ન્યુ યર પર કોચ રવિ શાસ્ત્રી બન્યો DJ વાલે બાબુ

હાલ ભારતીય ટીમ સાઉથ આફ્રિકાના પ્રવાસ પર છે. ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે 3 ટેસ્ટ, 6 વન-ડે અને 3 ટી-20ની સીરીઝ રમવાની છે. પહેલો મુકાબલો કેપ ટાઉનમાં 5 જાન્યુઆરીથી રમાશે. પરંતુ હાલ દુનીયા નવા વર્ષના જશ્નમાં ડુબેલી છે. ત્યારે ભારતીય ટીમ પણ નવા વર્ષના જશ્નમાં ડુબેલી હતી. પરંતુ કેપ ટાઉનથી ટીમ ઈન્ડિયાના કોચ રવિ શાસ્ત્રીએ પોતાના ફેન્સ માટે અનોખા અંદાજમાં નવા વર્ષની શુભકામનાઓ પાઠવી હતી. જેમાં કેટલાક ચાહકોએ તો તેની પાસે સોન્ગ્સની પણ ફરમાઈશ કહ્યું કે DJ વાલે બાબુ.

હકીકત એવી છે તે રવી શાસ્ત્રીએ જે તસવીર સોશિયલ મીડિયામાં શેર કરી છે, તેમાં તે ડીજેના રૂપમાં દેખાઈ રહ્યો છે. શાસ્ત્રીએ આ ફોટો પોસ્ટ કર્યો અને લોકોએ તેને શુભકામનાઓ પાઠવવાનું શરૂ કરી દીધું. તો અમુક ફેન્સે તેની પાસે સોન્ગ વગાડવાની ફરમાઈશ કરતા લખ્યું, – ડીજે વાલે બાબૂ મેરા ગાના ચલા દે…!

ઉલ્લેખનીય છે કે હાલ પુરી દુનિયાના લોકો નવા વર્ષના પર્વમાં ડુબેલા છે ત્યારે ટીમ ઇન્ડિયા આફ્રિકામાં પરીવાર સાથે નવા વર્ષનું પર્વ જોરશોરથી મનાવ્યું હતું. ટીમ ઇન્ડિયાના મોટા ભાગના ખેલાડીઓ પોતાના પરીવાર સાથે સાઉથ આફ્રિકા પહોચ્યા છે.

ભારતીય ખેલાડીઓ પરીવાર સાથે નવું વર્ષ મનાવ્યું
તો બીજી તરફ તમને જણાવી દઈએ કે ભારતીય ટીમ પોતાના નવા વર્ષની શરૂઆત સાઉથ આફ્રિકા સામેની ટેસ્ટ સીરીઝ રમવાથી કરશે. પરંતુ આ સીરીઝ ભારત માટે ઘણો મોટો પડકાર સાબીત થશે. કારણ કે ભારતે વર્ષ 1992થી સાઉથ આફ્રિકામાં રમવાનું શરૂ કર્યું છે. પરંતુ વર્ષ 1992થી ટીમ ઇન્ડિયા અહીંયા કોઈ સીરીઝ જીતવામાં સફળ રહી નથી. હાલની ભારતીય ટીમમાં એવા 13 ખેલાડીઓ છે જે અહીંયા 2013-14 દરમિયાન છેલ્લી સીરીઝમાં રમી ચૂક્યા છે. તો બીજી તરફ ગત વર્ષ 2017માં ભારતીય ટીમ ઘણો જોશમાં છે અને વર્ષનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કર્યું છે. ત્યારે આ ટેસ્ટ સીરીઝમાં પણ પોતાનું શાનદાર પ્રદર્શન જાળવી રાખે તેવી આશા સેવાઇ રહી છે.

સેહવાગે પણ પાઠવી શુભેચ્છા
બીજી તરફ પૂર્વ ઓપનર વિરેન્દ્ર સેહવાગે પણ પોતાના ફેન્સને હેપ્પી ન્યૂયર કહ્યું. તેણે લખ્યુ, કાલથી રમત શરૂ. ઓહ! આજથી જ કરી દઈએ… ચાલો જઈએ… હાહાહા. આ સાથે જ તેણે શુભકામના પાઠવતા એક તસવીર પણ શેર કરી.

Leave a Reply

Your email address will not be published.

WP Twitter Auto Publish Powered By : XYZScripts.com