બાળકો દૂધી નથી ખાતા? તો નાસ્તામાં બનાવી દો આ ટેસ્ટી અપ્પે, સ્વાદ એવો કે વારંવાર માંગશે

3 Min Read

સવારના નાસ્તામાં બાળકોને ખવડાવો દૂધીના ટેસ્ટી અપ્પે, સ્વાદ એવો કે વારંવાર કરશે ડિમાન્ડ

ઘણીવાર બાળકો શાકભાજી ખાવામાં ખૂબ નખરાં કરતા હોય છે, ખાસ કરીને દૂધીનું નામ સાંભળતા જ તેમનું મોઢું બગડી જાય છે. સવારનો નાસ્તો બાળકો માટે દિવસનો સૌથી મહત્વનો આહાર છે, અને જો તે પૌષ્ટિક હોવાની સાથે સ્વાદિષ્ટ પણ હોય તો બાળકો હોંશે હોંશે ખાઈ લે છે. જો તમારું બાળક દૂધી નથી ખાતું, તો આ વખતે ‘દૂધીના અપ્પે’ (Lauki Appe) ટ્રાય કરો. આ વાનગી દેખાવમાં આકર્ષક અને ખાવામાં એટલી ટેસ્ટી છે કે બાળકોને ખબર પણ નહીં પડે કે તેમાં દૂધી છે.

દૂધીના અપ્પે બનાવવા માટેની સામગ્રી

  • રવો (સુજી): 1 કપ
  • દૂધી: 1 કપ (છીણેલી)
  • દહીં: અડધો કપ
  • ડુંગળી: 1 નંગ (ઝીણી સમારેલી)
  • ટમેટું: 1 નંગ (ઝીણું સમારેલું)
  • આદુ: અડધો ઇંચનો ટુકડો
  • લીલા મરચાં: 1-2 નંગ
  • કોથમીર: 2 ચમચી (ઝીણી સમારેલી)
  • વઘાર માટે: રાઈ, હીંગ અને તેલ
  • મીઠું: સ્વાદ મુજબ
  • ઈનો: જરૂર મુજબ (ફ્લફી બનાવવા માટે)

appe1.jpg

બનાવવાની રીત

1. ખીરું તૈયાર કરો:

- Advertisement -

સૌ પ્રથમ એક મોટા બાઉલમાં રવો અને દહીં લઈને બરાબર મિક્સ કરી લો. હવે તેમાં જરૂર મુજબ થોડું પાણી ઉમેરીને ઘટ્ટ ખીરું તૈયાર કરો. આ મિશ્રણને આશરે 15 મિનિટ માટે ઢાંકીને રાખી દો જેથી રવો સરસ રીતે ફૂલી જાય.

2. શાકભાજીનું મિશ્રણ:

- Advertisement -

રવો ફૂલી જાય એટલે તે ખીરામાં છીણેલી દૂધી, ઝીણી સમારેલી ડુંગળી, ટમેટાં, લીલા મરચાં, આદુ, કોથમીર અને સ્વાદ મુજબ મીઠું ઉમેરો. આ બધું જ સરસ રીતે મિક્સ કરી લો. જો ખીરું બહુ ઘટ્ટ લાગે તો થોડું પાણી ઉમેરી શકાય.

3. વઘાર અને ઈનો:

એક નાની કડાઈમાં તેલ ગરમ કરી તેમાં રાઈ અને હીંગનો વઘાર કરો. આ વઘારને તૈયાર ખીરામાં રેડી દો. અપ્પે બનાવવાની બરાબર પહેલાં ખીરામાં થોડો ઈનો ઉમેરી હળવા હાથે મિક્સ કરો, જેથી અપ્પે એકદમ પોચા અને જાળીદાર બને.

- Advertisement -

4. અપ્પે ઉતારવાની રીત:

અપ્પે પેનને ગેસ પર ગરમ કરવા મૂકો અને તેના દરેક ખાંચામાં થોડું તેલ લગાવો. હવે ચમચીની મદદથી તૈયાર ખીરું ખાંચાઓમાં ભરો. તેને ઢાંકીને મધ્યમ આંચ પર 5 મિનિટ સુધી ચઢવા દો.

appe.jpg

5. પલટાવીને શેકો:

જ્યારે અપ્પે એક તરફથી ગોલ્ડન બ્રાઉન થઈ જાય, ત્યારે તેને સાવચેતીથી પલટાવી દો અને બીજી તરફ પણ થોડું તેલ નાખીને સરસ શેકી લો. બંને બાજુથી ક્રિસ્પી થઈ જાય એટલે તેને પ્લેટમાં કાઢી લો.

સર્વિંગ ટિપ્સ

ગરમાગરમ દૂધીના અપ્પેને તમે લીલી ચટણી અથવા ટોમેટો કેચઅપ સાથે સર્વ કરી શકો છો. આ નાસ્તો બાળકોના લંચ બોક્સ માટે પણ એક ઉત્તમ વિકલ્પ છે.

TAGGED:
Share This Article