ગુજરાતના મોરબીમાં ઝૂલતા પુલ તૂટવાની બનેલી દુર્ઘટનાને લઇ 145થી વધુ નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યા છે. જેને લઇ બ્રિજ તૂટવા પાછળ બેદરકારી અને નિષ્ક્રિયા દાખવનાર જવાબદારો સામે પણ કાર્યવાહી કરવામાં આવી રહી છે આ ઘટના બાદ ઓરેવા કંપનીના એમ ડી જયસુખ પટેલ ભૂગર્ભ ઉતારી ગયા હતા અને નગરપાલિકાના ચીફ ઓફિસર સંદીપ સિંહ ઝાલાનું ખૂબ જ બેજવાબદારીભર્યુ નિવેદન લઇ તેને પણ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. હવે તપાસનો રેલો મોરબી કલેકટર સુધી પહોંચ્યો છે.
મોરબીને દુર્ઘટનાને લઇ હવે હાઇકોર્ટે સમ્રગ મામલે સુઓમોટો લીધો છે તેમજ રાજ્યસરકાર , મોરબી ના પા , ગૃહવિભાગ અર્બન હાઉસિંગને અને મોરબી કલેકટરને નોટિસ પાઠવી છે તેમજ એક સપ્તાહમાં સમ્રગ ઘટના અંગે રિપોર્ટ માગ્યો છે. મોરબી હોનારતને લઇ ગુજરાત હાઇકોર્ટમાં 14 નવેમ્બરે વધુ સુનાવણી હાથ ધરાશે તેમજ હાઇકોર્ટએ રાજયસરકાર તરફથી પણ કડક કાર્યવાહીની અપેક્ષા રાખવામાં આવી છે.