ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીનો જબરજદસ્ત માહોલ જામી ચુક્યો છે તમામ રાજ્કીય પાર્ટીઓ દ્રાર પોતાના 182 મુરતિયાઓ પણ જાહેર કરી દીધા છે. તેમજ આ વખતે ત્રણ વચ્ચે જંગ તો છે સાથો સાથ અપક્ષ પણ મેદાને હોવાથી આ વખતની ચૂંટણી ખૂબ જ રસાકસી ભરી જોવા મળી રહી છે. અપક્ષ કદાચ ભાજપને આ વખતે નુકશાન પહોંચાડે તેવી પણ રાજ્કીય વિશ્લેષકો દ્રારા સંભાવના વ્યકત કરવામાં આવી રહી છે. બીજા તબક્કાના ઉમેદવારી ફોર્મ પરત ખેંચવાની પણ હવે અંતિમ તારીખ ચાલી રહી છે ત્યાર બાદ ગુજરાતનું ચિત્ર સ્પષ્ટ થશે તે વચ્ચે દેવગઢબારિયામાંથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે
દાહોદની દેવગઢબારિયા બેઠક પરથી NCPના ઉમેદવાર ઉમેદવારી પત્રક પરત ખેચ્યું છે NCP ના ઉમેદવાર ગોપસિંહ પ્રતાપસિંહ લવારે ઉમેદવારી પત્રક પરત ખેંચી લીધું છે જેને લઇ રાજકારણમાં ભારે ગણગણાટ જોવા મળી રહ્યો છે. જણાવી દઇએ કે NCP અને કોંગ્રેસ વચ્ચે 3 સીટો પર ગઢબંધન છે અને દેવગઢબારિયા બેઠક પર NCP પોતાનો ઉમેદવારો ઉભો રાખ્યો હતો જો કે હવે તેમની બાદબાકી થતા ભાજપ, આમ આદમી પાર્ટી અને અપક્ષ વચ્ચે સીધો જંગ જોવા મળી રહ્યો છે.