ઇન્ડિયા અને ન્યુઝીલેન્ડ વચ્ચે બીજી મેચ હાર્દિક પંડ્યા 13 બોલમાં 13 રન બનાવીને આઉટ થયો

0
47

ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે ત્રણ મેચની T20 સીરીઝની બીજી મેચ આજે માઉન્ટ મૌંગાનુઈ ખાતે રમાઈ રહી છે. શ્રેણીની પ્રથમ મેચ વરસાદને કારણે રદ થઇ ગઇ છે. તે મેચમાં ટોસ પણ થઈ શક્યો નહોતો. આવી સ્થિતિમાં, બંને ટીમો આ મેચ જીતીને શ્રેણીમાં અજેય સરસાઈ મેળવવા ઈચ્છે છે. ન્યૂઝીલેન્ડે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે.

ભારતની ચોથી વિકેટ 190 રનના સ્કોર પર પડી હતી. કેપ્ટન હાર્દિક પંડ્યા 13 બોલમાં 13 રન બનાવીને આઉટ થઈ ગયો છે. તેના પછીના જ બોલ પર દીપક હુડ્ડા પણ આઉટ થઈ ગયો. વર્લ્ડ કપમાં પણ તે એકમાત્ર મેચમાં પોતાનું ખાતું ખોલાવી શક્યો નહોતો.