિમાં જાણી લો કે જો કોઈ વ્યક્તિ આવું કરે છે તો તેની સામે કયા કાયદા દ્વારા કાર્યવાહી થઈ શકે છે. મહિલાઓની છેડતી પર ભારતીય દંડ સંહિતાની કલમ 354 હેઠળ કાર્યવાહી થઈ શકે છે. દિલ્હી હાઈકોર્ટના વકીલ જણાવે છે કે જો મહિલાને બળપૂર્વક રંગ લગાવવામાં આવે તો મહિલાઓ ભારતીય સંહિતાની કલમ 509 હેઠળ છેડતીની ફરિયાદ કરી શકે છે. જો આ કલમમાં દોષી સાબિત થાય તો દોષિત વ્યક્તિને એક વર્ષની જેલ અથવા દંડ બંને થઈ શકે છે.

આ સાથે કલમ 294 (છેડતી), કલમ 354, 354A (જાતીય સતામણી), 354B (હુમલો), કલમ 509 (મહિલાની નમ્રતાનું અપમાન કરવાના ઈરાદાથી કઠોર શબ્દો બોલવા) હેઠળ કાર્યવાહી થઈ શકે છે. જો કોઈ વ્યક્તિ દારૂના નશામાં અથવા નશા વિના હોળી પર મહિલાઓ સાથે ગેરવર્તન કરે છે, તો તેને 1 વર્ષથી 5 વર્ષ સુધીની સજા થઈ શકે છે.

આ ઉપરાંત જો તમે પૂછ્યા વગર પસાર થનાર લોકો પર ફુગ્ગા ફેંકશો તો પણ તમારી સામે કાર્યવાહી થઈ શકે છે. આઈપીસીની કલમ 188 હેઠળ, જે લોકો સંમતિ વિના પસાર થતા લોકો પર પાણી અથવા રંગીન ફુગ્ગા ફેંકે છે, તેમની સામે કેસ દાખલ કરી શકાય છે. જો તમે હોળી રમો છો તો તમારે કેટલીક બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે, નહીં તો તમારે જેલ જવું પડી શકે છે.