રાહુલે નોટબંધીને લઈ મોદી પર કર્યો કટાક્ષ

0
81

નોટબંધીના 6 વર્ષ પૂર્ણ થવાના અવસરે કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ પીએમ નરેન્દ્ર મોદી પર કટાક્ષ કર્યો છે. કોંગ્રેસ નેતાએ મંગળવારે નોટબંધીને લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર પ્રહાર કરતા કહ્યું કે, આ 2-3 અબજપતિ મિત્રોને ફાયદો પહોંચાડવા માટે કરવામાં આવ્યું છે. તેમણે પોતાના ટ્વિટમાં પીએમ મોદી પર કટાક્ષ કરતા ‘pepm’ લખ્યું છે. તમને જણાવી દઈએ કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 8 નવેમ્બર, 2016ના રોજ અર્થતંત્રમાં ભ્રષ્ટાચાર અને કાળા નાણાની સમસ્યાને દૂર કરવાના ઉદ્દેશ્ય સાથે 500 અને 1000 રૂપિયાની નોટોને બંધ કરી દીધી હતી.

ભારતમાં નોટબંધીની છઠ્ઠી વર્ષગાંઠ છે. આ નિર્ણયનો મુખ્ય ઉદ્દેશ્ય ડિજિટલ પેમેન્ટને પ્રોત્સાહન આપવાનો અને કાળા નાણા પર અંકુશ લાવવાનો અને આતંકવાદના ધિરાણને ખતમ કરવાનો હતો. જો કે, વિરોધ પક્ષોએ ભારતીય જનતા પાર્ટી (BJP)ની આગેવાની હેઠળની કેન્દ્ર સરકાર દ્વારા 2016 ના નોટબંધીના પગલાને “આર્થિક નરસંહાર અને ગુનાહિત કૃત્ય” ગણાવ્યું છે.

કોંગ્રેસે નોટબંધી પર “વ્હાઈટ પેપર” લાવવાની માંગ કરી છે

કોંગ્રેસે મંગળવારે નોટબંધીના છ વર્ષ પૂરા થવાના અવસર પર કહ્યું કે મોદી સરકારના પગલા બાદ ચલણમાં રોકડમાં 72 ટકાનો વધારો થયો છે અને સરકારે તેના પર ‘વ્હાઈટ પેપર’ લાવવું જોઈએ. પાર્ટીના નેતા ગૌરવ વલ્લભે કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નોટબંધીની આ ભયાનક નિષ્ફળતાને સ્વીકારવી જોઈએ. તેમણે પત્રકારોને કહ્યું, “8 નવેમ્બર, 2016 બધાને યાદ હશે. આજે ભારતની અર્થવ્યવસ્થાને નષ્ટ કરવાના નિર્ણયની છઠ્ઠી વર્ષગાંઠ છે. નોટબંધીના 50 દિવસ પછી પણ આજ સુધી સરકારે નોટબંધીનું નામ પણ લીધું નથી.”

વલ્લભે દાવો કર્યો, “ભારતના ઈતિહાસમાં સૌથી મોટી સંગઠિત લૂંટ સરકારે 8 નવેમ્બર, 2016ના રોજ નોટબંધી દ્વારા કરવામાં આવી હતી.” તેમણે કહ્યું કે, “અર્થતંત્રમાં કેશ-ઈન-સર્ક્યુલેશનમાં છેલ્લા છ વર્ષમાં 72 ટકાનો વધારો થયો છે. 2016માં અર્થવ્યવસ્થામાં ચલણમાં રોકડ 17.97 લાખ કરોડ રૂપિયા હતી, જે આજે વધીને 30.88 લાખ કરોડ રૂપિયા થઈ ગઈ છે. છે.”