ભારતીય ટીમ હાલ હાર્દિક પંડ્યાની કપ્તાનીમાં ન્યુઝીલેન્ડના પ્રવાસે છે. જ્યાં ટીમ ઈન્ડિયાએ ત્રણ ટી-20 મેચોની શ્રેણી રમવાની છે. ભારતીય ટીમના કોચ રાહુલ દ્રવિડને ન્યૂઝીલેન્ડ પ્રવાસમાંથી બ્રેક આપવામાં આવ્યો છે, જેના પર દિગ્ગજ ખેલાડી રવિ શાસ્ત્રીએ સવાલ ઉઠાવ્યા છે. હવે સ્ટાર સ્પિનર રવિચંદ્રન અશ્વિને આ અંગે રવિ શાસ્ત્રીને જડબાતોડ જવાબ આપ્યો છે
ભારતના પૂર્વ કોચ રવિ શાસ્ત્રીએ કહ્યું હતું કે, ‘હું બ્રેકમાં માનતો નથી. હું મારી ટીમ અને ખેલાડીઓને સમજવા માંગુ છું. સાચું કહું તો તમારે આવા વિરામની કેમ જરૂર છે? તમારી પાસે આઈપીએલમાં બે-ત્રણ મહિનાનો બ્રેક છે, કોચ તરીકે તમારી પાસે આરામ કરવા માટે પૂરતો સમય છે.
ભારતના સ્પિનર રવિચંદ્રન અશ્વિને તેની ‘યૂ ટ્યુબ’ ચેનલ પર કહ્યું, ‘હું કહીશ કે વીવીએસ લક્ષ્મણ સંપૂર્ણપણે અલગ ટીમ સાથે ત્યાં ગયો છે, કારણ કે તેનું અર્થઘટન પણ અલગ રીતે કરી શકાય છે. રાહુલ દ્રવિડ અને તેની ટીમે T20 વર્લ્ડ કપ પહેલા પ્લાનિંગથી લઈને પ્લાનિંગ સુધી ઘણું બધુ કામ કર્યું છે. મેં તેને નજીકથી જોયો છે તેથી હું આ કહું છું.