પેટ્રોલ-ડીઝલના ભાવ ટૂંકા ગાળામાં 4 રૂપિયા વધે તેવી શક્યતા

સરકારી ઓઇલ માર્કેટિંગ કંપનીઓ કર્ણાટકની ચૂંટણી પહેલાંના માર્જિન લેવાનું નક્કી કરશે તો પેટ્રોલ-ડીઝલના ભાવમાં લિટરે ₹4ની વૃદ્ધિનો અંદાજ બ્રોકિંગ કંપનીઓએ વ્યક્ત કર્યો છે. ઉલ્લેખનીય છે કે, IOC, HPCL અને BPCLએ સોમવારે 19 દિવસ પછી પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો કર્યો હતો. ઉપરાંત, ભાવમાં દૈનિક ફેરફારની પ્રણાલી ફરી શરૂ કરી હતી.સોમવારથી પેટ્રોલના ભાવમાં લિટર દીઠ 69 પૈસાનો વધારો નોંધાયો છે. જેમાં ગુરુવારની 22 પૈસાની વૃદ્ધિ સામેલ છે. આ સાથે દિલ્હીમાં પેટ્રોલનો ભાવ વધીને ₹75.32 થયો છે, જે પાંચ વર્ષમાં સૌથી વધુ છે. ડીઝલનો ભાવ ગુરુવારે 22 પૈસાની વૃદ્ધિ સાથે સોમવારથી કુલ 86 પૈસા વધ્યો છે. તેને લીધે દિલ્હીમાં પ્રતિ લિટર ડીઝલ ₹66.79માં વેચાય છે. કોટક ઇન્સ્ટિટ્યૂશનલ ઇક્વિટીના અહેવાલમાં જણાવ્યા અનુસાર અમારી ગણતરી મુજબ ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ પ્રતિ લિટર ₹2.7નું ગ્રોસ માર્કેટિંગ માર્જિન મેળવવા આગામી કેટલાંક સપ્તાહમાં ડીઝલના રિટેલ ભાવમાં લિટરે ₹3.5-4 અને પેટ્રોલમાં ₹4-4.55નો વધારો કર‌વો પડશે.આ ગણતરી પેટ્રોલ-ડીઝલના વૈશ્વિક ભાવ અને રૂપી-ડોલર એક્સ્ચેન્જ રેટ વર્તમાન સ્તરે સ્થિર રહેવાના અંદાજ પર આધારિત છે.

Share

Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.

WP Twitter Auto Publish Powered By : XYZScripts.com