મેઘરજમાં પિતાના નિધનથી દીકરીએ દીકરાની ફરજ બજાવી, મખાગ્ની આપી દીકરીએ પિતૃઋણ અદા કર્યું

0
73

આજના યુગમાં દીકરી હોય કે દીકરો એક સમાન ગણવામાં આવે છે. ત્યારે દીકરોના હોય તેમના માતા પિતાને અને સંતાનોને પ્રેરણા મળે એવી ઘટના મેઘરજ નગરમાં સામે આવી છે. પિતાના નિધન પર દીકરીએ દીકરાનો ધર્મ નિભાવ્યો હતો અને અંતિમ યાત્રામાં જોડાઈ પિતાને મુખાગ્નિ આપી હતી. પિતાના નિધનને લઇને પરિવારજનોમાં શોકનું મોજુ ફરી વળ્યું હતું.

મેઘરજ નગરના એક બ્રહ્મ સમાજના અગ્રણીનું નિધન થયું હતું. તેમને પુત્ર નહતો ત્યારે એ વ્યકતિ બીમાર થયા ત્યારથી એક મૂંઝવણ હતી કે અંતિમ વિધિ કોણ કરશે. ત્યારે બ્રહ્મ અગ્રણીનું અવસાન થતાં તેમની અંતિમયાત્રા વખતે તેમની દીકરી સામે આવી. અને એણે આગ દોરી હતી. અને સ્મશાનમાં પહોંચીને પિતાને ચિતા પર સુવડાવી પ્રદક્ષિણા કરી મુખાગ્નિ પણ દીકરીએ જાતે જ આપી હતી. ઉપસ્થિત સૌની આંખોમાં આંસુ સાથે ભાવુક દ્રશ્યો સામે આવ્યા હતા. ત્યારે આ દીકરીની હિંમત જોઈને અન્ય પુત્ર વગરના માતા પિતા અને ભાઈ વગરની દીકરીને પણ પ્રેરણા મળશે કે, કદાચ ભાગ્યને યોગે પુત્ર ના હોય તો પણ એક દીકરી પોતાની ફરજ નિભાવી પિતૃઋણ અદા કરીને સદગતિ અપાવી શકે છે.