ગુજરાતમાં કોંગ્રેસ સરકાર બનશે તો હેલિકોપ્ટર ખેતરોમાં ઉતરશે :જગદીશ ઠાકોર

0
40

ચૂંટણી નજીક આવતા તમામ રાજ્કીય પાર્ટીઓ ફૂલ એકશન મોડમાં પ્રચાર પ્રસાર કરી રહી છે કોંગ્રેસ હોય કે ભાજપ હોય કે પછી આમ આદમી પાર્ટી તમામ લોકો પોતા-પોતાના જીતનો દાવો વ્યકત કરી રહ્યા છે ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોર પણ કોંગ્રેસના પ્રચારને લઇ ગામે ગામ ફરી રહ્યા છે

આજે તેઓએ ડીસાના આસોડા ગામ ખાતે નિવેદન આપ્યું હતું જેમાં તેમણે કહ્યુ કે ગુજરાતમાં કોંગ્રેસની સરકાર બનશે તો ખેતરોમાં હેલિકોપ્ટર ઉતરશે અને ગુજરાતમાં આ વખતે 125 પ્લસ બેઠકો સાથે કોંગ્રેસ સરકાર બનાવવા જઇ રહી છે તેઓ પણ દાવો વ્યકત કર્યો છે તેમજ રાહુલગાંધીના આઠ વચનો પણ પ્રચારમાં મૂક્યા છે . ખેડૂતોને 3 લાખ સુધીનુ દેવુ માફ 3000 હજાર ઇગ્લીશ સ્કૂલ બનાવીશું 1 લિટર દૂધ પર 5 રૂપિયા સબસિડી આપવાની વાત પણ તેમના દ્રારા કરવામાં આવી છે. તેમજ તેમણે વડાપ્રધાન નરેન્દ્રમોદી પર કહ્ય કે પ્રધાનમંત્રીના એક કાર્યક્રમ પાછળ કરોડો રૂપિયાનું ખર્ચ થાય છે