સાયબર ક્રાઇમ અને સાયબર ફ્રોડથી લોકોએ સાવચેત રહેવું ખૂબ જ જરૂરી

0
66

હાલના સમયમાં ઓનલાઇન તથા કમ્પ્યુટર ક્રાઇમ વધતા કોઈ નવીનતા નથી. જ્યારે 5G જેવી અત્યાધૂનિક ખૂબ ઝડપી ઇન્ટરનેટ સેવાઓ ભારતમાં એન્ટ્રી કરી રહેલ છે ત્યારે ફ્રોડ પણ વધે તે સાફ વાત છે પરંતુ દેશમાં જેટલા મોબાઈલ અને સ્માર્ટફોન યુઝર્સ વધે છે તેટલી જ સંખ્યામાં લોકોમાં સાયબર જાગૃતતા ફેલાતી જોવા મળતી નથી. કેન્દ્ર સરકારશ્રી દુનિયાની સાથે ભારતને ડિજીટલ રૂપ અપનાવવા માટે બેંક વ્યવહાર, ખરીદી વગેરે ઓનલાઇન પેમેન્ટ ઉપયોગ કરવા પ્રોત્સાહીત કરી રહેલ છે.

જેની સાથે સિક્યોરિટી સિસ્ટમ વધુ સારી રીતે કાર્ય કરે તેવા પ્રયત્નો પણ ચાલી રહેલ છે અને લોકોમાં જાગૃતતા ફેલાવવા માટે જાહેરાતો સહિતના ડિપાર્ટમેન્ટ દ્વારા અત્યંત પ્રયાસો કરવામાં આવતા હોય છે. પોલીસ વિભાગ આના માટે સાયબર વોલ્યનટર ની મદદ પણ લે છે. જેનું રજીસ્ટ્રેશન સ્વેચ્છાએ ઈચ્છિત લોકો સાયબર એજ્યુકેશનની પોતાની કેટેગરી મુજબ ઓનલાઇન NCCRP (નેશનલ સાયબર ક્રાઇમ રીપોર્ટીંગ પોર્ટલ) પર કરાવી શકે છે.જોકે સાયબર માફીયાઓ નબળા વર્ગ અને હાઈ પ્રોફાઈલ એજ્યુકેટેડ બધાને અલગ અલગ રીતે જાળમાં ફસાવવા માયાજાળ પાથરે છે. ખાસ કરીને અલગ અલગ લાલચ આપવામાં આવતી હોય છે.

જેમાં લોકોની પ્રોફાઈલ લેવલ ચેક કરવા માટે સોશ્યલ મીડિયા એપ્સ જેમકે ઈન્સ્ટાગ્રામ ફેસબુક ગૂગલ વગેરેમાં રહેલી માહિતીનો હેકરો દ્વારા બારીકીથી દુરુપયોગ કરવામાં આવે છે. સમાજના દરેક કેટેગરી લોકો દા.ત. સ્ટુડન્ટ, ગૃહિણી, નોકરિયાત, વ્યાપારી, કંપનીઓ તમામને અલગ ડેટા ફિલ્ટર કરી અલગ રીતે જ લુંટવામાં આવે છે. એક જ ડેટાનો અમુક સમય બાદ ફરી બીજા ફ્રોડ કરવા દુરુપયોગ થાય છે જેથી એક રાઉન્ડમાં બચેલી વ્યક્તિ બીજા ફ્રોડમાં ફસાઈ જાય તેવી સંભાવના રહેતી હોય છે.સાયબર નિષ્ણાંત ગોપાલ વિઠલાણીએ વધુમાં યાદીમાં જણાવેલ કે સાયબર ક્રાઇમ સમગ્ર વિશ્વમાં ફેલાયેલો છે પરંતુ દરેક દેશ અને સરકારના નીતિનિયમો, સજા અને ઇન્વેસ્ટીગેશન પ્રક્રિયા જુદી પડે છે. જેમાં રિકવરી કરવા માટે વિકસિત દેશો આગળ છે ટેકનોલોજી ને લીધે જેનો સોલ્વ કરવાનો રેશિયો પણ વધુ હોય છે છતાંપણ તમામ દેશની સરકાર આવી બાબતોને લઈને ચિંતાતુર છે કારણકે દરરોજ નવા આવતા ફ્રોડના તમામ સોલ્યુશન ઉપલબ્ધ નથી જે એક કડવી હકીકત છે. જેવું વેક્સિન ની જેમ સોલ્યુશન મળે છે ત્યાં નવા વેરીએન્ટ ની જેમ ફ્રોડ અપડેટ કરી કોતરણી ચાલુ કરવામાં આવે છે.

હાલમાં આવતા સ્માર્ટ ફોન અને ડીવાઈસ જેમકે એન્ડરોઈડ, આઇફોન, બ્લેકબેરી, વિન્ડોઝ તમામ માં કંઇક ને કંઇક ખામી છે જેને લીધે દુરુપયોગ થાય છે ઉપરાંત દરેક કંપનીઓ પોતાના યુઝર્સ નો પૂરતો ડેટા રાખે છે. જે લીક થયા બાદ ખૂબ જ મલ્ટીપ્લાય થાય છે.જો તમે ફેસબુક જેવા મીડિયામાં છો ત્યાંથી જ તમે પ્રાઈવસી સેટ નહી રાખી હોય તો આપના જન્મ દિન થી લઈ સંબંધીઓ, મિત્રો, એડ્રેસ જેવા ડેટા નો દુરુપયોગ થઈ શકે છે. આ કંપનીઓ એપ ઇન્સ્ટોલ કરતી વખતે જ તમામ પરમિશનો લઈ લેતી હોય છે અને વધુ માહિતી યુઝર ટર્મ્સ પોલિસી વાંચી જોઈ શકાય છે. અજાણ્યા નંબર પરથી આવેલ વોટ્સએપ પર વિશ્વાસ મૂકી શકાય નહી કારણકે વોટ્સએપ માત્ર ઓટીપી લઈ નંબર ઓથેંટિકેટ કરે છે નામનું કોઇપણ જાતનું વેરીફીકેશન થતું નથી. જેથી બિનજરૂરી સોશ્યલ ગ્રુપમાં જોડાઈ રહેવું જોઈએ નહિ.

લોકોએ બેંક અને સોશ્યલ મીડિયાના તમામ SMS નોટીફિકેશન ઓન રાખવા જોઈએ જેથી સાયબર છેતરપિંડી થાય તો તુરંત ખબર પડે. હાલ યુપીઆઇ, મોબાઈલ બેન્કિંગ, નેટ બેન્કિંગ, વૉલેટ, ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ, ગૂગલ પે, ફોન પે, ભીમ એપ વગેરે માધ્યમો થી વ્યવહાર માં વધારો થતો જાય છે ત્યારે આઇડી પાસવર્ડ સાચવી રાખવા હિતાવહ છે વધુમાં નાણાં મોકલતી વખતે સામાપક્ષની વિગતો જેમકે બેંક નામ, વ્યક્તિગત નામ, એકાઉન્ટ નંબર, આઇએફઍસસી, મોબાઈલ નંબર વગેરે ચકાસી લેવી અને છતાં પણ ફ્રોડ થાય તો તાત્કાલીક ધોરણે બેંકને ટેલીફોનીક અથવા ઇમેઇલ માધ્યમે ખાતા બ્લોક કરવા જાણકારી આપી પેમેન્ટ પાછું મેળવવા રિકવેસ્ટ કરી રેફ્રરંસ નંબર મેળવી તુરંત ગુજરાત સ્ટેટ સાયબર ક્રાઇમ સેલના હેલ્પલાઇન નંબર 1930 પર પણ કંપ્લેઈન નોંધાવી જોઇએ અથવા ગ્રુહ મંત્રાલયની સાયબર ક્રાઇમ નેશનલ પોર્ટલ https://cybercrime.gov.in/ પર ઓનલાઇન કરી શકાય છે.અજાણ્યા લોકોને ઓટીપી આપવો નહીં અથવા અજાણી લિંક ખોલવી નહિ સાથે કોઇપણ મોબાઈલમાં એપ્લિકેશન ઇન્સ્ટોલ થતી વેળા પરમિશન ચેક કરવી ખૂબ જરૂરી છે અન્યથા ગંભીર ચૂક સાબિત થઈ શકે છે.

જે કોઈ સરકારી, બિનસરકારી બેંક સહિત ખાનગી પેઢી કે પ્રાઇવેટ કંપની અથવા વ્યક્તિગત ફાઇનાન્સ જેઓનું ટર્નઓવર કે ટ્રાનઝેકશન વધુ હોય તેવા લોકોએ અવશ્ય સાયબર એક્સપર્ટ સાથે સુરક્ષા કોન્ટ્રાક્ટ રાખવો જોઈએ અથવા પોતાના સ્ટાફ માંથી જ કોઈને તાલીમ આપતું રહેવું જોઈએ જેથી આવી મુશ્કેલીનો સામનો કરવો પડે નહિ.