પ્લેન ક્રેશ થયા બાદ જ્વાળાઓ જોઈને લોકો હચમચી ઉઠયા! જુઓ વિડીયોમાં

0
95

સેન્ટો ડોમિંગો, ડોમિનિકન રિપબ્લિકથી આવી રહેલી રેડ એરની ફ્લાઈટ આગમાં ભડકતા પહેલા એક નાની ઈમારત અને કોમ્યુનિકેશન ટાવર સાથે અથડાઈ હતી. આ વિમાનમાં 126 મુસાફરો હતા. તમને જણાવી દઈએ કે આ અકસ્માત મિયામી ઈન્ટરનેશનલ એરપોર્ટ પર થયો હતો.

વિમાનમાંથી મુસાફરોને બહાર કાઢવામાં આવ્યા હતા. એપીમાં પ્રકાશિત અહેવાલ અનુસાર, ત્રણ મુસાફરોને પણ નાની-મોટી ઈજાઓ થઈ છે અને તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જણાવવામાં આવી રહ્યું છે કે રેડ એરની ફ્લાઈટમાં લેન્ડિંગ ગિયર ફેલ થવાના કારણે આગ લાગી હતી. પહેલા તમે પણ જુઓ આ અકસ્માતનો વીડિયો…

સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવેલ આ અકસ્માતનો વીડિયો જોઈને ઘણા લોકોના હૈયાફાટ રૂંધાશે. આ વીડિયોમાં આકાશ કાળા ધુમાડાથી ઢંકાયેલું જોઈ શકાય છે. મુસાફરોના ચહેરા પર ડર સ્પષ્ટ દેખાઈ રહ્યો છે. દરેક વ્યક્તિ પોતાનો જીવ બચાવવા ત્યાંથી ભાગી જાય છે. આ આગને કાબુમાં લેવા માટે ફાયર ફાઈટરની ત્રણ ગાડીઓ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી.