વોટર કમિટીની બેઠકમાં શહેરમાં પાંચ-પાંચ દિવસ પાણી ન ઓસરતા અધિકારીઓનો લેવાયો ઉધડો

0
48

અમદાવાદમાં આ વખતે મેઘરાજાએ શરૂઆતમાં તોફાની બેંટિગ કરી સમ્રગ શહેરને ઘરમોળી નાંખ્યુ હતું કેટલાક વિસ્તારોમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની પ્રિમોન્સુન કામગીરીને પોલ ઉઘાડી પડી હતી અને કોર્પોરેશનના જનતાના રોષનો સામનો કરવો પડ્યો હતો આજે મળેલી અમદાવાદમાં AMC વોટર કમિટીની બેઠક મળી હતી જયાં કમિશનરે અધિકારીઓની ઝાટકણી કાઢી હતી જયાં અમદાવાદના નીચાણવાળા વિસ્તારમાં વરસાદ વરસ્યાના પાંચ-પાંચ દિવસ પાણી ઓસર્યા ન હતા જેને લઇ અધિકારીઓનું ઉધડો લીધો હતો

અમદાવાદના પૂર્વ વિસ્તારમાં સામાન્ય વરસાદમાં પણ ઢીંચણસમા પાણી ભરાઇ જાય છે જેમાં વસ્ત્રાલ, નિકોલ, નરોડા સરસપુરા, નિશાંત ચોકડી પાસે પાંચ-પાંચ દિવસ પાણી ભરાઇ રહેતા આજે વોટર કમિટીની બેઠકમાં અધિકારીઓ પાસેથી પાણી ભરાઇ જવા અંગે ખુલાસો માંગવામાં આવ્યુ હતુ અમદાવાદને સ્માર્ટસિટીનું દરજ્જો મળેલો છે પરંતુ વરસાદના કારણે અધિકારીઓની બેદરકારી અને નિષ્ક્રિયાતાને લઇ અમદાવાદના રસ્તાઓ નદીમાં ગરકાવ થઇ જતા હોય છે